Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

હું તારી બહેન સાથે વાત કરું તો કેવું લાગે? રાજકોટમાં દિન દહાડે પ્રેમસંબંધમાં યુવકની હત્યાઃ યુવતીના ભાઇએ જ છરીના ઘા ઝીંકી પતાવી દીધો

Wed, February 4 2026

રાજકોટના ટ્રાફિક તેમજ લોકોની અવર-જવરથી ધમધમતા સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક તરફ જવાના રસ્તે માધવ હોટેલની સામે આવેલા વાસ્તુ પ્લાઝામાં મંગળવારે બપોરે લોહિયાળ ખેલ ખેલાયો હતો જ્યાં પરિણીત બહેન સાથે સંબંધ રાખનાર યુવકને પરિણીતાના ભાઈએ જ છરીના ઉપરાછાપરી ઘા ઝીકી પતાવી દેતાં ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને બનાવને અંજામ આપનાર આરોપીને સકંજામાં લઇ ધરપકડ કરી હતી.

શું છે સમગ્ર મામલો?

આ બનાવ અંગે વધુમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે શહેરના અંકુર રોડ પર ગુરુપ્રસાદ ચોક નજીક આવેલા એપાર્ટમેન્ટમાં રહેતો અને ફર્નિચરનું કામ કરતો નિલેશ હરિભાઈ ધોકિયા (ઉ.વ.46)ને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં ફર્નિચરનું કામ હોવાથી તે માધવ હોટેલ સામે વાસ્તુ પ્લાઝા કે જ્યાં આ બનાવ બન્યો હતો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો બરાબર ત્યારે જ અગાઉથી અહીં ગોઠવાયેલા મહેશ દિનેશભાઈ જેઠવા (રહે.150 ફૂટ રોડ, એપલ રેસિડેન્સી, બંગ્લા નં.8)એ નિલેશને  અટકાવી પોતાની પાસે રહેલી ધારદાર છરીથી તૂટી પડયો હતો.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરિપરા સહિતની ટીમે દોડી જઈ મહેશ જેઠવા હત્યા કર્યા બાદ ભાગે તે પહેલાં જ દબોચી લઈ તેની આગવી ઢબે પૂછપરછ કરતાં મહેશે એવી કેફિયત આપી હતી કે તેની બહેન કે જેને ગીર-સોમનાથ ખાતે પંદર વર્ષ પહેલાં પરણાવી છે તેની સાથે મૃતક નિલેશ ધોકીયા ફોન ઉપર વાત કરતો હતો. તેની જાણ બનેવીને થઈ જતાં તેણે બહેન પાસેથી ફોન લઈ લીધો હતો અને પત્નીને રાજકોટમાં નિલેશ નામના યુવક સાથે સંબંધ હોવાની જાણ સાળા મહેશને કરતાં મહેશ રોષે ભરાયો હતો.

આ પણ વાંચો :રાજકોટ મહાપાલિકાનું 2026-27નું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ: પાણી વેરામાં 900, ઘેર-ઘેરથી કચરો એકઠો કરવાના ચાર્જમાં 435 રૂપિયાનો વધારો

બહેન સાથે નિલેશને સંબંધ હોવાનું ધ્યાન પર આવતાં જ મહેશે નિલેશને કોઈ પણ ભોગે.પતાવી દેવાનું નક્કી કરી લઈ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન નિલેશ સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં ફર્નિચર કામ માટે સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક તરફ જવાના રસ્તેથી પસાર થઈ માધવ હોટેલની સામે પહોંચ્યો બરાબર ત્યારે જ તે મહેશના ધ્યાન પર આવી જતાં નિલેશને ઉભો રાખી તેના ઉપર તૂટી પડ્યો હતો અને છરીના ચારથી પાંચ ઘા કમર, હાથ, ગળા નીચે સહિતના ભાગો ઉપર મારી પતાવી દીધો હતો. આ હત્યા પાછળ ખરેખર બહેન સાથેનો પ્રેમસંબંધ જ કારણભૂત છે કે પછી અન્ય બીજો કોઈ મુદ્દો પણ જવાબદાર છે તે જાણવા માટે પોલીસે મહેશની વધુ સઘન પૂછપરછ શરૂ કરી છે.


હું તારી બહેન સાથે વાત કરું તો કેવું લાગે? કહી તૂટી પડ્યો

પોલીસ તપાસ બાદ એવી વિગતો પણ જાણવા મળી હતી કે મહેશ દિનેશભાઈ જેઠવાને જ્યારે નિલેશ હરિભાઈ ધોકિયા (ઉ.વ.૪૬) સામે મળ્યો ત્યારે સૌથી પહેલાં મહેશે દિનેશને એમ જ કહ્યું હતું કે હું તારી બહેન સાથે વાત કરું તો તને કેવું લાગે ? જો કે હજુ નિલેશ કોઈ જવાબ આપે તે પહેલાં જ મહેશ છરી સાથે નિલેશ પર તૂટી પડ્યો હતો અને થોડી મિનિટમાં જ છરીના ચારથી પાંચ ઘા ઝીકી સ્થળ પર જ તેન ઢાળી દેતાં 108નો સ્ટાફ દોડી ગયો હતો પરંતુ તે પહેલાં નિલેશનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

‘‘કોઇ વચ્ચે ન આવતા’’ મહેશનું ઝનૂન જોઇ કોઇ જ બચાવવા ન આવ્યું

મહેશ જેઠવાએ જ્યાં નિલેશ ધોકીયાનું કામ તમામ કર્યું તે વાસ્તુ પ્લાઝાની બરાબર સામે જ માધવ હોટેલ આવેલી છે. હત્યા થઈ ત્યારે હોટેલ તેમજ વાસ્તુ પ્લાઝા પાસે ઘણા લોકો ઉપસ્થિત હતા. અચાનક જ બપોરે ૩:૫૫ વાગ્યા આસપાસ મહેશે છરી લઈ નિલેશ પર હુમલો કર્યો ત્યારે આ હુમલો જોઈ ત્યાં હાજર લોકો મહેશને રોકવાનો પ્રયાસ કરી મહેશને પકડતાં જ તેણે ઉશ્કેરાઇને કહ્યું કે “કોઈ વચ્ચે ન આવતા…!’ મહેશનું ઝનૂન અને તેના હાથમાં છરી જોઈ નિલેશને બચાવવા કોઈ જ વચ્ચે પડ્યું નહોતું.

મૃતક નિલેશ પરિણીત, સંતાનમાં પુત્ર-પુત્રી

પોલીસ તપાસમાં એવી વિગત પણ જાણવા મળી છે કે મૃતક નિલેશને એક મોટોભાઈ છે. નિલેશને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બીજી બાજુ નિલેશને પતાવી દેનાર મહેશને જ્યારે બહેન સાથે નિલેશના સંબંધની જાણ થઈ ત્યારે તે ક્રોધે ભરાઈ ગયો હતો અને નિલેશને કોઈપણ ભોગે પતાવી દેવા માટે છરી સાથે જ રાખી હતી જેના થકી તેણે આ હત્યાને અંજામ આપ્યાનું હાલ પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

Share Article

Other Articles

Previous

ગમે ત્યાં બોર્ડ-બેનર લગાવતાં પહેલાં વિચારજો, મિલકત સીલ થવા સુધીની ‘નોબત’ આવશે! RMC દ્વારા 10 લોકોને નોટિસ ફટકારવામાં આવી

Next

રાજકોટ મહાપાલિકાનું 2026-27નું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ: પાણી વેરામાં 900, ઘેર-ઘેરથી કચરો એકઠો કરવાના ચાર્જમાં 435 રૂપિયાનો વધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં રામની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ અટકતાં ઢાકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શ
1 દિવસ પહેલા
નવી EV પોલિસીમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને વધુ આકર્ષક લાભો આપવાની યોજના
1 દિવસ પહેલા
પાકિસ્તાનમાં વાહનોમાં બોમ્બ ધડાકા, 7 ના મોત, અનેક ઘાયલ
1 દિવસ પહેલા
અમેરિકામાં ભારતીય પરિવારમાં ખૂની ખેલ, 3 ના મોત
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3127 Posts

Related Posts

આજે મહારાષ્ટ્રના સસ્પેન્સનો અંત : મુંબઈમાં વિધાન ભવનમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠક શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોલકત્તામાં નિર્ભયા કાંડ જેવી વધુ એક ઘટના : યુવા ડોક્ટરની હત્યા પહેલા દુષ્કર્મ ગુજાર્યું , શરીરના અંગો પર ઇજાના નિશાન
ક્રાઇમ
2 વર્ષ પહેલા
પતિ જ નીકળ્યો હત્યારો! રાજકોટના ભગવતીપરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો,ઘરકાંકાસથી કંટાળેલા પતિએ પત્નીને પતાવી દીધી
ક્રાઇમ
7 મહિના પહેલા
જાગો લેઉવા પટેલ જાગો…ની અપીલ સાથેની પત્રિકાથી નવો જ વિવાદ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર