Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

‘શક્તિદૂત 2.0’ યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ

Tue, August 11 2026

નાયબ મુખ્યમંત્રીના હસ્તે ૭૯૯ પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ વિતરણ તેમજ રૂ. ૩૮૮ કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ-લાઇબ્રેરીનું ઇ ભૂમિપૂજન- ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૮૩૧ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૭૭૩ મળીને કુલ ૧૬૦૪ મેડલ મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે

‘શક્તિદૂત ૨.૦’ યોજનામાં મુખ્ય નવી જોગવાઇઓ:

ગુજરાતના રમતવીરોને મળતી સહાય  રૂ. ૨૫ લાખથી વધારી રૂ.૫૦ લાખ કરાઇ : દિવ્યાંગ ખેલાડીઓને સમાન સહાય અપાશે

ખેલાડીઓની અરજી કરવાની ઉંમર ૧૨ થી ૨૦ વર્ષ હતી તે ઘટાડીને ૯ વર્ષથી ઉપર કરવામાં આવી

હાલમાં ૬૪ ખેલાડીઓની જગ્યાએ તબક્કાવાર રીતે ખેલાડીઓની પ્રતિભા મુજબ સંખ્યામાં વધારો કરાશે

નિશ્ચિત સમય મર્યાદા દૂર કરીને ખેલાડીઓને પ્રદર્શનના આધારે સતત સહાય આપવામાં આવશે

રાજ્યના રમતગમત ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને વૈશ્વિક સ્તરે દેશ-રાજ્યનું નામ રોશન કરતા પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે ‘શક્તિદૂત યોજના’માં ક્રાંતિકારી સુધારા કરી ‘શક્તિદૂત ૨.૦’ અમલી બનાવી છે. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય મંત્ર સાથે ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલે તા.૧૨ ઓગષ્ટના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાશે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીના હસ્તે ૭૯૯ પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ વિતરણ તેમજ રાજ્યભરમાં રૂ. ૩૮૮ કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ-લાઇબ્રેરીનું ઇ ભૂમિપૂજન અને ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદિપસિંહજી એવોર્ડ એનાયત કરવામાં આવશે.

આ યોજનાનો મુખ્ય ધ્યેય રાજ્યના આશાસ્પદ ખેલાડીઓની ક્ષમતાને ઓળખી તેમને જરૂરીયાત મુજબની (Need Based) રમતગમત સુવિધાઓ, પૌષ્ટિક આહાર, આધુનિક સાધનો, દેશ-વિદેશમાં તાલીમ, નિષ્ણાંત પ્રશિક્ષકો અને મેડિકલ સહાય પૂરી પાડીને ઓલિમ્પિક્સ અને એશિયન ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચ માટે ચેમ્પિયન તૈયાર કરવાનો છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી આ યોજના હેઠળના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૮૩૧ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૭૭૩ મળીને કુલ ૧૬૦૪ મેડલ મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

નવીન ‘શક્તિદૂત ૨.૦’ અંતર્ગત રમતવીરોના સર્વાંગી વિકાસ માટે આર્થિક સહાયમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ખેલાડીઓની જરૂરિયાત અને ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે મહત્તમ સહાય રૂ. ૨૫ લાખથી વધારીને રૂ.૫૦ લાખ સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત સમાવેશિતાને પ્રાધાન્ય આપતાં પેરા, ડેફ, બ્લાઈન્ડ અને અન્ય દિવ્યાંગ ખેલાડીઓને પણ યોજના અંતર્ગત સમાન તક અને સમાન સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. યોજના અંતર્ગત ખેલાડીઓની સંખ્યામાં પણ તબક્કાવાર વધારો કરાશે. Grassroots’ Levelથી જ નવી પ્રતિભાઓને ઓળખી શકાય તે માટે અરજી કરવા માટેની લઘુત્તમ વયમર્યાદા પણ ૧૨ થી ૨૦ વર્ષ હતી તે ઘટાડીને ૯ વર્ષથી ઉપર કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણ

નવા સુધારાઓ મુજબ ખેલાડીઓને પ્રદર્શનના આધારે સતત સહાય પૂરી પાડવામાં આવશે અને નિશ્ચિત સમયમર્યાદા દૂર કરવામાં આવી છે. પસંદગી પ્રક્રિયાને વધુ વ્યાવસાયિક અને પારદર્શક બનાવવા માટે સ્ક્રીનિંગ અને સિલેક્શન કમિટીમાં રમત નિષ્ણાતોની ભાગીદારી સાથે વૈજ્ઞાનિક પોઇન્ટ આધારિત માર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેમાં ઓલિમ્પિક, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી સ્પર્ધાઓને યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત, શક્તિદૂત યોજનામાં સામેલ ન હોય પરંતુ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ‘Shaktidoot B’ પહેલ હેઠળ તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ખેલાડીઓના વાર્ષિક અને દ્વિ-વાર્ષિક મૂલ્યાંકન દ્વારા પ્રદર્શનના આધારે કેટેગરી અપગ્રેડ કરવાની પારદર્શક સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે.

 વિવિધ રમત સંકુલ-લાઇબ્રેરીનું ઇ ભૂમિપૂજન-લોકાર્પણ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ રૂ. ૩૮૮ કરોડથી વધુ રકમના ખર્ચે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના નાયબ મુખ્યમંત્રીહસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં તાલુકા કક્ષાના ૧૧ રમત સંકુલ, ૦૭ લાયબ્રેરી અને ૦૨ સ્ટડી હોલ, જિલ્લા કક્ષાના ૦૭ રમત સંકુલ, 0૫ લાયબ્રેરી તેમજ ૦૨ નગરપાલિકા લાયબ્રેરીનો સમાવેશ થાય છે. આ યોજનાઓ હેઠળ અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, વડોદરા સહિતના જિલ્લાઓમાં જિલ્લા અને તાલુકા કક્ષાના  રમતગમત સંકુલ, આધુનિક પુસ્તકાલયો, સ્ટડી હોલ, સ્પોર્ટ્સ હોસ્ટેલ, ૪૦૦ મીટર એથલેટિક સિન્થેટિક ટ્રેક, એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ તેમજ કેમ્પસ ડેવલપમેન્ટ જેવાં જનહિતકારી કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શક્તિદૂત યોજનાની સફળતા:

ટોક્યો ખાતે યોજાયેલ ઓલિમ્પિક્સ ૨૦૨૧માં ત્રણ ખેલાડીઓ, પેરિસ ખાતે યોજાયેલ ઓલિમ્પિક ૨૦૨૪માં ત્રણ ખેલાડીઓ પસંદગી પામીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 સાઉથ કોરીયા ખાતે યોજાયેલ ૧૭મી એશિયન ગેમ્સ ૨૦૧૪માં ત્રણ ખેલાડીઓ, જાકાર્તા ખાતે યોજાયેલ ૧૮મી એશિયન ગેમ્સ ૨૦૧૮માં સાત ખેલાડીઓ, Hangzhou city Chine ખાતે યોજાયેલ ૧૯મી એશિયન ગેમ્સ ૨૦૨૩માં સાત ખેલાડીઓ, એશિયન વિન્ટર ગેમ્સ ૨૦૧૭માં એક ખેલાડી અને એશિયન વિન્ટર ગેમ્સ ૨૦૨૫માં એક  ખેલાડી પસંદગી પામીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તાજેતરમાં આઈચી-જાપાન ખાતે યોજાનાર ૨૦મી એશિયન ગેમ્સમાં ૨૦૨૬માં શક્તિદૂત યોજનાના ૦૯ ખેલાડીઓ પસંદગી પામ્યા છે.

 વર્ષ ૨૦૧૪માં સ્કોટલેન્ડ ખાતે યોજાયેલ ૨૦મા કોમનવેલ્થ ગેમ્સમાં બે ખેલાડીઓ, વર્ષ ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ ૨૧મી ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બે ખેલાડીઓ, વર્ષ ૨૦૨૨માં ઇગ્લેન્ડ ખાતે યોજાયેલ ૨૨મી કોમનવેલ્થ ગેમ્સમાં બે ખેલાડીઓ અને તાજેતરમાં ગ્લાસગોવ-સ્કોટલેન્ડ ખાતે યોજાયેલી ૨૩મી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં એક ખેલાડી પસંદગી પામીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આમ, શક્તિદૂત યોજના અંતર્ગત ખેલાડીઓ દ્વારા વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી રાષ્ટ્રીય ક્ષેત્રે ૮૩૧ મેડલ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ૭૭૩ મેડલ આમ કુલ ૧૬૦૪ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

Tags:

CommunitySupportEmpowermentSchemeGandhinagarLaunchGovernmentSchemesGujaratDevelopmentGujaratGovernmentHarshSanghviInnovativeProgramsPublicWelfareShaktiDoot2SocialWelfareStatewideInitiativeSustainableGrowthWomenEmpowermentYouthEngagement

Share Article

Other Articles

Previous

હોશિયારપુરમાં 111 હોદ્દેદારોના રાજીનામાથી હાઈકમાન્ડ હરકતમાં, પ્રદેશ પ્રમુખને દિલ્હીનું તેડું

Next

રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હોશિયારપુરમાં 111 હોદ્દેદારોના રાજીનામાથી હાઈકમાન્ડ હરકતમાં, પ્રદેશ પ્રમુખને દિલ્હીનું તેડું
51 મિનિટutes પહેલા
‘શક્તિદૂત 2.0’ યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ
1 કલાક પહેલા
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણ
1 કલાક પહેલા
હાર્દિક પંડ્યા માટે 5 ટીમો વચ્ચે ‘યુદ્ધ’: જાણો કઈ ટીમ કોને આપવા તૈયાર છે!
4 કલાક પહેલા
Categories

નેશનલ

3425 Posts

Related Posts

કરજની ભયાનક જાળમાં ફસાઈ રહ્યા છે ભારતીય પરિવારો! રિઝર્વ બેંકના ડેટામાં ચિંતાજનક ચિત્ર
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
શાહરૂખ ખાનને મળ્યો પહેલો નેશનલ એવોર્ડ : ગુજરાતી ફિલ્મ ‘વશ’ને મળ્યો એવોર્ડ, જાનકી સહિત ત્રણ ગુજરાતીઓ ચમક્યાં
Entertainment
11 મહિના પહેલા
T-20 : ભારતનો ઝીમ્બાબ્વે સામે 23 રનથી વિજય
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
વડોદરા : ઇન્સ્યોરન્સ ઓફિસના ACમાં બ્લાસ્ટ થતા 6 લોકો ઈજાગ્રસ્ત, બેની હાલત ગંભીર
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર