Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકરાજકોટ

આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી

Wed, March 18 2026

ફાગણ વદ અમાસ ને ગુરુવાર તારીખ 19 માર્ચ ના દિવસે સવારના 6:54 કલાક સુધી અમાસ તિથી છે, ત્યારબાદ આખો દિવસ અને રાત્રી એકમ તિથી છે. શુક્રવારે બીજ તિથી છે. નિયમ મુજબ દરેક પંચાંગ પ્રમાણે ગુરુવારે આખો દિવસ એકમ તિથી હોતા આ વર્ષે 19 માર્ચ ને ગુરુવારથી ચૈત્ર નવરાત્રી ગણાશે.

ગુરુવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ માતાજી પાલખી ઉપર સવાર થઈને પધારશે, જેથી આરોગ્યનો ખ્યાલ રાખવો અને મોંઘવારીમાં વધારો થાય તે દર્શાવે છે. જ્યારે શુક્રવારે નવરાત્રી પૂરી થતા હોવાથી નવદુર્ગા માતાજી હાથી ઉપર વિદાય લેશે, જે વરસાદ સારો પડે અને ધાન્ય સારું પાકે તેવું દર્શાવે છે.

વર્ષમાં ચાર નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી શ્રેષ્ઠ માનવામાં આવે છે. 19 માર્ચ ચૈત્ર શુદ એકમને ગુરુવારના દિવસેથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે, જ્યારે 27 માર્ચને શુક્રવારે ચૈત્ર નવરાત્રીની પૂર્ણાહુતી થશે.

તારીખ 23 માર્ચ સોમવારે શ્રી પંચમી છે, આથી આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા અને શ્રી યંત્રની પૂજા કરવી ઉત્તમ રહેશે. 26 માર્ચને ગુરુવારે દુર્ગાષ્ટમી છે, આ દિવસે પણ કુળદેવીની પૂજા અને માતા નવદુર્ગાની પૂજા કરવી જ ઉત્તમ ફળ આપનાર બનશે.

આ પણ વાંચો:અખાત્રીજ સમયે રાજકોટની સોની બજારમાં ગેસનું ગ્રહણ: વેપારીઓ-કારીગરોએ આપત્તિને અવસરમાં ફેરવી, ઇલેક્ટ્રિક હીટર બન્યો નવો વિકલ્પ

આ વર્ષે રામનવમી પણ 26 માર્ચને ગુરુવારે

ચૈત્ર નવરાત્રી દરમિયાન રામચરિત્ર માનસનો પાઠ કરવો, સુંદરકાંડનો પાઠ કરવો, હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ઉત્તમ ગણાય છે. ચૈત્ર નવરાત્રીને રામ ભગવાનના નોરતા ગણવામાં આવે છે.

તે ઉપરાંત કુળદેવીની પૂજા કરવી, કુળદેવીના જપ કરવા, ગુરુ મંત્રની માળા કરવી અને મંત્રનો જપ કરવો પણ ઉત્તમ ફળ આપનાર બને છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન નવર્ણ મંત્રના જપ કરવો પણ ઉત્તમ ફળ આપનાર ગણાય છે.

ચૈત્ર નવરાત્રી દરમિયાન દરરોજ માતાજીની પૂજા કરી વિવિધ ભોગ ધરાવી શકાય

  • ગુરુવારે પહેલું નોરતું: શૈલપુત્રીની પૂજા, ખીર તથા પૂરીનો ભોગ લગાવી શકાય.
  • શુક્રવારે બીજું નોરતું: બ્રહ્મચારિણી માતાની પૂજા – દૂધના પેંડાની મીઠાઈ ધરવી.
  • શનિવારે ત્રીજું નોરતું: ચંદ્રપંટાની પૂજા, શ્રીફળ અને તેમાંથી બનાવેલી વાનગી ધરવી.
  • રવિવારે ચોથું નોરતું: કુષ્માંડા માતાજીની આરાધના, સાકરવાળું મીઠું અને દૂધ ધરવું.
  • સોમવારે પાંચમું નોરતું: સ્કંદ માતાની પૂજા અને તલની વાનગી ધરાવવી.
  • મંગળવારે છઠ્ઠું નોરતું: કાત્યાયની માતાજીની પૂજા – ખીર અને પૂરી, મીઠું અને દૂધ ધરવું.
  • બુધવારે સાતમું નોરતું: કાલરાત્રિની આરાધના કરવી અને સાકરની પ્રસાદી પરવી.
  • ગુરુવારે આઠમું નોરતું: મહાગૌરીની પૂજા કરી ખીર તથા પુરીનો ભોગ લગાવી શકાય.
  • શુક્રવારે નવમું નોરતું: સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવી અને પંચામૃતનો ભોગ લગાવવો.

ચૈત્ર નવરાત્રીમાં ઘટ્ટ સ્થાપનાના મુહૂર્તની યાદી

19 માર્ચ ગુરુવારે દિવસના શુભ ચોઘડિયા:

  • શુભ 6:53 થી 8:24
  • ચલ 11:24 થી 12:55
  • લાભ 11:55 થી 2:45
  • અમૃત બપોરે 2:25 થી 3:55
  • શુભ સાંજે 5:26 થી 6:56
  • બપોરે અભિજીત મુહૂર્ત 12:31 થી 1:19

ઘટ્ટ સ્થાપના સવારે કરવી ઉત્તમ રહે છે.

શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)

Share Article

Other Articles

Previous

ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે

Next

અખાત્રીજ સમયે રાજકોટની સોની બજારમાં ગેસનું ગ્રહણ: વેપારીઓ-કારીગરોએ આપત્તિને અવસરમાં ફેરવી, ઇલેક્ટ્રિક હીટર બન્યો નવો વિકલ્પ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દેશમાં વધુ એક પૂલવામા જેવા આતંકી હુમલાનું કાવતરું હતું! ગાઝિયાબાદથી પકડાયેલા 6 શખસોએ કરી કબૂલાત
48 મિનિટutes પહેલા
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી: અધધધ..₹5786 કરોડની નોટિસ,જાણો શું છે મામલો
1 કલાક પહેલા
ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
1 કલાક પહેલા
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2998 Posts

Related Posts

અદાણી હીંડનબર્ગ મામલામાં સુપ્રીમ કોર્ટનો સેબીની તપાસમાં દખલગીરીનો ઇનકાર
Breaking
2 વર્ષ પહેલા
પીએમ મોદીએ આઝમગઢમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
Breaking
2 વર્ષ પહેલા
સ્કૂલના વોશરૂમમાં કેમેરા ગોઠવી ડાયરેક્ટર ‘ડોકિયાં’ કરતા હતા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બ્રાઝીલમાં ભયંકર અકસ્માતમાં 38ના મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર