ઉત્તર પ્રદેશમાં સગીરે કરી સગા ભાઈ, ભાભી અને 3 વર્ષના ભત્રીજાની હત્યા
કરિયાણાની દુકાનના વિવાદનો કરુણ અંજામ
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના બલુઆ ગામમાં સોમવારે વહેલી સવારે એક આઘાતજનક ઘટનામાં મચાવનારી ઘટનામાં 16 વર્ષીય સગીરે પોતાના સગા મોટા ભાઈ, ભાભી અને ત્રણ વર્ષના ભત્રીજાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખતાં હાહાકાર મચી ગયો છે.
મળતી માહિતી મુજબ બલુઆ ગામમાં રહેતા અમિત ગુપ્તા, તેમની પત્ની રંજના અને ત્રણ વર્ષનો પુત્ર રેયાંશ રાત્રે એક જ ઓરડામાં સૂતા હતા ત્યારે વહેલી સવારે આશરે ત્રણ વાગ્યે સગીર આરોપીએ તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ઘટનાના સમયે આરોપીના માતા-પિતા અન્ય ઓરડામાં સૂતા હતા.
ચીસોના અવાજ સાંભળીને પિતા દોડી આવેલા હતભાગી પિતાએ ત પાડોશીઓને જાણ કરીને પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી અને આરોપી સગીરને મકાનના ઉપરના માળેથી લોહીથી ખરડાયેલા હથિયાર સાથે ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ
પ્રાથમિક તપાસમાં પરિવારની કરિયાણાની દુકાનને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદની દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને ભય હતો કે થોડા મહિના પહેલાં ગામે પરત આવેલા તેના મોટા ભાઈ અમિત પરિવારના વ્યવસાયનો કબજો સંભાળી લેશે, જેના કારણે બંને વચ્ચે વારંવાર તકરાર થતી હતી. જોકે હત્યાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસે તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.
ઓરડામાં લોહીના ખાબોચિયા
વહેલી સવારે ચીસો સંભળાતા પરિવારજનો દોડી આવ્યા ત્યારે અમિત ગુપ્તા, તેમની પત્ની રંજના અને પુત્ર રેયાંશ ઓરડામાં લોહીના ખાબોચિયામાં પડેલા હતા. પોલીસના જણાવ્યા મુજબ મૃતકોના પિતાએ પોતાના 16 વર્ષીય પુત્રને હાથમાં લોહીથી ખરડાયેલું હથિયાર લઈને ઓરડામાંથી બહાર નીકળતો જોયો હતો. બાદમાં પોલીસને મકાનના ઉપરના માળેથી આરોપી સગીર મળી આવ્યો હતો, જ્યાંથી હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવામાં આવ્યું હતું.
