દિલ્હીમાં બાળા સાથે દુષ્કર્મ બાદ હત્યા
ફૂટપાથ પર સૂતી હતી ત્યારે અપહરણ કરી: નરાધમ ઝડપાયો
દક્ષિણ દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં ૧૧ વર્ષની બાળકી પર થયેલી ક્રૂરતાની ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. ફૂટપાથ પર તેના પરિવાર સાથે સૂતી એક બાળાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આ બાળાની લાશ ગુરુગ્રામ સીમા પાસેથી મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ થયાનું બહાર આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, બાળા તેના પરિવાર સાથે મેહરૌલી વિસ્તારમાં ફૂટપાથ પર રહેતી હતી. સોમવારે સવારે ૫ વાગ્યે, તે સૂતી હતી ત્યારે આરોપી તેને ઉપાડીને પોતાની સાથે લઈ ગયો. સવારે જ્યારે છોકરી ગુમ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું, ત્યારે પરિવારે પોલીસને જાણ કરી હતી. આરોપી કેબ ડ્રાઈવર નીકળ્યો છે.
આ પણ વાંચો: ભાજપના પ્રમુખ નીતિન નવીન, રાઘવ ચઢ્ઢા સહિતના ટોચના નેતાઓને દિલ્હીનું તાકીદનું તેડું
પીસીઆર કોલ મળ્યા બાદ, પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક તપાસ શરૂ કરી. પ્રારંભિક અહેવાલમાં, એક કેબ ડ્રાઇવર બાળકીને લઈ ગયો હોવાની શંકા હતી. આ પછી, પોલીસે વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ફોરેન્સિક નિષ્ણાતો પણ તપાસમાં સામેલ થયા હતા.
તપાસ દરમિયાન, પોલીસે મેહરૌલી અને હરિયાણા તરફ જતા રસ્તાઓ પર ડઝનબંધ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સ્થાનિક સ્તરે એકત્ર કરાયેલા ટેકનિકલ પુરાવા અને માહિતીના આધારે, પોલીસ આરોપીને ઓળખવામાં સફળ રહી હતી. આ ગરીબ પરિવાર પર તો અત્યારે આભ તૂટી પડ્યો છે.
