સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોનું 1,998 તૂટ્યું, ચાંદીના ભાવમાં 6,547નો ભારે ઘટાડો
વૈશ્વિક અફરાતફરી વચ્ચે આજે સોના અને ચાંદીના સ્થાનિક વાયદા બજારમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ટૂંકા ગાળાના રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. સોનાનો ભાવ શુક્રવારના બંધ 1,55,594થી સીધો 1,998 ગગડીને 1,53,596 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. બીજી તરફ, ચાંદીમાં વધુ મોટો ભડકો શમ્યો છે અને તે શુક્રવારના બંધ 2,48,537ની સામે આજે સોમવારે ₹6,547ના તોતિંગ કડાકા સાથે 2,41,990ના તળિયે ખુલી હતી. કિંમતી ધાતુઓમાં આવેલા આ અચાનક ઘટાડાથી બજારના રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
