Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentનેશનલ

મમતા બેનરજીને કોલકતા હાઇકોર્ટનો ઝટકો

Thu, June 18 2026

વિપક્ષના નેતા પદે ઋતબ્રત યથાવત વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર

બળવાખોર ધારાસભ્યને સ્પીકરે આપેલી માન્યતામાં હાલ કોઈ હસ્તક્ષેપ નહીં; 28 જુલાઈએ  આગામી સુનાવણી

કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે ઋતબ્રત બેનર્જીને અપાયેલી માન્યતા સામે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) દ્વારા કરવામાં આવેલી અરજી પર વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કરતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજકીય ઝટકો લાગ્યો છે. ન્યાયમૂર્તિ કૃષ્ણ રાવે સ્પષ્ટ કર્યું કે અરજદારના પક્ષમાં વચગાળાનો આદેશ આપવા માટે પ્રથમ દૃષ્ટિએ પૂરતો આધાર દેખાતો નથી. પરિણામે સ્પીકર રથિન બસુનો નિર્ણય હાલ યથાવત રહેશે અને ઋતબ્રત બેનર્જી વિરોધપક્ષના નેતા તરીકે કાર્ય કરતા રહેશે.

મમતા બેનર્જીના નજીકના ગણાતા ટીએમસી ધારાસભ્ય શોવનદેબ ચટ્ટોપાધ્યાયે સ્પીકરના નિર્ણયને પડકારતી અરજી કરી હતી. ટીએમસીમાં વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ આંતરિક વિખવાદ ઉભો થયો હતો અને મોટી સંખ્યામાં ધારાસભ્યો બળવાખોર બન્યા હતા. પાર્ટી નેતૃત્વે શોવનદેબ ચટ્ટોપાધ્યાયને વિધાનમંડળ દળના નેતા તરીકે નક્કી કર્યા હતા, પરંતુ ઋતબ્રત બેનર્જીએ 58 ધારાસભ્યોનું સમર્થન મેળવી વિરોધપક્ષના નેતા તરીકે દાવો કર્યો હતો. બાદમાં સ્પીકરે તેમના દાવાને માન્યતા આપી હતી. આ નિર્ણય સામે કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો.

કોર્ટે તમામ પક્ષોને આગામી સુનાવણી પહેલાં સોગંદનામા દાખલ કરવા સૂચના આપી છે. કેસની આગામી સુનાવણી 28 જુલાઈએ હાથ ધરાશે. આ દરમિયાન ઋતબ્રત બેનર્જીનું પદ યથાવત રહેશે.

સ્પીકરને હાઇકોર્ટના તીખા સવાલો

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વિધાનસભાના સ્પીકર રથિન બસુની કાર્યવાહી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે 9 મેના રોજ શોવનદેબ ચટ્ટોપાધ્યાયને વિરોધપક્ષના નેતા તરીકે માન્યતા આપવા ટીએમસી એ આપેલા પત્ર પર કોઈ નિર્ણય કેમ લેવામાં આવ્યો નહીં, જ્યારે 3 જૂને બળવાખોર જૂથ તરફથી મળેલા પત્ર પર તાત્કાલિક કાર્યવાહી કરીને ઋતબ્રત બેનર્જીને માન્યતા આપી દેવામાં આવી. કોર્ટે એ પણ નોંધ્યું કે પ્રથમ રજૂઆતને અવગણવા પાછળ સ્પીકરે કોઈ સ્પષ્ટ કારણ રજૂ કર્યું નથી. બીજી તરફ, શોવનદેબના સમર્થનમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ધારાસભ્યોની સહી બનાવટી હોવાના આક્ષેપો પણ થયા છે, જેને લઈને સીઆઈડી તપાસ ચાલી રહી છે અને આ સમગ્ર વિવાદ હવે રાજકીય તેમજ કાનૂની રીતે વધુ ગંભીર બન્યો છે.

Tags:

breakingnewsCalcuttaHighCourtCourtDecisionCourtRulingCurrentEventsIndianJudiciaryIndianPoliticsJudicialSystemLegalChallengesLegalNewsMamataBanerjeeMamataNewsNewsUpdatePoliticalSetbackPoliticalStrugglesSetbackStatePoliticsWBAdminWestBengalPolitics

Share Article

Other Articles

Previous

છત્તીસગઢ: રેતી ખનનના વિવાદમાં ભાજપના નેતા સહિત ત્રણ લોકોને જીવતા સળગાવાયા

Next

પ્રીતિ ઝિન્ટા ગૂગલ-મેટા સામે કેસ કરી શકશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ઝારખંડ રાજ્યસભામાં NDAની બાજી: ક્રોસ વોટિંગથી પરિમલ નથવાણીનો વિજય
38 મિનિટutes પહેલા
ભારતે હૉકીમાં વિશ્વ ચેમ્પિયન જર્મનીને હરાવ્યું
1 કલાક પહેલા
૧૦ માર્ચથી IPL-૨૦૨૭: ૧૫મેએ ફાઈનલ: આ વખતે પણ ૭૪ મેચ જ રમાશે
1 કલાક પહેલા
રોનાલ્ડોની પોર્ટુગલ ૪૫મા નંબરની ટીમને ન હરાવી શકી !
1 કલાક પહેલા
Categories

નેશનલ

3117 Posts

Related Posts

ગોંડલ રોડ પર પ્લાયવૂડ માથે પડતાં બે માસના બાળકનું મોત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ISROનું ઐતિહાસિક Proba-3 મિશન થયું લોન્ચ, જાણો શું છે તેનો હેતુ ?? શું પરીક્ષણ કરવામાં આવશે ?
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઈએ, PM અદાણીને બચાવી રહ્યા છે : રાહુલ ગાંધીએ ઉઠાવી માંગણી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો રૂ.14 લાખની સહાય
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર