Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

માધવપુર મેળા-૨૦૨૬માં કરોડો રૂપિયાની ગેરરીતિ: વકીલની વડાપ્રધાનને ફરિયાદ

Thu, June 18 2026

સાંસ્કૃતિક વિભાગના જ નિવૃત્ત અધિકારીની એજન્સી દ્વારા રજૂ કરાયેલા રૂા.૩.૯૩ કરોડના કથિત બોગસ બિલને અટકાવવા પોરબંદરના એડવોકેટની માંગ

પોરબંદર જિલ્લાના સુપ્રસિદ્ધ માધવપુર ઘેડ મેળા-૨૦૨૬માં કરોડો રૂપિયાનો કથિત ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે પોરબંદરના એડવોકેટ ભનુભાઈ એન. ઓડેદરાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના કમિશનરને એક સનસનીખેજ લેખિત ફરિયાદ પાઠવી છે. આ ફરિયાદમાં મુખ્યત્વે ૩૦ માર્ચથી ૦૩ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન યોજાયેલા માધવપુર મેળામાં કલાકારોના રહેવા, જમવા અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સંભાળતી એજન્સી દ્વારા રજૂ કરાયેલા રૂ. ૩,૯૩,૯૫,૯૨૧ (ત્રણ કરોડ ત્રાણું લાખ પંચાણું હજાર નવસો એકવીસ) ના તોતિગ બિલને પડકારવામાં આવ્યું છે. એડવોકેટનો ગંભીર આક્ષેપ છે કે જે કામ માત્ર ૫૦ લાખ રૂપિયા જેટલા ખર્ચમાં આસાનીથી થઈ શકે તેમ છે, તેનું આટલું મોટું બોગસ બિલ મંજૂર કરાવવા માટે મોટા પાયે સરકારી બાબુઓની મિલીભગતથી ગેરરીતિ આચરવામાં આવી છે.

આ પણ વાંચો: ચિટીંગ અને વિશ્વાસઘાતના ગુનામાં રાજકોટ જેલના તત્કાલીન ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ નિદોર્ષ

આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે એજન્સીને આ કોન્ટ્રાક્ટ અપાયો છે તે `સ્ટેવેલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ’ અન્ય કોઈની નહીં પરંતુ યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગમાંથી જ નિવૃત્ત થયેલા અધિકારી નીરવ મુનશીની છે. વકીલે આક્ષેપ કર્યો છે કે નીરવ મુનશીએ વિભાગના વર્તમાન અધિકારીઓ સાથે સાંઠગાંઠ રચીને આ ટેન્ડર મેળવ્યું હતું અને આ સંદર્ભે ગત ૧૦ એપ્રિલ ૨૦૨૬ના બિલનું પેમેન્ટ તાત્કાલિક અટકાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.

ભ્રષ્ટાચારની આ વણથંભી વણઝાર માત્ર વ્યવસ્થાપન પૂરતી સીમિત નથી, પરંતુ કલાકારોને ચૂકવવામાં આવતી રકમમાં પણ ભારે વિસંગતતાઓ હોવાનું પત્રમાં જણાવાયું છે. લોકડાયરાના જે સામાન્ય કલાકારો બે લાખ રૂપિયા લેતા હોય છે, તેમના નામે લાખો રૂપિયાની વધુ ચૂકવણી દર્શાવવામાં આવી છે. ફરિયાદમાં ટાંકવામાં આવેલા આંકડાઓ મુજબ, અલ્પાબેન પટેલ (લોકડાયરો) ને રૂ. ૪,૪૨,૫૦૦, રાજભા ગઢવીને રૂ. ૩,૫૦,૦૦૦ અને ગીતાબેન રબારીને રૂ. ૫,૯૦,૦૦૦ જેવી માતબર રકમોના બિલો રજૂ કરાયા છે. આ ઉપરાંત વણઝારા આદિવાસી નૃત્ય માટે રૂ. ૩,૩૨,૬૪૦ અને અન્ય ખર્ચાઓ પણ શંકાના ઘેરામાં છે. પ્રજાના ટેક્સના પરસેવાની કમાણી મેળાના નામે વેડફાઈ રહી છે અને જો આ બોગસ બિલો ચૂકવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી ચૂકવણું કરનાર અધિકારીઓની રહેશે તેવી સ્પષ્ટ ચીમકી વકીલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આ કથિત ગોલમાલના તાર અન્ય વિભાગો સુધી પણ પહોંચતા હોવાની શંકા છે. ગુજરાત પ્રવાસન વિભાગ, ગાંધીનગર અને માર્ગ-મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત – પોરબંદર) પાસે માહિતી માંગવા છતાં કોઈ વિગતો અપાઈ નથી, જે પ્રકરણમાં કંઈક મોટું રંધાઈ રહ્યું હોવાની શંકા દ્રઢ કરે છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા બેનર, મંડપ અને ગ્રાઉન્ડ લાઈટિગ વગેરે માટે રોક્ષી ઈલેક્ટ્રોનિક્સ’ને રૂ. ૩૦ લાખથી વધુનું બિલ અન્ય કામો દર્શાવીને ચૂકવવાની પેરવી ચાલી રહી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. અંતમાં, એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ સરકાર સમક્ષ ભારપૂર્વક માંગ કરી છે કે જ્યાં સુધી નિવૃત્ત અધિકારી નીરવ મુનશી અને તેમની એજન્સી સામે કોઈ તટસ્થ એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ન થાય, ત્યાં સુધી આ તમામ પેમેન્ટ તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે, જેથી સરકારી તિજોરીને થતું કરોડોનું નુકસાન અટકાવી શકાય.

Tags:

AccidentAwarenessAdvocacyCommunityAdvocacyConsumerRightsCrashWorthCroresCroresLostLawyerComplaintLegalActionLegalRightsMadhavpurMadhavpurEventMadhavpurMela2026Mela2026PrimeMinisterAppealProtectLivesPublicSafetyRaiseAwarenessRoadSafetyStopRoadAccidents

Share Article

Other Articles

Previous

હેવાન પિતા સગી પુત્રીનો સતત ત્રણ વર્ષથી દેહ ચૂંથતો રહ્યો

Next

ચિટીંગ અને વિશ્વાસઘાતના ગુનામાં રાજકોટ જેલના તત્કાલીન ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ નિદોર્ષ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગ પર આરોગ્ય મંત્રીનું કડક વલણ
20 મિનિટutes પહેલા
NEET વધુ એકનો ભોગ લીધો: અમદાવાદમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત
3 કલાક પહેલા
હેવાન પિતા સગી પુત્રીનો સતત ત્રણ વર્ષથી દેહ ચૂંથતો રહ્યો
3 કલાક પહેલા
માધવપુર મેળા-૨૦૨૬માં કરોડો રૂપિયાની ગેરરીતિ: વકીલની વડાપ્રધાનને ફરિયાદ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3112 Posts

Related Posts

આજે ભાજપ-કોંગ્રેસના ૭૨ કોર્પોરેટરો ભજવશે નાટક’ !
રાજકોટ
2 વર્ષ પહેલા
ઇરાન પર ઇઝરાયેલનો હુમલો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અમે સ્વર્ગ જોવા આવ્યા હતા પણ…હવે કદી કાશ્મીર નહી આવીએ : પ્રવાસીઓએ વર્ણવી ભયાનકતા
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજસ્થાનના ચૌમુનમાં મસ્જિદની બહાર પથ્થર હટાવવાને લઈને બબાલ: મધ્યરાત્રિએ પથ્થરમારો અને લાઠીચાર્જ
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર