હયાત વીજલાઇનને બદલે કવર્ડ કેબલ નાખવાની કામગીરી ઝડપી પૂર્ણ કરો: પ્રીતિ શર્મા
પીજીવીસીએલના એમ.ડી.એ જામનગર વર્તુળ કચેરીની કરી ફિલ્ડ વિઝિટ
વોઇસ ઓફ ડે, રાજકોટ
પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર પ્રીતિ શર્માએ તાજેતરમાં જ જામનગર વર્તુળ કચેરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન એમણે જામનગર વિસ્તારમાં ચાલતી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી.
જામનગર વર્તુળ કચેરીની મુલાકાત દરમિયાન પીજીવીસીએલના એમ.ડી.પ્રીતિ શર્માએ અધિકારીઓને ચોમાસા દરમિયાન વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે હયાત વીજ લાઇનને બદલે કવર્ડ કેબલ નાખવાની કામગીરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. જ્યારે વીજ લાઈનોના સમારકામ તથા માલ સામાનની પણ સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત અધિકારીઓને અરજદારોના નવા વીજ જોડાણોની અરજી પરની થતી કામગીરીની મુલવણી તેમજ એચ.ટી અને ઔદ્યોગિક વીજ જોડાણો આપવાની કામગીરી પણ ઝડપી ધોરણે કરવા સૂચના આપી હતી.