Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

24 કલાકમાં 15 ઈંચ વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું, અંબિકા-પૂર્ણા બે કાંઠે, લોકોનું રાત રેસ્ક્યુ

Wed, July 8 2026

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ પહેલા જ વરસાદે વિનાશ સર્જી દીધો છે. નવસારી જિલ્લામાં 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબકતા પૂર્ણા અને અંબિકા નદી બે કાંઠે વહેવા લાગી છે. શહેરના કાશીવાડી સહિત નીચાણવાળા 500થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો આખી રાત પાણીમાં જાગતા રહ્યા. બીજી તરફ અંબિકા નદીનું જોખમી સ્તરને કારણે ગણદેવીના ગામો એલર્ટ પર છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

નવસારીમાં જળબંબાકાર, 500 ઘરોમાં પાણી ઘૂસ્યા 

છેલ્લા 24 કલાકમાં નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં 15.28 ઈંચ વરસાદ નોંધાયો છે. સત વરસાદના કારણે પૂર્ણા નદી ગઈકાલે 27 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી ગઈ હતી. હાલ તે 25 ફૂટ પર સ્થિર છે, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. 

નદીના પાણી શહેરના કાશીવાડી વિસ્તારમાં ઘૂસી જતા અંદાજે 500 ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોની ઘરવખરી, અનાજ અને કીમતી સામાન પાણીમાં તણાઈ ગયો. અનેક પરિવારોએ આખી રાત છત પર કે સલામત જગ્યાએ વિતાવી. મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્તો માટે તાત્કાલિક ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી છે. 

જલાલપોર તાલુકામાં પણ 11.20 ઈંચ વરસાદ પડતા શહેર, સોસાયટીઓ અને બજારોમાં પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.

આ પણ વાંચો: વરસાદ-પૂર વચ્ચે સરકાર એલર્ટ: મુખ્યપ્રધાન કાલે પહોંચશે સુરત-વલસાડ, નુકસાન અને રાહત કામોનું રૂબરૂ મૂલ્યાંકન

અંબિકા નદી ખતરનાક સ્તરે, ગામોને એલર્ટ 

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બીલીમોરાથી પસાર થતી અંબિકા નદી પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. નદીનું જળસ્તર 23 થી 25 ફૂટ સુધી પહોંચી ગયું છે અને તે બંને કાંઠે વહી રહી છે. 

પ્રશાસને નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ પર મૂકી દીધા છે. ગણદેવી તાલુકાના દેવધા ગામમાં નદીનું પાણી ઘરો અને મંદિર પરિસરમાં પ્રવેશ્યું છે. લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ડેમ અને નદી કાંઠાથી દૂર રહેવા માટે પણ જાહેર અપીલ કરવામાં આવી છે.

પૂરમાં ફસાયેલી કારમાંથી દિલધડક રેસ્ક્યુ 

નવસારીથી ખારેલ તરફ જઈ રહેલી એક એર્ટિગા કાર અચાનક પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. પાણીનો વેગ એટલો હતો કે કાર તણાવા લાગી. ઘટનાની જાણ થતા જ ગણદેવી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ. ફાયર ફાઇટરોએ જીવના જોખમે કામગીરી કરીને કારમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. આ રેસ્ક્યુનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતમાં સ્થિતિ ગંભીર, 2 દિવસમાં 9ના મોત 

નવસારીની જેમ સુરત જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત અલગ-અલગ અકસ્માતોમાં 9 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજારો લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

તંત્રની કામગીરી અને અપીલ 

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NDRF અને સ્થાનિક ફાયરની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળવા અને નદી-ડેમના વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

હાલ વરસાદનું જોર યથાવત રહે તો આગામી 24 કલાક સ્થિતિ વધુ વણસી શકે છે. તંત્ર અને નાગરિકો બંને એલર્ટ મોડમાં છે.

Tags:

AmbikaPurnaCommunitySupportEmergencyResponseFloodAwarenessFloodReliefHeavyRainfallHumanitarianEffortsIndiaWeatherMonsoonMadnessNaturalDisasterNavsariFloodsNavsariRescueRainDisasterRescueOperationsSwampCrisis

Share Article

Other Articles

Previous

મધુબન ડેમના 8 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક છોડાયું, દમણગંગા બે કાંઠે, વાપી-દમણ એલર્ટ

Next

વરસાદ-પૂર વચ્ચે સરકાર એલર્ટ: મુખ્યપ્રધાન કાલે પહોંચશે સુરત-વલસાડ, નુકસાન અને રાહત કામોનું રૂબરૂ મૂલ્યાંકન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’
2 કલાક પહેલા
મધુબન ડેમના 8 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક છોડાયું, દમણગંગા બે કાંઠે, વાપી-દમણ એલર્ટ
2 કલાક પહેલા
24 કલાકમાં 15 ઈંચ વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું, અંબિકા-પૂર્ણા બે કાંઠે, લોકોનું રાત રેસ્ક્યુ
2 કલાક પહેલા
વરસાદ-પૂર વચ્ચે સરકાર એલર્ટ: મુખ્યપ્રધાન કાલે પહોંચશે સુરત-વલસાડ, નુકસાન અને રાહત કામોનું રૂબરૂ મૂલ્યાંકન
2 કલાક પહેલા
Categories

નેશનલ

3236 Posts

Related Posts

મણીપુરમાં પોલીસે કેટલા ઉગ્રવાદી પકડ્યા ? શું મળ્યું એમની પાસેથી ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
ગુજરાત
1 મહિના પહેલા
આંધ્ર પ્રદેશમાં જવાનોને મોટી સફળતા, રૂપિયા એક કરોડનું ઇનામ ધરાવતા નક્સલવાદી કમાન્ડર હીડમા અને પત્ની એનકાઉન્ટરમાં ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
‘તું ફિલ્ડમાં કેમ જતો નથી’ કહી યુવકને સુપરવાઇઝરે જ્ઞાતિ પ્રત્યે ધૂત્કાર્યો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર