ભારે વિવાદ બાદ આખરે ભારતીય ટીમમાં આકિબ નબીની એન્ટ્રી
રણજી ટ્રોફીમાં ૬૦થી વધુ વિકેટ લેવા છતાં સ્થાન ન અપાયું હોવાથી ક્રિકેટ બોર્ડની થઈ’તી ભારે ટીકા
અફઘાનિસ્તાન વિરુદ્ધ ૬ જૂનથી ચંદીગઢના મુલ્લાંપુરમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ પહેલાં જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકીબ નબીને ભારતીય ટીમમાં સ્થાન અપાયું છે. જો કે તેને હજુ સત્તાવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો નથી.
આકિબ નબીનું ટીમ ઈન્ડિયા કેમ્પમાં સામેલ થવું એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કેમ કે ટેસ્ટ ટીમના એલાન સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી કમિટીએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. અજીત અગરકરની આગેવાનીવાળી પસંદગી સમિતિએ જસપ્રીત બુમરાહને આરામ આપ્યા બાદ આકિબની જગ્યાએ ગુરનૂર બરારને તક આપી હતી. આ પછી અનેક ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકોએ આકિબ નબીને નજરઅંદાજ કરાયાનો આક્ષેપ કર્યો હતો.
