Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતનેશનલ

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું

Sat, August 1 2026

ડાકઘરોમાં મળશે ‘વોટર-રેઝિસ્ટન્ટ’ ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સ, વરસાદમાં પણ રાખડી પહોંચશે સુરક્ષિત

રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. -બહેનના અતૂટ સ્નેહના પ્રતિકરૂપ રાખડીને સુરક્ષિત, આકર્ષક અને સમયસર તેના ગંતવ્ય સુધી પહોંચાડવાના હેતુથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ  કૃષ્ણ કુમાર યાદવે ડિઝાઇનર રાખડી કવર તથા રાખડી ગિફ્ટ બોક્સના વેચાણ માટે જારી કર્યું. આ વિશેષ રાખડી કવર અને રાખડી ગિફ્ટ બોક્સ ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ તેમજ દૂરદરાજના ગામોમાં આવેલી બ્રાંચ પોસ્ટ ઓફિસમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટરો પર પણ તેનું વેચાણ કરવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ  કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ત્રણ અલગ-અલગ આકર્ષક ડિઝાઇનમાં ઉપલબ્ધ આ રાખડી કવર વોટર રેઝિસ્ટન્ટ (પાણી પ્રતિરોધક) છે, જેથી વરસાદના સંપર્કમાં આવવા છતાં તે ખરાબ નહીં થાય. 11 સે.મી. × 22 સે.મી. કદના આ રાખડી કવરની કિંમત માત્ર ₹10 છે, જે પોસ્ટેજ ચાર્જ સિવાય છે. આ ઉપરાંત 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોગ્રામ ક્ષમતાના ત્રણ અલગ-અલગ કદના રાખડી ગિફ્ટ બોક્સ પણ પોસ્ટ ઓફિસના કાઉન્ટરો પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેની કિંમત અનુક્રમે ₹35, ₹40 અને ₹50 રાખવામાં આવી છે. આ ગિફ્ટ બોક્સ દ્વારા રાખડીની સાથે મીઠાઈ, ભેટવસ્તુઓ અને અન્ય ઉપહારો પણ ભારતીય પોસ્ટ પાર્સલ સેવા મારફતે દેશ તેમજ વિદેશમાં સરળતાથી મોકલી શકાય છે.

આ પણ વાંચો: રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તા. 02 ઓગસ્ટ ને રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલત્વી રખાયો

રાખડી કવર અને ગિફ્ટ બોક્સની આકર્ષક ડિઝાઇનમાં ભારતીય પોસ્ટનો લોગો તેમજ રક્ષાબંધનની પરંપરાગત ભાવનાને ઉજાગર કરતાં રાખડી, પુષ્પ, પૂજા થાળ અને -બહેનના સ્નેહસભર સંબંધનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. રંગીન અને વિશિષ્ટ ડિઝાઇનને કારણે આ રાખડી કવર અને બોક્સ અન્ય પોસ્ટ અને પાર્સલથી સરળતાથી અલગ ઓળખી શકાય છે, જેના કારણે સોર્ટિંગમાં સમયની બચત થશે અને રક્ષાબંધન પહેલાં સમયસર વિતરણ કરવામાં પણ સરળતા રહેશે. રાખડી પોસ્ટના વિશેષ બુકિંગ ઉપરાંત નેશનલ સોર્ટિંગ હબ અને પાર્સલ હબ ખાતે ઝડપી સોર્ટિંગની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત, ઇન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા દ્વારા વિદેશમાં પણ સસ્તા દરે રાખડી મોકલવાની સુવિધા ઉપલબ્ધ છે.

પોસ્ટમાસ્ટર જનરલ  કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બહેનોને રાખડી મોકલવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદના શાહીબાગ સ્થિત સ્પીડ પોસ્ટ ભવનના નેશનલ સોર્ટિંગ હબ, મણિનગર રેલવે સ્ટેશન, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, હિંમતનગર અને મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ તેમજ રેલવે મેઇલ સર્વિસ ના કાઉન્ટરો ઉપરાંત ગુજરાતમાં રાજકોટ, સુરત અને વડોદરા સ્થિત રેલવે મેઇલ સર્વિસ ના કાઉન્ટરો પર 24 કલાક પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમદાવાદ જીપીઓ, બિઝનેસ ડેવલપમેન્ટ સેલ, માણેકબાગ પોસ્ટ ઓફિસ, રેલવેપુરા પોસ્ટ ઓફિસ, ડીસા મુખ્ય ડાકઘર, પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસ, કલોલ મુખ્ય ડાકઘર અને પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં પણ સાંજે 8:00 વાગ્યા સુધી પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે.

Tags:

CulturalHeritageFestiveSeasonGiftOfLoveIndianFestivalsIndiaPostKrishnaKumarYadavPhilatelyPostalServicesPostmasterGeneralRakhi2023RakhiBoxRakhiCelebrationRakhiSpecialRakhiTraditionSpecialRakhiCover

Share Article

Other Articles

Previous

ધરતીના ધણી મેહુલીયાએ એક જ માસમાં 32 તાલુકાને ધરવી દીધા: સિઝનનો 100 ટકા વરસાદ

Next

રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તા. 02 ઓગસ્ટ ને રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલત્વી રખાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
Ghosting, Breadcrumbing… પ્રેમની દરેક મૂંઝવણ માટે નવું નામ, મજેદાર છે Gen-Zની ડેટિંગ ડિક્શનરી!
15 કલાક પહેલા
UPના લખનઉમાં યુવકે મોબાઈલની EMI નહીં ભરતા લોહી કાઢી લીધું..!!
18 કલાક પહેલા
કેકેવીથી મહિલા અંડરબ્રિજ તરફ જતા ફક્ત એક યુ ટર્ન `કોટેચા ચોક’
21 કલાક પહેલા
ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
21 કલાક પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

દેશના કયા રાજ્યમાં મેઘતાંડવ ? કેટલાના મોત ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અરજદારોને કચેરીમાં ‘ફોગટફેરા’ કરાવતી રાજકોટ મનપા : કાર્યક્રમ યોજવામાં ઉસ્તાદ મહાપાલિકા લોકોને સામાન્ય સુવિધા આપવામાં વામન
ગુજરાત
9 મહિના પહેલા
દીલ્હીમાં પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટ ખફા, કહ્યું; બધુ કાગળ પર જ થઈ રહ્યું છે
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટમાં રામ પધાર્યા : હજારો દીવડાઓથી થઇ મહાઆરતી
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર