Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

યોગના નામે ભોગ? પ્રદીપ ગુરુજીની કાર પર સેન્ટ્રલ ગવર્નમેન્ટ આયુષ મંત્રાલયનું રેડ બોર્ડ, કોની મંજૂરી? AIનો ઉપયોગ કરીને આબેહૂબ નોટ છપાતી

Fri, March 20 2026

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ફોરચ્યુનર કારમાં પકડાયેલી 2.10 કરોડની તેમજ સુરતમાંથી 28 લાખની નકલી ચલણી નોટના દેશદ્રોહી કાળા કારનામાના નેટવર્કના તાર રાજકોટ સુધી લંબાયા છે. યોગના નામે નકલી નોટોના કારસ્તાનમાં પકડાયેલા પ્રદિપ ગુરૂજી નામના યોગ ગુરૂનો ભાઈ રાજકોટ રહેતો હોવાથી પોલીસે પ્રદિપના ભાઈ અમિત જોટાંગિયાના બંગલો પર દરોડો પાડ્યો હતો અને તલાશી લીધી હતી. અમિતે પોતે અજાણ હોવાનું અને તેના ભાઈ પ્રદિપને ફસાવી દેવાયો હોવાનો લુલો બચાવ કર્યો હતો સાથે એવી પણ વાતો કે છાંકો પાડવા પ્રયાસ કર્યા હતા કે આ ફસાવી દેવાનું કાવતરૂ છે અમે ઉપર સુધી લડત આપશું. રાજકોટમાં પોલીસ તપાસમાં ઘરેથી કંઇ અજુગતું ન મળ્યાનું જાણવા મળે છે.

શું છે સમગ્ર મામલો?

વધુ વિગતો મુજબ પ્રદિપ રાજકોટમાં આ યોગના ધંધા પૂર્વે હેર સલૂન ચલાવતો હતો અને ત્યારબાદ યોગ બાબતે જાણકારી મળતાં યોગ સેન્ટર શરૂ કર્યું અને પોતાની આ કાર્યશૈલિ સુરત તરફ લંબાવી હતી. સુરત નજીક કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે તાપી નદી કિનારે શ્રી સત્યમ યોગધામ પરમ પૂજ્ય અષ્ટાંગ યોગ શિષ્ય સદ્ગુરૂ શ્રી પ્રદિપ ગુરૂજી નામનો આશ્રમ આવેલો છે. આ આશ્રમના કહેવાતા ગુરૂ પ્રદિપ, મુખ્ય આરોપી મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ ભાલર દિવ્યેશ રાણા, ભરત કાકડિયા અને એક મહિલા સહિતના છ ઈસમોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2.38 કરોડની નકલી નોટોના કાંડમાં ધરપકડ કરી છે. અન્ય બે આરોપી ફરાર છે જેમાં એક ચાઇનીઝ સ્પ્લાયરનો સંપર્ક કરનાર અને અન્ય એક નોટો લેનાર હોવાની આશંકા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી આધારે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને ફોરચ્યુનર કાર અટકાવીને તલાશી લેતા અંદરથી 2.10 કરોડની કિંમતની ૫૦૦ના દરની નકલી અસલી નોટોના બંડલો મળી આવ્યા હતા.

સાગરીતો સાથે મળી યોગ શિક્ષા, વિદ્યાના નામે પ્રદિપ ભોગ (નકલી નોટો જેવા દેશદ્રોહી કૃત્યો) ચલાવતો હતો કે કેમ ? તેવા સવાલો ઉઠ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખીને દરોડો પાડતા પ્રદિપની સાથે સંડોવાયેલા મુકેશ પટેલના સુરતના સરથાણા વિસ્તારમાં ક્રિષ્ના રો-હાઉસ સ્થિત બંગલોમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી ફેક કરન્સી ઉપરાંત નોટો છાપવા માટેના પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સુરતથી 80લાખની ફેક કરન્સી સાથે 2.38 કરોડ જેવી નકલી ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવતા મુકેશની પણ ધરપકડ કરાઈ છે. આરોપી પ્રદિપના સુરત સ્થિત આશ્રમ ખાતે પોલીસે દરોડો પાડ્યો હતો જેને લઈને ભારે હલચલ મચી ગઈ હતી.

આ પણ વાંચો: રાજકોટમાં પકડાયો તે પહેલાં ચાર વખત હાઈબ્રિડ ગાંજો વેચાઈ ગયો: ગાંજો સાચવવા ખાસ ફ્લેટ રાખ્યો’તો, નશાનું મોટું નેટવર્ક ખુલશે

આરોપી પ્રદિપ રાજકોટનો વતની અને અગાઉ રાજકોટમાં સત્યમ યોગ એન્ડ હેલ્થકેર સેન્ટર ચલાવતો હતો. 2008માં તે સુરત શીફ્ટ થયો હતો અને આશ્રમ બનાવ્યો હતો. રાજકોટમાં હાલ પ્રદિપનો ભાઈ અમિત જોટાંગિયા રહેતો હોવાની પોલીસને વિગતો મળી હતી.

રાજકોટમાં કનેક્શન નીકળતા રાજકોટ સ્થિત બંગલો પર આવા કોઈ કારનામાઓ થતાં હતા કે અહીં કાંઈ છૂપાવાયેલું છે કે કેમ ? તે જાણવા માટે પોલીસની ટીમ 150 ફૂટ રિંગરોડ, રૈયા સર્કલ નજીક આવેલા કિડવાઈનગર મેઈન રોડ સ્થિત સત્યમ બંગલો પર પહોંચી હતી.
પ્રદિપનો ભાઈ અમિત હાજર હતો. પોલીસે તેને સાથે રાખીને બંગલાની તલાશી લીધી હતી. ત્રણ મજલા બંગલોમાં બહારના ભાગે સત્યમ યોગ એન્ડ હેલ્થકેર સેન્ટર નામે બાર્ડ લગાવાયેલું હતું. બંગલો બહારની સાઈડથી સીસીટીવી કેમેરાઓથી કવર કરાયેલો હતો.

આરોપી પ્રદિપના નાના ભાઈ અમિતે એવું કથન કર્યું હતું કે યોગ સેન્ટર ચલાવે છે, આરોપો તદ્દન ખોટા છે, ફસાવવાનું કાવતરૂ છે. શેખી હાંકતા કહ્યું કે, મારી કારમાં કોઈ કાંઈ મુકી જાય ને ફસાવી દે તો. દોઢ વર્ષ પહેલાં પોતે ભાઈને મળ્યો હતોનો બચાવ કર્યો હતો. સામાન્ય માણસ પણ સમજી શકે કે જો પોતાના આશ્રમમાં નકલી નોટોનું રેકેટ ચાલતું હોય અને શું પ્રદિપ પોતે અજાણ હોય ખરો ? અમિતના બચાવ કે આવા કથન મુજબ શું પ્રદિપને કાવતરૂ રચીને ફસાવી દીધો ?

કરોડોની જાલીનોટ કાંડના કહેવાતા ગુરૂજી પ્રદિપે આપઘાતનો પ્રયાસ કરેલો

અમદાવાદ અને સુરતમાં કરોડોની કિંમતની જાલી ચલણી નોટો સાથે પકડાયેલા અને અત્યાર સુધી પોતાની જાતને યોગ ગુરૂ ગણાવનારા પ્રદિપ ગુરૂજીનું સફેદ લીબાસમાં કાળા કરતુતો જેવું કામ પોલીસના આરોપ મુજબ નીકળ્યું છે. પ્રદિપે ૨૦૧૮માં કપાસમાં છાંટવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાત પેજની સુસાઈડ નોટ લખી હતી જેમાં તેણે ૧૦ સાધકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે આપેલું ડોનેશન પાછું લેવા ધમકીઓ આપે છે.

ગુરૂના વેશમાં પ્રદિપ અનેક રાજકીય નેતાઓને આમંત્રિત કરતો, ફોટા પડાવતો

સામાન્ય જનમાં પોતાની આભા ઉભી કરવા કહેવાતો યોગ ગુરૂ પ્રદિપ જોટાંણીયા રાજકીય નેતાઓ, મંત્રીઓને આમંત્રિત કરતો, ક્યાંય કાર્યક્રમોમાં નેતાઓ, મંત્રીઓ સાથે ફોટાઓ પડાવતો અને છાંકો પાડતો જેથી અન્ય લોકો અંજાયેલા રહે.

નકલી નોટો અસલી દેખાય તે માટે ગેંગ ચાંદીના તાર ચાઇનાથી મંગાવતી

જે રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દેશદ્રોહી પ્રવૃત્તિરૂપ ફેક કરન્સીના રેકેટનો પર્દાફાશ કર્યો છે તેમાં તપાસમાં અવનવા ધડાકા પણ થઈ રહ્યા છે. નકલી ચલણી નોટો અસલી જેવી જ દેખાય તે માટે નકલી નોટોમાં અસલી નોટો માફક ચાંદીના તાર નખાતા હતા. આ ચાંદીના તાર ચાઈનાથી મંગાવાતા હતા. નકલી નોટો 500ની એક અસલી સામે ૩ નકલી નોટોના હિસાબે સપ્લાયનો કારસો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. એ મુજબ ત્રણેક કરોડની નકલી નોટોમાં એકાદ કરોડની અસલી કરન્સી લેવાના હતા. જથ્થો કેટલા ટાઈમથી છાપે છે ? ક્યાં ક્યાં સપ્લાય કરી ગેંગમાં કોણ કોણ ? સહિતના મુદ્દે આરોપીઓના રિમાન્ડ મેળવાયા છે.

કાર પર સેન્ટ્રલ ગવર્નમેન્ટ આયુષ મંત્રાલયનું રેડ બોર્ડ, કોની મંજૂરી?

અમદાવાદમાં 2.10 કરોડની નકલી ચલણી નોટો સાથે પકડાયેલી ફોરચ્યુનર કાર પ્રદિપ જોટાંણિયાના નામની હોવાનું ખૂલ્યું છે. કાર પર રેડ કલરમાં ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય આવું બોર્ડ લગાવેલું હતું. આ બોર્ડ લગાવવાની સરકારી વિભાગ તરફથી કોઈ મંજૂરી લીધી હશે, મળી હશે કે પછી નેતાઓ સાથેના સંબંધો, ફોટાઓ હોવાથી ખોટા કામો કરવા જાતે જ આવું પાટીયું લગાવી દીધું હશે ? આશ્રમમાં પણ સંનિગ્ધ, ભેદી ગતિવિધિઓ થતી હોવાની પોલીસને કેટલીક વિગતો સ્થાનિકો તરફથી પ્રાપ્ત થઈ હોવાનું અને આશ્રમમાં ગ્રામજનોને તો આવવા પણ દેવાતા નહોતાનો પણ હોબાળો થયો હતો.

AIનો ઉપયોગ કરીને આબેહૂબ નોટ છપાતી હતી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજીયનના જણાવ્યા મુજબ, આ રેકેટનો મુખ્ય સૂત્રધાર મુકેશ ઠુમ્મર ડિઝાઇનિગ સોફ્ટવેરનો જાણકાર છે. આરોપીઓ અલીબાબા જેવા પ્લેટફોર્મ પરથી ચાઈનીઝ એજન્ટોના સંપર્કમાં રહી RBI'અને ભારત’ લખેલા સિક્યોરિટી થ્રેડ વાળા હાઈ-ક્વોલિટી પેપર મંગાવતા હતા. નવાઈની વાત એ છે કે, નોટોને આબેહૂબ અસલી જેવી બનાવવા માટે તેઓએ ChatGPT અને AI ટેકનોલોજીનો સહારો લીધો હતો. આ માટેનું પેમેન્ટ ક્રિપ્ટોકરન્સી મારફતે કરવામાં આવતું હતું. આરોપીઓ સાથે મળીને છેલ્લા છ મહિનાથી આ નેટવર્ક ચલાવતા હતા. શરૂઆતમાં તેઓએ કરિયાણાની દુકાનોમાં છૂટક નોટો વાપરીને ટ્રાયલ લીધી હતી. સફળતા મળતા તેઓએ મોટા પાયે પ્રિન્ટિગ શરૂ કર્યું હતું. તેઓ આ નોટો 20 થી 25 ટકાના કમિશન પર બજારમાં વટાવવા માંગતા હતા.

Share Article

Other Articles

Previous

યુધ્ધ દેશમાં મોંઘવારી વધારશે! કપડાંથી લઈને ખાવા-પીવાની ચીજ-વસ્તુમાં થશે ભાવ વધારો, આમ આદમી પર અસર થશે

Next

રાજકોટમાં પકડાયો તે પહેલાં ચાર વખત હાઈબ્રિડ ગાંજો વેચાઈ ગયો: ગાંજો સાચવવા ખાસ ફ્લેટ રાખ્યો’તો, નશાનું મોટું નેટવર્ક ખુલશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ઈરાનમાં યુદ્ધ વચ્ચે હચમચાવતી ઘટના: 19 વર્ષીય બૉક્સરને ફાંસીએ લટકાવી દેવાયો, બે પોલીસ અધિકારીની હત્યાનો આરોપ
4 મિનિટutes પહેલા
Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
20 મિનિટutes પહેલા
‘ભારત જ કરાવી શકે છે યુદ્ધનો અંત…’: RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, સંઘર્ષ પાછળ સ્વાર્થ-પ્રભુત્વ કારણભૂત
33 મિનિટutes પહેલા
જમશેદપુર નજીક સ્વર્ણરેખા નદીના તટ પરથી મળી આવ્યો 226 કિલોનો શક્તિશાળી બોમ્બ: બોમ્બ સ્કવોડ નિષ્ક્રિય
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

મંત્રી કે સરકારી કર્મીઓને ફરજ દરમિયાન મળતી ભેટ-સોગાદના નિયમોમાં ફેરફાર, જાણો નવા નિયમો
ગુજરાત
2 વર્ષ પહેલા
હવે 16 વર્ષથી નાની ઉંમરના બાળકો લેટ નાઈટ મૂવી નહીં જોઈ શકે… !! આ રાજ્યમાં હાઇકોર્ટે મૂક્યો પ્રતિબંધ
Entertainment
1 વર્ષ પહેલા
મનુ, ગુકેશ, હરમનપ્રીત, પ્રવીણ ભારતના `ખેલરત્ન’: રાષ્ટ્રપતિએ નવાજ્યા
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
IPLનો બીજો રાઉન્ડ દુબઈમાં રમાડવા તૈયારી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર