અમરેલીમાં સિંહણનો નરભક્ષી હુમલો: વતન જવા નીકળેલા યુવકને ફાડી ખાધો
અમરેલીના રાજુલા તાલુકામા મળ્યા
સવારે સ્થાનિકોને ઘટનાની જાણ થતાં વનવિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ. તપાસ દરમિયાન યુવકના શરીરના માત્ર ખોપરી અને હાડકાંના અવશેષો જ મળી આવ્યા. આ દ્રશ્ય જોઈને સ્થાનિકો અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. પોલીસે અવશેષો કબજે કરીને પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: NEET લીક રોકવા કેન્દ્રનો સર્જિકલ સ્ટ્રાઈક: ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ
વનવિભાગ એલર્ટ, સિંહણની શોધખોળ
આ હુમલા બાદ સિંહણ નરભક્ષી બની હોવાની દહેશત સેવાઈ રહી છે. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને સર્ચ ઓપરેશન શરૂ કરાવ્યું છે. હિંસક બનેલી સિંહણને ટ્રેક કરવા માટે કેમેરા ટ્રેપ, પગલાં અને સ્થાનિકોની મદ લેવાઈ રહી છે. તેને ઝડપી પાંજરે પૂરવા માટે વનવિભાગની ટીમો ચક્રો ગતિમાન કરી રહી છે.
આસપાસના ગામોમાં ભયનો માહોલ
કોવાયા અને આસપાસના સીમ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને મોડી રાત્રે કે વહેલી સવારે ખેતરે જતા ખેડૂતો-મજૂરોને સાવધાની રાખવા સૂચના અપાઈ છે. વનવિભાગે લોકોને એકલા નીકળવા અને અવાજ કરીને ચાલવાની સલાહ આપી છે.
સિંહ-માનવ સંઘર્ષની આ ઘટનાએ ફરી એકવાર જંગલ-ગામના સીમાડે સુરક્ષાના પ્રશ્નો ઉભા કર્યા છે. વનવિભાગની આગામી કાર્યવાહી પર હવે સૌની નજર રહેશે.
