Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

તૃણમૂલના બળવાખોરોનું ‘નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી’ માં વિલય થવું શું એ નાટક છે?

Tue, June 16 2026

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માંથી છેડો ફાડીને બહાર આવેલા બળવાખોરોએ સીધા ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાના બદલે ‘નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી’ નામની એક નવી જ છાવણીમાં આશરો લીધો છે. સપાટી પરથી આ કોઈ નાની રાજકીય ઉથલપાથલ લાગે, પણ વાસ્તવમાં આ ભારતીય રાજકારણમાં શરૂ થયેલી ‘પોલિટિકલ પ્રોક્સી-વોર’ અને ‘પાર્કિંગ લોટ’ની એક નવી અને અત્યંત ખતરનાક પેટર્ન છે.

ભારતીય રાજકારણમાં હવે પક્ષપલટો કરવાની અને બળવો કરવાની આખી મોડસ ઓપરેન્ડી બદલાઈ ગઈ છે. પહેલા એવું હતું કે કોઈ નેતા પોતાની માતૃસંસ્થાથી નારાજ થાય, એટલે રાજીનામું આપીને સીધો વિરોધ પક્ષમાં જોડાઈ જતો. પણ હવે મતદાતાઓ જાગૃત થયા છે અને ‘આયારામ-ગયારામ’ વાળા નેતાઓને ચૂંટણીમાં પાડી દે છે. આ ઉપરાંત એન્ટી-ડિફેક્શન લો (પક્ષાંતર વિરોધી ધારો) ની કાનૂની ગૂંચવણો પણ હોય છે.  આ સંજોગોમાં, પશ્ચિમ બંગાળમાં એક નવી જ રાજકીય લેબોરેટરી શરૂ થઈ છે. TMC ના બળવાખોરોએ એક તદ્દન નવા પ્લેટફોર્મ—’નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી’—સાથે હાથ મિલાવ્યા છે.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન શાંતિ કરારથી ભારતને કેટલોક ફાયદો થશે?

૧. ‘પોલિટિકલ પાર્કિંગ લોટ‘: ડાયરેક્ટ એન્ટ્રી નહીં, વાયા-વાયા ચલકચલાણું!

રાજકીય પંડિતો આ નવી સ્ટ્રેટેજીને ‘પોલિટિકલ પાર્કિંગ લોટ’ કહે છે. જ્યારે કોઈ મોટો પ્રાદેશિક નેતા પોતાની પાર્ટી છોડે છે, ત્યારે તે તરત જ કોઈ રાષ્ટ્રીય પક્ષ (જેમ કે ભાજપ) માં સીધો નથી ભળતો, કારણ કે જો તે એવું કરે તો તેના પોતાના વફાદાર મતદાતાઓ તેને ‘ગદ્દાર’ માની લે છે.

એટલે એક વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે છે. આવા નેતાઓને ‘નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી’ જેવા રૂપકડા અને રાષ્ટ્રવાદી નામ ધરાવતા નવા પક્ષમાં ‘પાર્ક’ કરવામાં આવે છે. આ એક એવો ટ્રાન્ઝિટ કેમ્પ છે, જ્યાં રહીને તેઓ મમતા બેનર્જી સરકારની આકરી ટીકા કરી શકે, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ બતાવી શકે, અને સાથે જ ભાજપ કે કોંગ્રેસના ઈશારે પરોક્ષ રીતે કામ પણ કરી શકે. એટલે કે, બંદૂક બળવાખોરના ખભા પર અને નિશાન કોઈ મોટા રાષ્ટ્રીય પક્ષનું!

૨. ચૂંટણી જીતવા નહીં, હરાવવા માટેનો ખેલ

કોઈ પણ નવી પાર્ટી જ્યારે રાતોરાત બને અથવા લાઈમલાઈટમાં આવે, ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી જીતવાનો કે મુખ્યમંત્રી બનવાનો હોતો જ નથી. આ ‘સ્પોઈલર’ પાર્ટીઓ છે.

પશ્ચિમ બંગાળમાં TMC ની વોટબેન્ક ખૂબ જ મજબૂત છે. જો બળવાખોરો સીધા વિપક્ષમાં જાય, તો કદાચ TMC ના કમિટેડ વોટર્સ તેમની સાથે ન જાય. પણ જો તેઓ એક નવો ‘સ્વતંત્ર’ વિકલ્પ આપે, તો તેઓ TMC ના એવા મતો કાપી શકે છે જેઓ મમતા બેનર્જીથી નારાજ છે, પણ હજુ ભાજપ કે કોંગ્રેસને વોટ આપવા તૈયાર નથી. આને યુપી-બિહારની ભાષામાં ‘વોટ-કટવા’ (મતો કાપનારી) રાજનીતિ કહેવાય છે.

૩. પ્રાદેશિક પક્ષોની સરમુખત્યારશાહી અને સેકન્ડ લાઈનનું ફ્રસ્ટ્રેશન

પશ્ચિમ બંગાળમાં TMC હોય, યુપીમાં સમાજવાદી પાર્ટી હોય કે ઓડિશામાં BJD હોય—આ તમામ પાર્ટીઓ ‘વન મેન/વુમન શો’ બની ગઈ છે. પાર્ટીના સુપ્રીમો જ સર્વેસર્વા હોય છે અને તેમાં આંતરિક લોકશાહી સાવ શૂન્ય હોય છે. જ્યારે સેકન્ડ લાઈનના નેતાઓને લાગે છે કે તેમને કોઈ જ મહત્ત્વ નથી મળી રહ્યું અને હાઈકમાન્ડ તેમના અસ્તિત્વને ખતમ કરી રહ્યું છે, ત્યારે બળવો ફાટી નીકળે છે.

૪. ‘નાગરિકતા‘ અને ‘રાષ્ટ્રવાદ‘ ના નામે ઈમોશનલ બ્લેકમેલ

જ્યારે કોઈ નેતા ભ્રષ્ટાચાર કે સત્તાની ભૂખ માટે પાર્ટી બદલે છે, ત્યારે તે પ્રજા સમક્ષ પોતાનો બચાવ કરવા માટે આવા ભારેખમ શબ્દોનો સહારો લે છે – ‘નેશનાલીઝમ’. બળવાખોરો પ્રજાને એવું સમજાવવાનો પ્રયાસ કરે છે કે તેઓ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પણ ‘બંગાળના નાગરિકોના અધિકારો’ અને ‘રાષ્ટ્રવાદ’ ની રક્ષા માટે જૂની પાર્ટી છોડી રહ્યા છે. આ શબ્દોની પાછળ રમાતી સત્તાની સાઠગાંઠ સામાન્ય મતદાતા પકડી શકતો નથી અને ઈમોશનલ ટ્રેપમાં ફસાઈ જાય છે.

લોકશાહીમાં ‘ડિકોય‘ (Decoy) પાર્ટીઓનું દૂષણ

યુદ્ધમાં દુશ્મનને ગેરમાર્ગે દોરવા માટે લાકડાની કે નકલી ટેન્ક (Decoy) ઊભી કરવામાં આવે છે, જેથી દુશ્મન સાચા નિશાનને બદલે નકલી નિશાન પર હુમલો કરે. ભારતના રાજકારણમાં હવે આવી ‘ડિકોય પાર્ટીઓ’ નો યુગ શરૂ થયો છે. TMC ના બળવાખોરોનું આ નવું પ્લેટફોર્મ એ જ રણનીતિનો હિસ્સો છે. આ કોઈ વૈચારિક ક્રાંતિ નથી, પણ એક અત્યંત સુનિયોજિત અને ગણતરીપૂર્વકનો ખેલ છે. પ્રજાએ સમજવાનું છે કે આ નવી બોટલમાં જુનો દારો વેચાવા મુક્યો છે.

Tags:

ChangingAlliancesCitizensPartyCurrentAffairsDemocracyInIndiaIndianPoliticsIndiaPoliticsMergerDramaNationalistCitizensPartyPartyMergerPoliticalAnalysisPoliticalDramaPoliticalMergerPoliticalShiftsRebelPoliticsRevolutionaryPoliticsTMCTMCRebelsTrinamoolRebels

Share Article

Other Articles

Previous

રૂા.૨૭૦ની થાળી વેચતા `બાલાજી થાળ’માંથી ધનેડાવાળો લોટ પકડાયો

Next

અમેરિકા-ઈરાન શાંતિ કરારથી ભારતને કેટલોક ફાયદો થશે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હમણા જરૂર નથી: નવી સાઉથ ઝોન-સેન્ટ્રલ ઝોન કચેરીના નિર્માણને `બ્રેક’
1 કલાક પહેલા
મહાશક્તિઓનો મહાકુંભ;  G7 સમિટમાં મોદી -ટ્રમ્પ વચ્ચે મુલાકાત
1 કલાક પહેલા
ઈમ્પેક્ટ ફી ભરી મિલકત કાયદેસર કરાવવાની મુદ્દતમાં સાતમી વખત વધારો
2 કલાક પહેલા
જેણે અનેક આગને કાબૂ’માં લીધી તે ફાયર ફાઈટર હવેભંગાર’માં વેચાશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3101 Posts

Related Posts

અમેરિકામાં ગુજરાતના ઉદ્યોગપતિ અને મોટેલોના માલિક હેમંત મિસ્ત્રીની હત્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લોસ એન્જેલસમાં ફરી ભિષણ આગ ભભૂકી : 8 હજાર એકરથી વધુ જંગલ બળીને ખાક, 31000 લોકોનું ફરજિયાત સ્થળાંતર
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ગણેશ જાડેજાના સમર્થનમાં આજે ૮૪ ગામો પાળશે સજ્જડ બંધ
રાજકોટ
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના કીસ્તવાડમા જવાનો સાથેના ગોળી યુદ્ધમાં 3 આતંકવાદીઓ ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર