Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ એરપોર્ટ પર ત્રણ આતંકવાદીએ ૬૫ મુસાફર સાથેની ફ્લાઇટ હાઈજેક કરી

Fri, July 3 2026

-એરપોર્ટની સલામતી વ્યવસ્થા ચકાસવા મોકડ્રીલ યોજાઈ

-આતંકીઓએ ઘાયલ કરેલા મુસાફરને એમ્બ્યુલન્સ દ્વારા તત્કાલ હોસ્પિટલ ખસેડાયો

રાજકોટ: “એરઈન્ડિયાની ૬૫ મુસાફરો સાથેની એક ફ્લાઈટ હાઈજેક થઈ છે…” રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના કંટ્રોલ રૂમમાં ગુરુવારે સવારે સાડા અગિયાર કલાકે આ મેસેજ આવતા જ દોડધામ મચી… આતંકવાદીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાત કરવાની જીદ કરી અને એક હવાઈ મુસાફરને ઇજા પણ પહોંચાડી. પરંતુ  ભારત સરકારના પ્રતિનિધિએ મક્કમતાથી વાર્તાલાપ જારી રાખ્યો. બીજી તરફ કમાન્ડોએ પ્લેનની ઘેરાબંધી કરી ત્રણેય આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા. આખરે ત્રણેયને હિરાસતમાં લઈએ આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપી દેવાયા.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે તમામ સ્ટાફ કામગીરીમાં વ્યસ્ત હતો. આ સમયે સવારે સાડા અગિયાર કલાકે એ.ટી.સી.ને મેસેજ મળ્યો કે, એર ઈન્ડિયાની એક ફ્લાઈટ હાઈજેક થઈ છે. આ ફલાઈટમાં ૬૫ મુસાફરો છે. હાઈજેકર્સ આતંકવાદીઓ જેલોમાં બંધ પોતાના આતંકવાદી સાથીઓને છોડાવવાની માગ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાત કરવા માગતા હતા.

આ મેસેજ એરોડ્રામ કમિટીના અધ્યક્ષ શહેર પોલીસ કમિશનરને મળતા જ, અધિક પોલીસ કમિશનર  ચૈતન્ય માંડલિક તત્કાલ એરપોર્ટ પહોંચ્યા. બીજી તરફ ફાયર વ્હીકલ રન-વે પર રાખીને ફ્લાઈટનો માર્ગ રોકવામાં આવ્યો. આ તરફ સી.આઈ.એસ.એફ.ના ક્વીક રિસ્પોન્સ ટીમના કમાન્ડોએ મોરચો સાંભળીને ચુપકીદીથી ફ્લાઇટને ચારે તરફથી ઘેરી લીધી. દરમિયાન એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી.

આ પણ વાંચો: રાજીનામું ભલે આપ્યું પણ ચંપત રાયને ટ્રસ્ટમાંથી દૂર નહીં કરીશકાય: બધાં ટ્રસ્ટી આજીવન સભ્યો

હાઈજેકર્સ આતંકીઓ તરફથી માગ આવી કે, તેઓને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાત કરાવવામાં આવે. જો તેઓની માગ પૂરી નહીં થાય તો તેઓ મુસાફરો સહિત ફલાઈટને બ્લાસ્ટ કરી દેશે.

જો કે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે અધિક પોલીસ કમિશનર  ચૈતન્ય માંડલીક હાઈજેકર્સ સાથે ચાલાકીથી સતત નેગોશિયેટ કરતા રહ્યા. દરમિયાન કમાન્ડોએ પ્લેનની સાવ નજીક જઈને ઘેરાબંધી વધુ સજ્જડ કરી દીધી. આતંકીઓએ જીદ પર આવીને એક મુસાફરને ઈજા પહોંચાડીને ફ્લાઈટની બહાર ધકેલી દીધો. જોકે તેને તાત્કાલિક રેસ્ક્યુ કરી લેવાયો.

એકતરફ કમાન્ડોની ઘેરાબંધી, બીજીતરફ મક્કમતાથી નેગોશિએશન કરીને આતંકવાદીઓને આત્મસમર્પણ સિવાય કોઈ વિકલ્પ જ ન અપાયો. આખરે આતંકીઓએ આત્મસમર્પણ કરી દીધું. કમાન્ડોએ ત્રણેય આતંકીને તાત્કાલિક પકડીને વધુ કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા હતા.

જોકે આખી કવાયત મોકડ્રીલ હોવાનું ખુલ્યું હતું. એરપોર્ટમાં આજે સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે એન્ટીહાઈજેકીંગ મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કવાયત બાદ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં એરપોર્ટની સલામતી વ્યવસ્થા અને આવી ઈમરજન્સીની સ્થિતિમાં વધુ અસરકારક કામગીરી કઈ રીતે કરી શકાય અંગે મંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરોડ્રામ કમિટીની અર્ધવાર્ષિક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડી.સી.પી.  હેતલ પટેલ, એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહ, એરપોર્ટના અન્ય અધિકારીઓ, સી.આઈ.એસ.એફ.ના જવાનો તેમજ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

AirlineSecurityAviationSecuritybreakingnewsCrisisManagementEmergencyResponseFlightSafetyHijackingNationalSecurityNewsUpdatePassengerSafetyPublicSafetyRajkotAirportRealLifeDramaTerrorismTerroristThreat

Share Article

Other Articles

Previous

ચંદા ચોરી કાંડ: આરોપીઓના ઘરેથી જંગી રોકડ સાથે ડોલર પણ મળ્યા

Next

રાજીનામું ભલે આપ્યું પણ ચંપત રાયને ટ્રસ્ટમાંથી દૂર નહીં કરી શકાય: બધાં ટ્રસ્ટી આજીવન સભ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઉપલેટાનો વેણુ ડેમ-2 છલકાયો, 2 દરવાજા ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ
28 મિનિટutes પહેલા
સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો, માછીમારોને દરિયો ખેડવા પર બ્રેક
39 મિનિટutes પહેલા
16 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને 80 કિમીની ઝડપે તોફાની પવનનું એલર્ટ
2 કલાક પહેલા
ચીખલી 4 કલાકમાં 8 ઈંચથી તરબતર, ગણદેવી પણ 6 ઈંચથી જળબંબાકાર
3 કલાક પહેલા
Categories

નેશનલ

3203 Posts

Related Posts

ભારતે ત્રીજુ નેત્ર ખોલ્યુ અને પાકિસ્તાને BSFના જવાનને પાછો મોકલવો પડ્યો : જાણો કેવી રીતે પૂર્ણમ કુમાર શૉ પહોંચ્યો’તો પાકિસ્તાન?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઉંદરોનો વસ્તી વિસ્ફોટ : અડધી દુનિયા ત્રાહિમામ !! જાણો કયા કારણે વિસ્તરી રહ્યું છે મુષકરાજ ?? સૌથી વધુ ઉંદરો ક્યાં છે ?
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
કોલકતાકાંડ અંગે CBI અને બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા રિપોર્ટ : આજે સુનાવણી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના ભગવતીપરામાં નવ કલાક બંધ પડેલા ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 18.95 લાખની કરી ચોરી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર