Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

નેતન્યાહૂ સરકારનો સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો પણ ઇનકાર: લોકશાહી ખતરામાં

Tue, July 7 2026

ન્યાયતંત્ર વિરુદ્ધ સરકાર; બંધારણીય કટોકટી સર્જાવાનો ભય, વિપક્ષ અને રાષ્ટ્રપતિની કડક પ્રતિક્રિયા

ઇઝરાયેલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચુકાદાને સત્તાવાર રીતે સ્વીકારવાનો ઇનકાર કરતાં ગંભીર બંધારણીય કટોકટી ઊભી થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ટેલિવિઝન નિયમનકાર સંસ્થાના બોર્ડની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટે સરકારનો નિર્ણય ગેરકાયદેસર ગણાવ્યો હતો, પરંતુ રવિવારે કેબિનેટે આ ચુકાદાને માનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સરકારે જણાવ્યું કે કોર્ટના આદેશના આધારે લેવામાં આવેલા કોઈપણ નિર્ણયો માન્ય ગણાશે નહીં.

કોમ્યુનિકેશન મંત્રી શ્લોમો કાર્હીએ સુપ્રીમ કોર્ટને સીધો પડકાર ફેંકતા કહ્યું કે કોર્ટને કાયદા ઉપર જવાની કોઈ સત્તા નથી અને કાયદાના વિરોધમાં આપવામાં આવેલા ચુકાદાને સરકાર માન્યતા આપશે નહીં. ન્યાયમંત્રી યારિવ લેવિને પણ દાવો કર્યો હતો કે સંસદે પસાર કરેલો કાયદો સર્વોચ્ચ છે અને તેને કોર્ટ રદ કરી શકે નહીં. તેમના મતે લોકશાહીમાં કાયદો બનાવવાનો અધિકાર સંસદનો છે અને કોર્ટનું કામ માત્ર તેનો અમલ કરવાનું છે.

સરકારના આ વલણથી દેશમાં લોકશાહી અને ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. વિપક્ષી પક્ષોએ આરોપ લગાવ્યો છે કે સરકાર ભવિષ્યમાં વધુ મહત્વના કોર્ટના ચુકાદાઓ, ખાસ કરીને આગામી ઓક્ટોબરમાં યોજાનારી સામાન્ય ચૂંટણી સંબંધિત નિર્ણયોને પણ અવગણવાનો રસ્તો તૈયાર કરી રહી છે.

આ પણ વાંચો: બદલાતી ઋતુમાં લાંબા સમય સુધી રહેતી કફ-ઉધરસને સામાન્ય ન ગણશો

વિવેચકોના મતે સરકારનો વાસ્તવિક હેતુ સરકારની ટીકા કરતી અગ્રણી ખાનગી ચેનલ ‘ચેનલ-13’ના વેચાણને અટકાવવાનો છે. ટેક ઉદ્યોગપતિ અને અબજોપતિ અસાફ રપ્પાપોર્ટના નેતૃત્વ હેઠળનું કન્સોર્ટિયમ આ ચેનલ ખરીદવા ઇચ્છે છે, પરંતુ સરકાર તેના પ્રત્યે અનુકૂળ નથી. નેતન્યાહૂ સરકાર પર લાંબા સમયથી ન્યાયતંત્ર અને મીડિયાની સ્વતંત્રતા નબળી પાડવાના પ્રયાસોના આરોપો લાગી રહ્યા છે. વર્ષ 2023માં શરૂ થયેલા વિવાદાસ્પદ ન્યાયિક સુધારા સામે દેશમાં મહિના સુધી વ્યાપક વિરોધ પ્રદર્શન પણ થયા હતા.

“આ રેડ લાઇન છે…”: રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ

ઇઝરાયેલના રાષ્ટ્રપતિ ઇશાક હેર્ઝોગએ સરકારના નિર્ણય સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે અદાલતના ચુકાદાનું પાલન ન કરવું એ એક એવી “રેડ લાઇન” છે, જે કોઈપણ સંજોગોમાં પાર ન કરવી જોઈએ. તેમણે ચેતવણી આપી કે કાયદાના શાસનની અવગણના દેશની લોકશાહી વ્યવસ્થા અને બંધારણીય માળખા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

દેશમાં અરાજકતા ફેલાશે: વિપક્ષની ગંભીર ચેતવણી

ભૂતપૂર્વ વડાપ્રધાન નાફતાલી બેનેટે સરકારના નિર્ણયને દેશ માટે ખતરનાક ગણાવતા કહ્યું કે જો સરકાર કોર્ટના આદેશનું પાલન નહીં કરે તો રસ્તાઓ પર અરાજકતા ફેલાશે અને દેશની સંસ્થાઓ તૂટી પડશે. વિપક્ષના નેતા

યાઈર લેપિડે કહ્યું કે જે સરકાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકારતી નથી તે કાનૂની રીતે પોતાની નૈતિક માન્યતા ગુમાવે છે અને આવી સરકારના નિર્ણયોને સ્વીકારી શકાય નહીં. વિપક્ષે સરકાર પર સત્તાનો દુરુપયોગ કરીને લોકશાહી સંસ્થાઓને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે.

શું હતો કેસ અને શું હતો ચુકાદો?

વિવાદ ઇઝરાયેલની ‘સેકન્ડ ઓથોરિટી ફોર ટેલિવિઝન એન્ડ રેડિયો’ના બોર્ડને લઈને ઊભો થયો હતો. આ સંસ્થા વ્યાવસાયિક ટીવી ચેનલોને લાઇસન્સ આપવાની અને તેમના નિયમન માટે જવાબદાર છે. સરકારે વર્તમાન બોર્ડને બાજુ પર રાખીને પોતાનું વૈકલ્પિક બોર્ડ નિયુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા મહિને આ નિમણૂકને ગેરકાયદેસર ઠેરવી અને હાલના બોર્ડને જ કાયદેસર ગણાવ્યો હતો. પરંતુ હવે નેતન્યાહૂ સરકારે કોર્ટના આ ચુકાદાને માનવાનો ઇનકાર કરીને હાલના બોર્ડ દ્વારા લેવામાં આવતા કોઈપણ નિર્ણયને અમાન્ય ગણાવવાની જાહેરાત કરી છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પગલું ઇઝરાયેલમાં સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સીધા ટકરાવનું સૌથી ગંભીર ઉદાહરણ બની શકે છે.

Tags:

CivilRightsConstitutionalCrisisDemocracyInDangerGovernmentAccountabilityHumanRightsIsraelDemocracyIsraelPoliticsJudicialIndependenceNetanyahuPoliticalCrisisPoliticalReformProtestForJusticePublicOutcryRuleOfLawSupremeCourt

Share Article

Other Articles

Previous

મણિપુરમાં બે સશસ્ત્ર જૂથો વચ્ચે ફરી ગોળીબાર, મહિલા અને પુત્રી ઘાયલ

Next

બદલાતી ઋતુમાં લાંબા સમય સુધી રહેતી કફ-ઉધરસને સામાન્ય ન ગણશો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
2 દિવસમાં ચાંદી 6600 તૂટી, સોનું પણ 2000થી વધુ સસ્તું થયું
25 મિનિટutes પહેલા
એક કલાકમાં 21 બ્લાસ્ટથી ધ્રૂજી ગયું હતું અમદાવાદ, 17 વર્ષ બાદ 38 દોષિતોની ફાંસીની સજાને આપી મંજૂરી
1 કલાક પહેલા
બસની રાહ જોતા પરિવારને ટ્રેલરે કચડ્યો, 3 બાળકોના મોત, માતા-પિતા ગંભીર
4 કલાક પહેલા
બંગાળમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 મીએ પેટાચુંટણી
4 કલાક પહેલા
Categories

નેશનલ

3230 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને વ્યવસાયમાં વિશેષ સફળતા મળશે, આવકના નવા સ્ત્રોત ઊભા થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઘંટેશ્વર પાર્કમાં વેપારીના લગ્નમાં 11 લાખની ચોરી: ગઠિયાની શોધખોળ
રાજકોટ
3 વર્ષ પહેલા
સિંગતેલ તેલના ભાવમાં ઘટાડો, જાણો શું છે ભાવ
રાજકોટ
3 વર્ષ પહેલા
એન્ડ્રયુ મેક્ડોનાલ્ડ ૨૦૨૭ સુધી ઑસ્ટ્રેલિયાનો કોચ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર