જાહેર પ્રદર્શનમાં 70 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા; આસીમ મુનિર સામે ભારે આક્રોશ
પાકિસ્તાન કબજાગસ્ત કાશ્મીરમાં સુરક્ષા દળોની તૈનાતી અને કાર્યકરો પરના દમન સામે ચાલી રહેલા આંદોલનમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 3 અઠવાડિયાથી લોકોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. હવે સંયુક્ત નાગરિક કાર્યવાહી સમિતિએ પાકિસ્તાની વહીવટીતંત્રને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનશે. આસીમ મુનિર ની સેના પર હિંસક હુમલા કરવા માટે તૈયારી કરી લેવાઈ છે. વિરોધ પ્રદર્શનમાં 70 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા.
રાવલકોટમાં એક મોટી જાહેર સભાને સંબોધતા, નેતા સરદાર અમન કાશ્મીરીએ કહ્યું કે અત્યાર સુધી પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ છે અને તેમને હિંસા તરફ ધકેલવા જોઈએ નહીં. તેમણે પાકિસ્તાની રેન્જર્સ અને અન્ય સુરક્ષા દળોની વધતી તૈનાતી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ઇસ્લામાબાદને કાશ્મીર ખીણમાં લશ્કરી દળ વધારવાનો કોઈ અધિકાર નથી.
આ પણ વાંચો: દિલ્હીમાં બાળા સાથે દુષ્કર્મ બાદ હત્યા
સરદાર અમન કાશ્મીરીએ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનો ઉલ્લેખ કરીને સુરક્ષા દળોને પાછા ખેંચવાની માંગ કરી. અને કહા કે અમારી માંગણી પૂરી કરો. પ્રદર્શનકારીઓએ સમૂહગાનમાં નારા લગાવ્યા – ‘યે વતન હમારા હૈ’. તેમણે એમ કહ્યું હતું કે દબાણ છતાં તેઓ આંદોલન બંધ નહીં કરે. દરમિયાન, JAAC નેતા શૌકત નવાઝ મીરે એક ઓડિયો સંદેશમાં મુઝફ્ફરાબાદ વિભાગના લોકોને સંપૂર્ણ બંધનું કડક પાલન કરવાની અપીલ કરી હતી અને તેમને આંદોલનના આગામી તબક્કા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, PoKના ઘણા વિસ્તારોમાં મોટી રેલીઓ યોજાઈ છે, જેમાં મહિલાઓએ પણ ભાગ લીધો છે.
