હજુ વરસાદમાં મોડું થાય તો રૂપિયા 29 લાખ કરોડનો ફટકો પડશે
દેશની ખેતી અને કૃષિ અર્થવ્યવસ્થા પર ગંભીર અસર થવાની કૃષિ વૈજ્ઞાનિકોની આગાહી; દેશમાં અનેક ચીજોની અછત અને ભાવ વધારાની પણ ભીતિ
દર વર્ષે ભારતમાં, જૂન મહિનામાં, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવે છે અને તેની સાથે ખરીફ પાકની વાવણી શરૂ થાય છે. પરંતુ આ વખતે ઘણા વિસ્તારોમાં ચોમાસાની ગતિ ધીમી રહી છે. ખાસ કરીને મુંબઈ સહિત ઘણા ભાગોમાં, વરસાદ નિર્ધારિત સમય કરતા લગભગ બે અઠવાડિયા મોડો પડ્યો છે. તેનાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
જો કે હજુ અનેક મહત્વના ખેતી પર વિશેષ ધ્યાન આપતા રાજ્યો કોરા છે અને જો આગામી થોડા દિવસોમાં અહીં વરસાદ પૂરતો નહિ આવે તો કૃષિ અર્થવ્યસથાને રૂપિયા 29 લાખ કરોડની ખોટ જવાનો ખતરો હોવાનું કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. ખેતી જ નહિ થાય તો ભારે ઉપાધિ થઈ શકે છે.
જૂનનો મહિનો ડાંગર, કપાસ, બાજરી અને અન્ય ખરીફ પાકોની વાવણી માટે સૌથી મહત્વપૂર્ણ મહિનો માનવામાં આવે છે. ખેડૂતો પહેલા સારા વરસાદની રાહ જુએ છે અને પછી જ ખેતરોમાં બીજ વાવે છે. પરંતુ આ વખતે, ઘણા વિસ્તારોમાં વરસાદના અભાવે વાવાઝોડાની અસર થઈ રહી છે. નિષ્ણાતો કહે છે કે જો આગામી થોડા અઠવાડિયામાં સારો વરસાદ નહીં પડે, તો તેની ભારતીય કૃષિ અર્થતંત્ર પર લગભગ 300 અબજ ડોલર (લગભગ ₹28.3 લાખ કરોડ) ની અસર પડી શકે છે.
આમ પણ અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં સેંકડો ખેડૂતોએ આર્થિક સંકટને પાપે આપઘાત કરી લીધા છે અને હજુ પણ હજારો ખેડૂતો કરજના બોજ હેઠળ દબાયેલા છે. જો ખતરો વધશે તો દેશમાં બેરોજગારી પણ વધી શકે છે.
આ પણ વાંચો: પિતાએ 2 વર્ષની પુત્રી સાથે પાણીના ટાંકામાં કૂદી કર્યો ‘તો આપઘાત
ગુજરાત સહિત કયા રાજ્યોમાં વધુ ચિંતા ?
ઓછા વરસાદની સૌથી મોટી અસર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા જેવા રાજ્યોમાં જોવા મળે છે. આ રાજ્યો દેશમાં સોયાબીન, શેરડી, કપાસ, મગફળી અને કઠોળના મુખ્ય ઉત્પાદક છે. આ ઉપરાંત, અહીં ફળ અને શાકભાજીની ખેતી પણ મોટા પાયે થાય છે. આ સ્થિતિમાં, જો વરસાદ ઓછો પડે તો, આ પાકોનું ઉત્પાદન ઘટી શકે છે.
દેશમાં ડુંગળીની પણ અછત ઊભી થવાની શંકા
મહારાષ્ટ્રને નાસિક દેશમાં સૌથી મોટો ડુંગળી ઉત્પાદક વિસ્તાર માનવામાં આવે છે. અહીં આ મહિને, સામાન્ય વરસાદના માત્ર 16 ટકા વરસાદ પડ્યો છે. જો આવું જ રહ્યું, તો આગામી મહિનાઓમાં ડુંગળીના ભાવ ઝડપથી વધશે. જો આમ થાય છે તો દેશભરમાં દેકારો બોલી શકે છે અને તેના ભાવ અસહ્ય બની જવાનો ખતરો પણ દેખાય છે. સામાન્યથી લઈને સમૃધ્ધ સૌને આ સ્થિતિ હેરાન કરી શકે છે.
