બહુમાળી ભવન ચોક ખાતે આજે શિક્ષકોના ધરણાં
ઝઊઝ સહિતના મુદ્દે શિક્ષક એક્તાના મહાસંકલ્પ માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનો મહાપ્રયાસ
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે શિક્ષકોના ટેટ સહિતના પ્રશ્નોને લઈને બપોરે ૩થી ૫-૩૦ દરમિયાન બહુમાળી ચોક ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાનાર છે. આ તકે સંઘે શિક્ષકોને આહ્વાન કરતા કહ્યું છે કે, આજે પ્રશ્ન માત્ર ઝઊઝનો નથી, પ્રશ્ન માત્ર વર્ષ ૨૦૧૦ પૂર્વે નિયુક્ત થયેલા શિક્ષકોનો પણ નથી, પ્રશ્ન છે સમગ્ર શિક્ષક સમાજના સ્વાભિમાનનો… પ્રશ્ન છે.
આ પણ વાંચો: મવડીમા એકલવાયા જીવનથી કટાળી આધેડનો આપઘાત
આપણી નોકરીની સુરક્ષાનો… પ્રશ્ન છે આપણા અધિકારો અને ભવિષ્યનો આજે જો આપણે મૌન રહીશું તો આવતીકાલે કોઈ પણ નવી શરત, નવી પરીક્ષા કે નવો વિવાદ શિક્ષક સમાજ પર લાદવામાં આવશે. આજે જે પ્રશ્ન આપણા કેટલાક સાથી શિક્ષકો સામે ઉભો થયો છે, તે આવતીકાલે સમગ્ર શિક્ષક સમાજ સામે ઉભો થઈ શકે છે તેથી જ આજે ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનાર આ ધરણા કાર્યક્રમ કોઈ વિરોધનું મંચ નથીઆ શિક્ષક એકતાનો મહાસંકલ્પ છે.
આ કાર્યક્રમ કોઈ વ્યક્તિ, કોઈ સંગઠન કે કોઈ હોદ્દાની લડાઈ નથી… આ આપણા સૌના હક્ક, સન્માન અને ભવિષ્યની લડાઈ છે. આથી રાજકોટ જિલ્લાના સર્વે સંવર્ગના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ઇંઝઅઝ, ઈછઈ ઈઘ, ઇછઈ ઈજ્ઞ તથા શિક્ષણ સાથે સંકળાયેલા તમામ શિક્ષક મિત્રોને હૃદયપૂર્વક અપીલ છે કે સંગઠન, વિચારધારા અને વ્યક્તિગત મતભેદો ભૂલીને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિક્ષક એકતાનો શક્તિશાળી સંદેશ આપશો. આજે એક દિવસની હાજરી લાખો શિક્ષકોના ભવિષ્ય માટે આશાનું કિરણ બની શકે છે. તેથી બપોરે ૩થી ૫-૩૦ દરમિયાન પ્રેસ મીડિયા હાઉસ, સરદાર પટેલ સાહેબની પ્રતિમા સામે, ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ, બહુમાળી ભવન ચોક ખાતે ઉપસ્થિત રહેવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે અપીલ કરી છે.
