આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વગર પણ રાજકોટ એરપોર્ટ પર ફલાઈટ ફૂલ: 1 મહિનામાં પેસેન્જરો સવા લાખને પાર, મુંબઈ-દિલ્હી સેકટરમાં વધ્યો ટ્રાફિફ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યાનાં ત્રણ વર્ષ બાદ પણ હજુ સુધી ભલે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ નથી થઈ પરંતુ ડોમેસ્ટિક ફલાઈટ સૌરાષ્ટ્રના પેસેન્જરો માટે ફાયદાકારક સાબિત થઈ હોય તેમ એક મહિનામાં સવા લાખ પેસેન્જરની સંખ્યાને પાર કરી ગયું છે. નવું સમય શેડ્યુલ ટૂંક સમયમાં જાહેર થશે જોકે તે પૂર્વે ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા રાજકોટ થી નવી મુંબઈ માટેની નવી ફ્લાઈટ શરૂ થઈ છે જ્યારે અન્ય સેકટરમાં ફ્લાઈટ ઉડાન ભરશે કે કેમ..? તે અંગે એરપોર્ટ તંત્ર પાસે પણ જવાબ નથી.
ફેબ્રુઆરી મહિનામાં કુલ ₹1,25,717 પેસેન્જર હવે અવરજવર કરી છે ખાસ કરીને મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટમાં મેસેન્જર અને સંખ્યા વધારે નોંધાય છે એક મહિનામાં 62,238 પેસેંજરનું આગમન અને 63479 પેસેન્જર રાજકોટ એરપોર્ટ થી ટેક ઓફ થયા છે. આખા મહિના દરમિયાન 344 ફ્લાઈટ એ ઉડાન ભરી છે.
એરલાઇન્સનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં લગ્નગાળો અને એન.આર.આઈ.પરિવાર રાજકોટ આવ્યા હતાં. જેને કારણે પેસેન્જરોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
એરપોર્ટની આવક વધી:એક જ મહિનામાં 2.82 કરોડની કમાણી
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ટર્મિનલ શરૂ થયા બાદ ફ્લાઈટ સંચાલન સાથે આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.જૂના એરપોર્ટની તુલનામાં હવે આવક અઢીથી ત્રણ ગણી વધી હોવાનું આંકડાઓ દર્શાવે છે. ફેબ્રુઆરી મહિનામાં કુલ 344 ફ્લાઈટનું સંચાલન થયું હતું, જેમાંથી 172 ફ્લાઈટનું લેન્ડિંગ નોંધાયું હતું. દરેક એરક્રાફ્ટ માટે અંદાજે 80,000 રૂપિયા સુધીનો લેન્ડિંગ ચાર્જ એરલાઈન્સ કંપનીઓ ચૂકવે છે. આ ચાર્જમાં વિમાનનું વજન, સર્વિસ કલાક, રૂટ નેવિગેશન અને ફેસિલિટી સર્વિસ ચાર્જનો સમાવેશ થાય છે.વિશેષ વાત એ છે કે બે કલાક સુધી પ્લેન પાર્કિંગ માટે કોઈ અલગ ચાર્જ લેવામાં આવતો નથી. રાજકોટથી ટેકઓફ કરતી ફ્લાઈટમાં પેસેન્જરો પાસેથી યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) તરીકે 840 રૂપિયા અને એવિએશન સિક્યુરિટી ફી તરીકે 236 રૂપિયા લેવામાં આવે છે.આ તમામ સ્ત્રોતોમાંથી મળતી આવકને એકત્ર કરતાં ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ એરપોર્ટને ફ્લાઈટ ઓપરેશનમાંથી આશરે 2 કરોડ 82 લાખ 40 હજાર રૂપિયાની આવક થઈ છે. વધતી ફ્લાઈટ સંખ્યા અને મુસાફરોની અવરજવરથી એરપોર્ટની આવકમાં સતત વૃદ્ધિ નોંધાઈ રહી છે.
આ પણ વાંચો :રાજકોટના જંગલેશ્વરમાં રસ્તો પહોળો કરવા નડતો કાટમાળ ‘ક્લિયર’: નદીના પટ માટે ‘વેઈટ & વોચ’, ચુકાદો ન આવે ત્યાં સુધી કાટમાળ નહીં હટાવી શકાય
એક વર્ષમાં 5 થી 7 દર્દીને એર એમ્બ્યુલન્સથી એરલિફ્ટ કરાયા
રાજકોટ એરપોર્ટ પરથી દર વર્ષે સરેરાશ પાંચથી સાત દર્દી દ્વારા એ રેગ્યુલર નો ઉપયોગ કરવામાં આવે છે સરકાર દ્વારા 108 દ્વારા એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટમાંથી એક વર્ષમાં પાંચ જેટલા દર્દીઓ એ આ એમ્બ્યુલન્સ નો ઉપયોગ કર્યો છે. જેમાં રાજકોટ થી મુંબઈ અને રાજકોટ થી ચેન્નઈ વચ્ચે ત્રણ દર્દીને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટમાંથી અનેક ઓર્ગન ડોનેશન થતા તેને પણ એરલિફ્ટ કરાયા છે. આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ પર અનેક ચાર્ટર પ્લેન ની મુવમેન્ટ અને તાલીમી પ્લેન દ્વારા ટ્રેનિંગ લેવામાં આવતા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરટ્રાફિક નોંધાય રહ્યો છે.
