ચિટીંગ અને વિશ્વાસઘાતના ગુનામાં રાજકોટ જેલના તત્કાલીન ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ નિદોર્ષ
ઉપરોક્ત કેસની વિગત જોવામાં આવે તો, રાજકોટના ચકચારી ૨૦૧૮ના જેલના ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ અરવિદભાઈ કરસનભાઈ સોલંકીની સામે જેલના કેદીઓના મનીઓર્ડર મારફત આવેલ રૂપિયા ઓળવી જવાની અને તેમજ વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ તે સમયના જેલના તત્કાલીન જેલર વી.ડી. વ્યાસ સાહેબ દ્વારા પ્રધુમન નગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ. અને જે તે સમયે આરોપી સરકારી નોકરિયાત હોઈ અને જેલ ખાતે ફરજ બજાવી રહેલ હોઈ કોર્ટ દ્વારા આગોતરા જમીન મંજુર કરવામાં આવેલ હતા.
ચાર્જશીટ થતા આરીપી દ્વારા પોતે નિર્દોષ છે તેવી દલીલ રજુ કરવામાં આવેલ અને આરોપી દ્વારા ડીસ્ચાર્જ અરજી કરવામાં આવેલ જે નામંજૂર થતા આરોપી દ્વારા ગુનો કબૂલ નથી તેવી કબુલાત આપીને કેસ શરુ કરવામાં આવેલ.
આ પણ વાંચો: ભાગીદારે `દગો’ કરતા ૨૧ વર્ષીય યુવકની દસમા માળેથી મોતની છલાંગ
કેસ ચાલી જતા તેમાં પુરાવા લેવાતા તેમજ વિવિધ સાહેદ અને સાક્ષી ઓ ને તપાસતા તેમજ અલગ અલગ જેલ કમિટી ઓના સતાધીશોને પણ તપાસેલ જેમાં અમદાવાદ, ગાંધીધામ, વડોદરા જેલના જેલર તેમજ તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર પ્રધુમન નગર પોલીસ સ્ટેશન નો શામેલ થાય છે. આ કામે સરકાર પક્ષે ૨૯ સાહેદ તેમજ સાક્ષી ઓ સરકાર પક્ષે જુબાની આપવામાં આવેલ અને ચાર્જશીટમાં રજુ થયેલ. જે તમામને કોર્ટ દ્વારા રજુ રાખવામાં આવેલ અને તેમાં એડવોકેટ હેમંત શેઠ દ્વારા જુબાની અને ઉલટ તપાસ લેવામાં આવેલ.
તમામ સાક્ષી અને સાહેદોને તપસ્યા બાદ નાદાર કોર્ટમાં બંને પક્ષોની દલીલ રજુ કરી તેમજ હાઇકોર્ટ તેમજ સુપ્રીમકોર્ટના વિવિધ ચુકાદાઓ પણ રજુ કરેલ જેને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપી રાજકોટના ઓફીસ સુપ્રીતેન્ડેનટ અરવિદભાઈ કરસનભાઈ સોલંકીને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવેલ તદઉપરાંત કોર્ટ દ્વારા આરોપીના રોકાયેલા પ્રોવિડન્ડ ફંડ ગ્રેચ્યુટી, પેન્શન પણ રીલીઝ કરવાનો હુકમ કરવામાં આવેલ. આ કામે રાજકોટના એડવોકેટ હેમંત એમ. શેઠ, અલ્પ જે. પેઢડીયા તેમજ સહાયક તરીકે પ્રેક્ષા એચ. શેઠ રોકાયેલા હતા.
