Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ભય ભુંડો: ખેડૂત આંદોલન સમેટાઇ જાય તે માટે સરકારે ૨૪ કલાકમાં પરિપત્ર જાહેર કર્યો

Mon, July 6 2026

ખાનગી વીજ કંપનીને જમીનની બજાર કિંમતના બે ગણા વળતર એડવાન્સમાં ચૂકવવા આદેશ

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા હેવી વીજલાઈનના ટાવર ઉભા કરી ખેડૂતોને પુરતું વળતર ચૂકવતા ન હોય જેની સામે એક પખવાડિયાથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોનો રોષ ડામવા માટે શુક્રવારે જમીનની બજાર કિંમતના બે ગણા વળતરની જાહેરાત કર્યા બાદ આંદોલન તાત્કાલીક સમેટાઈ જાય તે માટે રાતોરાત પરિપત્ર પણ બહાર પાડી દીધો છે. જો કે આંદોલનકારી ખેડૂતોએ હજુ સુધી પરિપત્રની નકલ મળી ન હોય આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. પરિપત્રનો અભ્યાસ કર્યાબાદ જ ખેડૂત સમિતિ આંદોલન અંગેનો નિર્ણય લેશે તેમ જણાવ્યું છે.

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી વીજ કંપની ૭૬૨ કે.વી.ની હેવી વીજલાઈનના ટાવર ઉભા કરી રહ્યા હોય અને અસરગ્રસ્ત ખેડૂતોને પુરતું વળતર નહીં ચૂકવી કંપની દાદાગીરી કરી રહી હોય જેના વિરોધમાં ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે જેતપર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.

૧૫ દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને જબરદસ્ત સમર્થન મળતા રાજ્ય સરકાર સુધી તેનો રેલો આવ્યો હતો. ખેડૂતોના આંદોલનની આગ ઠારવા માટે રાજ્ય સરકારે કેબિનેટ બોલાવી તેમાં ખેડૂત તરફી મહત્વનો નિર્ણય લીધો હતો.

પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ શુક્રવારે ખેડૂતો માટેના રાહતના સમાચારની જાહેરાત કરી હતી જેમાં જંત્રી મુજબ નહીં પરંતુ જમીનની હાલની બજાર કિંમત નક્કી કરી તેનું બમણું વળતર ખેડૂતોને ચૂકવવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: સોનામાં સતત ઘટતા ભાવ અને આયાત ડ્યુટીમાં વધારાના કારણે બજારમાં ઘરાકીને લાગ્યું ગ્રહણ

રાજ્ય સરકારે ખેડૂત આંદોલનને ડામી દેવા માટે ૨૪ કલાકમાં જ પરિપત્ર પણ જાહેર કરી દીધો હતો. રાજ્ય સરકારમાં અમુક કામ મહિનાઓ સુધી થતાં નથી પરંતુ ખેડૂત આંદોલનના ડરને કારણે સરકારે તાત્કાલીક પરિપત્ર જાહેર કરી તેની અમલવારી કરવા ખાનગી વીજ કંપનીને સૂચના આપી દીધી છે. એટલું જ નહીં ખેડૂતોને પહેલાં વળતર ચૂકવ્યા બાદ જ ખેતરમાં હેવી વીજલાઈનના ટાવર ઉભા કરવા સૂચના કરાઈ છે.

રાજ્ય સરકારના પરિપત્ર બાદ પણ જેતપર ખાતે ઉપવાસી છાવણી ચાલુ રખાઈ છે. ખેડૂત સમિતિના જણાવ્યા પ્રમાણે પરિપત્રનો અભ્યાસ કર્યા બાદ જ આંદોલન સમેટી લેવું કે ચાલુ રાખવું તેનો નિર્ણય લેવામાં આવશે.

Tags:

AgriculturalReformAgricultureNewsFarmerAgitationFarmersProtestFarmersRightsFarmersStruggleFearOfTheBhundoGovernmentCircularGovernmentResponseIndianFarmersPolicyChangeProtestUpdateRuralVoicesSocialJusticeUnityInAgriculture

Share Article

Other Articles

Previous

દેશના પૂર્વ ગૃહ સચિવે ભેટ આપેલું 5 કરોડનું સોને મઢેલું રામચરિતમાનસ ભેદી રીતે ગાયબ

Next

સોનામાં સતત ઘટતા ભાવ અને આયાત ડ્યુટીમાં વધારાના કારણે બજારમાં ઘરાકીને લાગ્યું ગ્રહણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની 21KM ટનલ ખોદવા દેશનું સૌથી મોટું ભીમકાય મશીન એક્શન મોડમાં
11 મિનિટutes પહેલા
અમદાવાદ ઝોન 7માંથી 190 આરોપીની ધરપકડ, 20-26 વર્ષ જૂના વોન્ટેડ પણ ઝડપાયા
30 મિનિટutes પહેલા
અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
1 કલાક પહેલા
ગુજરાતના 207 જળાશયો છલકાયા, સરદાર સરોવર 65% ભરાયું, 6 ડેમ હાઈ એલર્ટ પર
2 કલાક પહેલા
Categories

નેશનલ

3221 Posts

Related Posts

ભાજપની ગેરંટી શૂન્ય છે, શું તેણે આજ સુધી કંઈ કર્યું છેઃ મમતા બેનર્જી
Breaking
2 વર્ષ પહેલા
IPLમાં લક્ષ્યાંક હાંસલ કરવો કપરો બની રહ્યો છે !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટથી દુબઈની ફ્લાઈટ શરૂ થઇ શકે :CAG ગીરીશ મુર્મુ
રાજકોટ
2 વર્ષ પહેલા
આર.કે યુનિવર્સિટીના વિદ્યાર્થીનું કારમાં અપહરણ કરી દોઢ લાખની ખંડણી મંગાઈ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર