કુમકુમ ભાગ્ય સિરિયલથી જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ કર્યો આપઘાત
ટીવી અને ફિલ્મ જગતમાંથી હચમચાવી દેનારા સમાચાર. માત્ર 30 વર્ષની વયે અભિનેત્રી સંચિતા ઉગલેએ 14 જૂન 2026ના રોજ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ‘કુમકુમ ભાગ્ય’ની દિયા ટંડનથી લઈને વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ની તારાબાઈ સુધી, સંચિતાએ ટૂંકા સમયમાં જ દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. ગઈકાલે સાંજે નાલાસોપારાના અચોલે વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. મોતનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે, પોલીસ તપાસ ચાલુ છે.
મનોરંજન જગતની ઉભરતી કલાકાર સંચિતા ઉગલેના અવસાનના સમાચારથી સહ-કલાકારો અને ચાહકો હેબતાઈ ગયા છે. થોડા સમય પહેલાં જ તેણે સોશિયલ મીડિયા પર ખુશખુશાલ રીલ શેર કરી હતી, જેના કારણે આ સમાચાર વધુ દુઃખદ બની ગયા.
આ પણ વાંચો: રાજકોટના પિઝા શોખીનો ચેતજો! PAPA LOUIE’S માંથી ઝડપાયો અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો
ટીવીથી બોલિવૂડ સુધીની સફર
સંચિતા ઉગલે ‘કુમકુમ ભાગ્ય’માં ‘દિયા ટંડન’ના પાત્રથી ઘર-ઘરમાં જાણીતી બની હતી. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે આ શો તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યારબાદ ‘વાગલે કી દુનિયા’માં રુચિતા જેટલી અને ‘દિલવાલી દુલ્હા લે જાયેગી’માં સોરાબ બેદી સાથે ‘સુફૂન’ના લીડ રોલથી તેને વ્યાપક લોકપ્રિયતા મળી. મોટા પડદા પર તેણે વિકી કૌશલની ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’માં છત્રપતિ સંભાજી મહારાજના પરિવારની તારાબાઈનું અગત્યનું પાત્ર ભજવીને છાપ છોડી હતી.
નાલાસોપારામાં બનેલી ઘટના
સંચિતા મુંબઈ નજીક નાલાસોપારાના અચોલે પોલીસ સ્ટેશન હદમાં રહેતી હતી. 14 જૂનના રોજ સાંજે 6:30 થી 7:30 વાગ્યાની વચ્ચે આ દુઃખદ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અચોલે પોલીસે BNS કલમ 194 હેઠળ અકસ્માત મોત ADR નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઇડ નોટ મળી નથી. પોલીસ પરિવારજનો અને નજીકના લોકોના નિવેદન લઈને કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
ટીવી જગતમાં શોક
સંચિતાના આકસ્મિક નિધનથી ‘કુમકુમ ભાગ્ય’, ‘વાગલે કી દુનિયા’ના સેટથી લઈને બોલિવૂડ સુધી શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સહ-કલાકારો સોશિયલ મીડિયા પર તેને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
જો તમે અથવા તમારા કોઈ નજીકના વ્યક્તિ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હોય, તો કૃપા કરીને કોઈ ડૉક્ટર કે કાઉન્સેલર સાથે વાત કરો. મદ માટે તમે ટેલી-માનસ હેલ્પલાઇન 14416 પર 24×7 ફ્રી કોલ કરી શકો છો. તમારી વાત સાંભળવા માટે કોઈને કોઈ હંમેશા તૈયાર છે.
