મહાપાલિકા દ્વારા ગ્રીનરી માટે લાખો રૂપિયામાં સલાહ, મચ્છરો શોધવા લાખોનો ધૂમાડો શાસકોને નથી મંજૂર
એક કરોડના ખર્ચે ડ્રોનથી મચ્છર ઉત્પાદન કેન્દ્રો શોધવા તથા ૧૮.૮૮ લાખના ખર્ચે અર્બન ગ્રીન પોલિસી માટે ક્નસલ્ટન્સી નીમવાની દરખાસ્ત નામંજૂર
રાજકોટ મહાપાલિકાના સત્તાધિશો વિકાસ કે આવા નામે સલાહ લેવા લાખો રૂપિયા ખર્ચતા ખચકાતા નથી. એક કરોડનો ખર્ચ કરીને ડ્રોનથી મચ્છરો શોધવા અને ગ્રીનરી કેમ થાય તે માટે ખાનગી એજન્સી પાસેથી ૧૮.૮૮ લાખમાં સલાહ ખરીદવાની બે દરખાસ્તને પણ શાસકોએ કરકસરયુક્ત વહીવટ સાથે નામંજૂર કરી દીધી છે.
મહાપાલિકામાં દરેક વિભાગોમાં લાખોના પગારદાર ઈજનેરો, અધિકારીઓ, સ્ટાફ છે છતાં સલાહ લેવાનું કે પ્રોજેક્ટની વાત આવે તો ખાનગી ક્નસલ્ટન્સીને કામગીરી સોંપવાનો સત્તાવાહકો વહીવટીપાંખ દ્વારા નિર્ણય લેવાય. આવી જ દરખાસ્ત કે જેમાં વૃક્ષારોપણ કેમ કરવું. ગ્રીનરી કેમ વધારવી ? અર્બન ગ્રીનીંગ પોલીસીના નામે સાઉથ એશિયાની ઈકલી ક્નસલ્ટન્સીને ૧૮.૮૮ લાખમાં આ કામ સોંપવા દરખાસ્ત મુકાઈ હતી.
આવી જ રીતે શહેરમાં મચ્છર ઉત્પતિ કેન્દ્રો આવા સ્પોટ શોધવા માટે શહેરના વિસ્તારને એઆઈ થકી મેપિંગ કરી મચ્છરોના ઉપદ્રવ શોધવા માટે ૧૬૨ ડ્રોન ઉડાડવા અને ત્યારબાદ આવા સ્પોટ પર ડ્રોન મારફતે દવા છંટકાવ કરવા માટે એક કરોડના ખર્ચની દરખાસ્ત મુકાઈ હતી. આ બન્નને દરખાસ્તને શાસકોએ નામંજૂર કરી છે.
