Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજ્ય સરકારની નવી સૂચિત ઔદ્યોગિક નીતિ: અલ્ટ્રા મેગા કેટેગરી અને પ્રોજેક્ટ THRIVE લોન્ચ થશે

Wed, June 10 2026

ખાનગી ઔદ્યોગિક વસાહત માટેનો રસ્તો ખુલ્યો : સરકાર કરી શકે છે જાહેરાત

-શહેરી વિસ્તારના ૧૦ એકમો સાથે મળીને શહેરથી થોડે દૂર વસાહત સ્થાપી શકશે -શહેરી વિસ્તારોને પ્રદુષણ મુક્ત કરવાનો હેતુ

ગુજરાત સરકાર આગામી બે અઠવાડિયામાં પોતાની નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી શકે છે. .સરકાર ખાસ કરીને આ નવી નીતિમાં ખાનગી ઔદ્યોગિક વસાહતને પ્રોત્સાહન આપતી જાહેરાત કરી શકે છે. આ નવી નીતિમાં કેટલીક નવી એસઓપી પણ હશેસુત્રોના જણાવ્યા અનુસાર, આ એસ.ઓ.પી. માં  અલ્ટ્રા મેગા નામની એક નવી કેટેગરી ઉમેરવામાં આવશે,  પોલિસી ડ્રાફ્ટ અનુસાર, થ્રસ્ટ સેક્ટર્સના એકમો જેમાં ઓછામાં ઓછું રૂ. 10,000 કરોડનું રોકાણ હોય અને જે ઓછામાં ઓછા 3000 લોકોને રોજગારી પૂરી પાડતા હોય તેવી એકમોનો સમાવેશ કરાશે.  સરકાર દ્વારા સૂચિત નીતિમાં થ્રસ્ટ સેક્ટર્સની સંખ્યા વર્તમાન 9 થી વધારીને 16 કરવામાં આવી છે. ડ્રાફ્ટમાં વધુમાં જણાવાયું છે કે, દર વધારાના રૂ. 5000 કરોડના રોકાણ માટે વધારાના 500 લોકોને રોજગારી આપવી ફરજિયાત રહેશે.

આગામી ઔદ્યોગિક નીતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા ઉદ્યોગોને શહેરી વિસ્તારની બહાર સ્થળાંતર કરવા પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વાકાંક્ષી યોજના પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ સ્કીમનું નામ પ્રોજેક્ટ THRIVE (Transition for Harmonized Relocation and Inclusive Vibrant Economy) રાખવામાં આવ્યું છે, જે સ્થળાંતરને સરળ બનાવવા માટે નાણાકીય પ્રોત્સાહનો, નિયમોમાં છૂટછાટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પૂરો પાડશે.

આ પણ વાંચો: ઝુકરબર્ગ-અંબાણીની જુગલબંધીથી ભારતમાં બનશે મેટાનું પહેલું સુપર ડેટા સેન્ટર!

સૂચિત માળખા હેઠળ, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કાર્યરત ઓછામાં ઓછા 10 ઔદ્યોગિક એકમો સાથે મળીને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ની હદ બહાર ખાનગી ઔદ્યોગિક વસાહત સ્થાપી શકે છે. વ્યક્તિગત એકમો પણ સ્વતંત્ર રીતે સ્થળાંતર કરવા પાત્ર રહેશે અને આવા પ્રોજેક્ટ્સને ઝડપી મંજૂરીઓ આપવામાં આવશે.

સ્થળાંતરિત થયેલા એકમોને સરકારી પ્રોત્સાહનોના હેતુ માટે “નવા એકમો” તરીકે ગણવામાં આવશે, જેથી તેઓ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (FCI) ના તમામ લાભો મેળવી શકશે.  સ્થળાંતર પછી 6 મહિના માટે કર્મચારી દીઠ દર મહિને રૂ. 5000 ની વેતન સહાય સબસિડી આપવામાં આવશે.  જો GIDC હાલની વસાહતમાંથી ઉદ્યોગોને ખસેડવા માટે નવી વસાહત સ્થાપશે, તો રાજ્ય સરકાર વિકાસ ખર્ચના 50% રીઇમ્બર્સ (પરત) કરશે. આનો  સૌથી મોટો ફાયદો એ થશે કે GIDC આવી વસાહતો માટે સામૂહિક  પર્યાવરણીય મંજૂરી મેળવશે, જેથી વ્યક્તિગત એકમોએ અલગથી પર્યાવરણીય મંજૂરી લેવાની જરૂર નહીં રહે.

સૂત્રોએ જણાવ્યું કે આ નીતિ ચીનના બેઇજિંગ, ગુઆંગડોંગ, જિયાંગસુ અને વિયેતનામના હો ચી મિન્હ સિટી જેવા શહેરોના ઔદ્યોગિક સ્થળાંતર મોડલનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના શહેરો હાલમાં મોટા આંતરરાષ્ટ્રીય રમતગમત મહોત્સવો માટે તૈયારી કરી રહ્યા છે, ત્યારે શહેરી પુનઃવિકાસ અને પર્યાવરણીય ચિંતાઓને દૂર કરવા આ પગલું મહત્વનું છે.

આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, ઘણી ઔદ્યોગિક વસાહતો એક સમયે શહેરની બહાર હતી તે હવે વિસ્તરતા શહેરોનો ભાગ બની ગઈ છે. શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને સરકારી સહાય સાથે શહેરની સરહદોની બહાર સ્થળાંતર કરવાથી ઉદ્યોગો અને શહેરી વિકાસ બંનેને ફાયદો થશે.

અત્યાર સુધી, રૂ. 10,000 કરોડથી વધુનું રોકાણ ધરાવતા ઉદ્યોગોને મેગા ઇન્ડસ્ટ્રીઝ તરીકે ગણવામાં આવતા હતા અને તેમને ‘આત્મનિર્ભર ગુજરાત’ યોજના હેઠળ ખાસ લાભો અપાતા હતા. સૂત્રોએ જણાવ્યું કે, સરકારે હવે પોલિસીમાં જ અલ્ટ્રા મેગા ઉદ્યોગોની અલગ કેટેગરી બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં સૂચિત રોકાણ, રોજગારની ગેરંટી અને પ્રોત્સાહનોની સ્પષ્ટ વ્યાખ્યા હશે. આવા ઉદ્યોગોને મૂડી રોકાણ પર 40% સુધીનું ઇન્સેન્ટિવ મળશે અને તેઓ કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી અને વીજળી દરમાં રાહત જેવા વિકલ્પો પસંદ કરી શકશે.

આ યાદીમાં સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ, વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી, ઇલેક્ટ્રોનિક વેસ્ટ રિસાયકલિંગ, ટેક્સટાઇલ વેસ્ટ રિસાયકલિંગ, શિપિંગ કન્ટેનર મેન્યુફેક્ચરિંગ, હેવી અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ, રોબોટ અને ડ્રોન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રીન એનર્જી, કેપિટલ ઇક્વિપમેન્ટ, કાપડ, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ અને હેલ્થકેર જેવા ક્ષેત્રો અગાઉથી જ સામેલ છે.

Tags:

BusinessInnovationCommunityEmpowermentEconomicDevelopmentEconomicGrowthentrepreneurshipFutureOfIndustryIndustrialPolicyInfrastructureInvestmentInvestmentOpportunitiesJobCreationPolicyChangePolicyLaunchProjectTHRIVERegionalDevelopmentStateGovernmentStateInitiativesSustainableDevelopmentUltraMegaCategory

Share Article

Other Articles

Previous

શાળાઓ માત્ર ‘હાજરી’ પૂરતી: લાખોના કોચિંગ ક્લાસ અને ‘ડમી સ્કૂલો’ ની નવી પરંપરા!

Next

ઝુકરબર્ગ-અંબાણીની જુગલબંધીથી ભારતમાં બનશે મેટાનું પહેલું સુપર ડેટા સેન્ટર!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્સરની લડાઈ થઈ મોંઘી: કીમોની દવાઓ ‘સિસ્પ્લેટિન-કાર્બોપ્લેટિન’ના ભાવવધારાને કેન્દ્રની મંજૂરી, દર્દીઓની ચિંતા વધી
2 કલાક પહેલા
એસ.ટી.ને ફળ્યું વેકેશન સ્પેશિયલ
2 કલાક પહેલા
શાળાઓ માત્ર ‘હાજરી’ પૂરતી: લાખોના કોચિંગ ક્લાસ અને ‘ડમી સ્કૂલો’ ની નવી પરંપરા!
3 કલાક પહેલા
રાજ્ય સરકારની નવી સૂચિત ઔદ્યોગિક નીતિ: અલ્ટ્રા મેગા કેટેગરી અને પ્રોજેક્ટ THRIVE લોન્ચ થશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

3068 Posts

Related Posts

મહાપાલિકાની ગેરેન્ટી ઉનાળામાં પાણીકાપ નહીં આવે
રાજકોટ
2 વર્ષ પહેલા
મહાપાલિકા માટે ચા અમૃત’, બાકી બધું ઝેર’ !!
રાજકોટ
3 વર્ષ પહેલા
હવે સમુદ્રમાં પણ ભારત લીડર બનશે : લોકસભામાં મર્ચન્ટ શિપિંગ બીલ પાસ,જાણો શું થશે બદલાવ, કોને થશે ફાયદો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
જો વકફ બીલ મુસ્લિમો પર ધરાર થોપવામાં આવશે તો દેશમા આંદોલન થશે અને દિલ્હીથી શરૂઆત થશે, ઓવૈસીની સરકારને ચેતવણી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર