Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ફિટનેસલાઇફસ્ટાઇલહેલ્થ

બદલાતી ઋતુમાં લાંબા સમય સુધી રહેતી કફ-ઉધરસને સામાન્ય ન ગણશો

Tue, July 7 2026

-એક મહિના કરતાં વધુ ચાલતી ઉધરસ ગંભીર રોગનો સંકેત હોઈ શકે

બદલાતી ઋતુ સાથે શરદી, કફ અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓ થી   ઘણા એવા દર્દીઓ તપાસ માટે આવે છે, જેમને માત્ર પાંચ-દસ દિવસ નહીં પરંતુ એક મહિના, બે મહિના,   કે તેથી પણ વધુ સમયથી સતત કફ અને ઉધરસની તકલીફ રહે છે. ઘણા દર્દીઓએ અનેક પ્રકારની દવાઓ લીધી હોવા છતાં રાહત મળતી નથી. કેટલાક દર્દીઓના બ્લડ રિપોર્ટ, એક્સ-રે અથવા અન્ય પ્રાથમિક તપાસ પણ સામાન્ય આવે છે, છતાં ઉધરસ ચાલુ રહે છે.

હકીકતમાં, લાંબા સમય સુધી ચાલતી ઉધરસ એ અનેક બીમારીઓનું લક્ષણ હોઈ શકે છે. વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપ, ઋતુજન્ય એલર્જી, સાઇનસની તકલીફ, નાકમાં મસા, પોસ્ટ-નેઝલ ડ્રિપ, દમ (ખાસ કરીને Cough Variant Asthma), કાયમી એસિડિટી અથવા Acid Reflux (GERD), કેટલીક દવાઓની આડઅસર, ધૂળ-ધુમાડો, વધતું વાયુ પ્રદૂષણ અને ધુમ્રપાન તેના મુખ્ય કારણોમાં સામેલ છે.

તાજેતરના સમયમાં Post Viral Inflammation પણ લાંબી ઉધરસનું મહત્વનું કારણ બની રહ્યું છે. શરદી, ફ્લૂ અથવા અન્ય શ્વસન ચેપ મટી ગયા પછી પણ શ્વાસનળી લાંબા સમય સુધી સંવેદનશીલ રહે છે. પરિણામે અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી સૂકી ઉધરસ ચાલુ રહી શકે છે. બદલાતી ઋતુ, ઠંડી હવા, પરાગકણ (Pollen), ધૂળ અને વાયુ પ્રદૂષણ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.

આ પણ વાંચો: સુરક્ષા માટે આપો સાથ: રહેણાંક સોસાયટીઓને સીસીટીવીનું કવચ અપાવવા પોલીસની અપીલ

આધુનિક જીવનશૈલી પણ આ સમસ્યામાં વધારો કરી રહી છે. બહારનું જંક ફૂડ, વાસી ખોરાક, ખરાબ તેલમાં બનેલી વાનગીઓ, વધુ ખાંડવાળા ઠંડા પીણાં, અનિયમિત ભોજન અને રાત્રે મોડું જમવાની ટેવ એસિડ રિફ્લક્સ વધારીને લાંબી ઉધરસનું કારણ બની શકે છે.

 ચિંતા ની વાત એ છે કે ઘણા દર્દીઓ ડૉક્ટરની સલાહ લીધા વગર સીધા જ મેડિકલ સ્ટોરમાંથી કફની સિરપ, એન્ટિબાયોટિક્સ અથવા અન્ય દવાઓ લેવાનું શરૂ કરી દે છે. Random Use of Antibiotics અને કફ સિરપનો બિનજરૂરી ઉપયોગ શરીર માટે હાનિકારક બની શકે છે. ખોટી દવાઓથી રોગનું મૂળ કારણ છુપાઈ જાય છે, યોગ્ય નિદાન મોડું થાય છે અને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

દર્દીઓએ પોતાની ઉધરસનું નિરીક્ષણ પણ કરવું જોઈએ. ઉધરસ રાત્રે વધારે થાય છે કે નહીં? જમ્યા પછી વધે છે? ઘરની અંદર કે બહાર વધુ થાય છે? સૂકી છે કે કફ સાથે છે? આ તમામ વિગતો નિષ્ણાત ડૉક્ટરને યોગ્ય નિદાન કરવામાં મદદરૂપ બને છે.

લાંબા સમય સુધી રહેતી કફ અને ઉધરસને ક્યારેય સામાન્ય ઋતુગત તકલીફ સમજીને અવગણશો નહીં. સ્વયં દવા કરવાને બદલે યોગ્ય સમયે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો. સમયસર નિદાનથી ગંભીર રોગોને શરૂઆતના તબક્કામાં ઓળખી અસરકારક સારવાર શક્ય બને છે. સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર, સ્વચ્છતા અને યોગ્ય તબીબી માર્ગદર્શન જ સારા આરોગ્યની સાચી ચાવી છે.

આ લક્ષણો હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો

• ઉધરસ ત્રણથી આઠ અઠવાડિયા કરતાં વધુ સમય રહે. ગળામાં દુખાવો થવો.

• ઉધરસ સાથે લોહી આવે.

• શ્વાસ લેવામાં તકલીફ, ઘરઘરાટી અથવા છાતીમાં દુખાવો થાય.

• સતત તાવ રહે અથવા રાત્રે વધુ પરસેવો આવે.

• અચાનક વજન ઘટવા લાગે.

• વારંવાર ઉધરસને કારણે ઊંઘ અને દૈનિક જીવન પ્રભાવિત થતું હોય.

Tags:

BreatheEasyConsultYourDoctorCoughAwarenessCoughReliefHealthAwarenessHealthEducationHealthyLivingMedicalAdvicePhlegmHealthPhlegmSolutionsRespiratoryCareSeasonalAllergiesSeasonalHealthStayHealthyWellnessTips

Share Article

Other Articles

Previous

નેતન્યાહૂ સરકારનો સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો પણ ઇનકાર: લોકશાહી ખતરામાં

Next

સુરક્ષા માટે આપો સાથ: રહેણાંક સોસાયટીઓને સીસીટીવીનું કવચ અપાવવા પોલીસની અપીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
બસની રાહ જોતા પરિવારને ટ્રેલરે કચડ્યો, 3 બાળકોના મોત, માતા-પિતા ગંભીર
2 કલાક પહેલા
બંગાળમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 મીએ પેટાચુંટણી
2 કલાક પહેલા
અડધો કલાક મોતના મુખમાં રહેલા માલધારી યુવકને જીવતો છોડી સિંહણે ચાલતી પકડી
2 કલાક પહેલા
મોહમ્મદ પયગંબર અંગેની ટિપ્પણી મામલે PIL સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
2 કલાક પહેલા
Categories

નેશનલ

3230 Posts

Related Posts

ગબ્બર ઇઝ બેક…: પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે શંકરસિંહ બાપુ ફરી મેદાને
રાજકોટ
2 વર્ષ પહેલા
ડિજિટલ એરેસ્ટ અને આધાર સ્કેમથી બચવા આ 3 ભૂલ કરવાનું ટાળો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
અમેરિકાએ ભારતની શું કરી ઉશ્કેરણી ? શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
એનસીપીના નેતા શરદ પગાર પણ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી નહીં આપે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર