બિહારમાં મહા ગઠબંધનને કેવો લાગ્યો ઝટકો?
બિહારમાં મહા ગઠબંધનને ઝટકો, કોંગ્રેસ અને રાજદના ૩ ધારાસભ્ય ભાજપમાં જોડાયા
લોકસભાની ચુંટણી પહેલા બિહારમાં કોંગ્રેસ અને રાજદને મોટો ફટકો લાગી ગયો હતો અને મહા ગઠબંધનમાં મોટી તિરાડ પડી ગઈ હતી. કોંગ્રેસ અને રાજદના મળીને કુલ ત્રણ ધારાસભ્યો મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા હતા. એમની બેઠકો ભાજપના નેતાઓ સાથે લાંબા સમયથી ચાલી રહી હતી.
રાજદના મહિલા ધારાસભ્ય સંગીતા દેવી તેમજ કોંગ્રેસના બે ધારાસભ્ય મોરારી પ્રસાદ અને સિદ્ધાર્થ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને રાજદને હજુ પણ મોટા ઝટકા લાગી શકે છે. તેમ માનવામાં આવે છે. હજુ વધુ કેટલાક ધારાસભ્ય પાર્ટીઓ છોડીને ભાજપમાં જાય તેવી ચર્ચા સંભળાઈ રહી છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ભાજપમાં સામેલ થયેલા આ ત્રણેય ધારાસભ્યને લઈને વિધાનસભા પહોંચી ગયા હતા અને બધા આશ્ચર્ય પામી ગયા હતા. જો કે, એમના ભાજપમાં જવાની અટકળો લાંબા સમયથી થઈ રહી હતી અને બેઠકો ચાલી રહી હતી.