ભારતને પાસપોર્ટ રેન્કીંગમાં નિરાશા; 100ની યાદીથી પણ બહાર
ભારતનો ક્રમ થોડો નીચે ઉતરીને 125 મા સ્થાન પર આવ્યો
ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારતનો ક્રમ નીચે ગયો છે, જેના કારણે ભારતીય પાસપોર્ટ ધારકો હવે ફક્ત 26 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. અમેરિકા અને ફ્રાન્સ પણ ટોચના 10 માંથી બહાર થઇ ગયા છે. સ્વીડન નંબર 1 છે અને સ્વિટઝરલેન્ડ બીજા તથા ફિનલેન્ડ ત્રીજા ક્રમ ઉપર છે.
પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારત 125 માં સ્થાને સરકી ગયું છે. ગયા વર્ષે થોડો સુધારો થયો હોવા છતાં તે ટોચના 100 ની બહાર રહ્યુ છે. 2021 અને 2023 વચ્ચે 127 માં સ્થાનથી વધીને 2025 માં 124 માં સ્થાન મેળવ્યા પછી દેશનો રેન્કિંગ ફરી એકવાર નીચે ગયો છે, અને તે હવે ફક્ત 26 સ્થળોએ વિઝા વગર મુસાફરીની મંજૂરી આપે છે.
ભારતીય પાસપોર્ટ રેકિંગ નામિબિયાથી નીચે અને ફિલિપાઇન્સ, મોરોક્કો અને ઉઝબેકિસ્તાન જેવા દેશોની પાછળ છે, જ્યારે તે અઝરબૈજાન અને કિર્ગિસ્તાનથી આગળ છે. ભારતીય પાસપોર્ટ ધારકો ભૂતાન, નેપાળ, જમૈકા, મકાઉ, પેલેસ્ટાઇન, ટ્યુનિશિયા, અંગોલા અને બાર્બાડોસ જેવા દેશોમાં વિઝા વગર અથવા વિઝા-ઓન-અરાઇવલ સાથે મુસાફરી કરી શકે છે.
જોકે તેમને હજુ પણ અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, ચીન અને સંયુક્ત આરબ અમીરાત સહિત લગભગ 88 દેશોમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડે છે. આમ આ ક્ષેત્રમાં ભારતની હાલત ક્યારેક સુધરે છે અને ક્યારેક નીચે ગબડે છે.
ભારતના પડોશી દેશોનો ક્રમ શું છે ? પાક્-ચીનની હાલત ખરાબ
ભારતના પડોશી દેશોમાં ચીન 104મા ક્રમે છે, જે ભારત (125મા) કરતા આગળ છે. જોકે ભારત અન્ય ઘણા દક્ષિણ એશિયાઈ દેશો કરતાં વધુ સારી સ્થિતિમાં છે. બાંગ્લાદેશ 166મા ક્રમે છે, નેપાળ 164મા ક્રમે છે અને પાકિસ્તાન 188મા ક્રમે છે, જે આ ઇંડેક્સમાં સૌથી નીચા ક્રમોમા છે. પાકિસ્તાનની હાલત ખરાબ યથાવત છે. અમેરિકા માટે પણ સૌથી મોટો ઝટકો છે કારણ કે તે ટોપ 10 ની બહાર થયું છે. ફ્રાન્સ પણ તેની પાછળ છે.
