Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“સોમનાથ માત્ર મંદિર નથી, ભારતનું સ્વાભિમાન છે ” ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ,પીએમ મોદીનો બ્લોગ

Tue, January 6 2026

સોમનાથ…આ શબ્દ સાંભળતા જ આપણા મન અને હ્રદયમાં ગૌરવ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે.

ભારતના ઇતિહાસમાં સોમનાથ સમગ્ર ભારતના સ્વાભિમાન, એકતા, ભવ્યતા અને ચેતનત્વનું પ્રતિક છે. અનેક વિદેશ લૂંટારૂ સમા આક્રમણખોરોએ તેને તોડવાનો પ્રયાસ કર્યો, તેનો હેતુ સોમનાથ મંદીર પર ઘાવ કરીને ભારતની સનાતન આસ્થા પર ઘાવ કરવાનો હતો. પરંતુ આવા લૂંટારુઓના આક્રમણો ક્યારેય સનાતન આસ્થાને તોડી શક્યા નહિ, સોમનાથ દરવખતે વધુને વધુ ભવ્યતા સાથે ઊભું થયું. સોમનાથ પર પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. અને આજે સોમનાથ દિવ્ય અને તેજોમય બનીને ભારતની આધ્યાત્મિકતા અને આસ્થાના ધર્મધ્વજને આકાશમાં ફરકાવી રહ્યું છે.

સોમનાથ ભારતની આત્મા અને ગૌરવનું પ્રતીક

પીએમ મોદીએ તેમના બ્લોગમાં લખ્યું કે, “સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતની આત્મા અને ગૌરવનું પ્રતીક છે. 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાને બિરાજતા સોમનાથ વિશે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે તેના દર્શન માત્રથી મનુષ્ય પાપોમાંથી મુક્ત થઈ પુણ્ય પ્રાપ્ત કરે છે. વડાપ્રધાને નોંધ્યું છે કે પ્રભાસ પાટણની આ પવિત્ર ધરતી સદીઓથી ભારતની આધ્યાત્મિક અને સભ્યતાગત ભવ્યતાની સાક્ષી રહી છે.

ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ

વર્ષ 2026 એ સોમનાથના ઇતિહાસમાં ખૂબ મહત્વનું છે કારણ કે જાન્યુઆરી 1026માં મહમદ ગઝનવી દ્વારા કરવામાં આવેલા પ્રથમ બર્બર આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે આક્રમણ ભારતની આસ્થા અને સભ્યતાને નષ્ટ કરવાનો એક હિંસક પ્રયાસ હતો. જોકે, પીએમ મોદી જણાવે છે કે સોમનાથની ગાથા વિધ્વંસની નહીં, પરંતુ ભારત માતાના સંતાનોના અતૂટ સ્વાભિમાન અને આસ્થાની ગાથા છે.

આ પણ વાંચો :અમદાવાદ રોડથી મોરબી રોડ સુધીના રસ્તાને ફોર-લેન બનાવવામાં આવશે : ‘રૂડા’ની બોર્ડ બેઠકમાં 98.45 કરોડ મંજૂર

મહંમદ ગઝનવી તો લૂંટીને ચાલ્યો ગયો હતો પરંતુ સોમનાથ પ્રત્યેની આપણી ભાવનાને આપણી પાસેથી છીનવી નથી શક્યો..આપણો વિશ્વાસ વધુ પ્રબળ થયો.વર્ષ 1026ના હજાર વર્ષ પછી આજે 2026માં પણ સોમનાથ મંદિર વિશ્વને સંદેશો આપે છે કે, ખતમ કરવાની માનસિકતા ધરાવતા લોકો જ ખતમ થઇ જાય છે. જયારે સોમનાથ મંદિર આજે આપણા વિશ્વાસનો મજબુત આધાર બનીને ઉભું છે.

આ વર્ષે જ પુનનિર્માણના 75 વર્ષ પૂર્ણ

યોગાનુયોગ વર્ષ 2026 એ સોમનાથ મંદિરના આધુનિક પુનનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાનું પણ વર્ષ છે. 11 મે 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં આ ભવ્ય મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખુલ્યા હતા. ગઝનવીથી લઈને અનેક આક્રમણકારોએ આ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે આપણી સંસ્કૃતિના રક્ષકોએ સર્વોચ્ચ બલિદાન આપીને મંદિરને ફરીથી બેઠું કર્યું છે.

વિવેકાનંદ, અહલ્યાબાઈ હોલકર,ક. મા. મુનશી, સરદારને કર્યા યાદ

વડાપ્રધાને અહલ્યાબાઈ હોલકર, સ્વામી વિવેકાનંદ અને કનૈયાલાલ મુનશી જેવા મહાનુભાવોના યોગદાનને યાદ કર્યું છે. સ્વામી વિવેકાનંદે સોમનાથને રાષ્ટ્રીય જીવનધારાનું પ્રતીક ગણાવ્યું હતું. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે મક્કમ નિર્ધાર સાથે આ મંદિરના પુનનિર્માણની જવાબદારી ઉપાડી હતી. પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે તત્કાલીન પીએમ નહેરૂ આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિની હાજરીથી નારાજ હતા, છતાં રાજેન્દ્ર બાબુ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.

કટ્ટરતા પાસે વિનાશની શક્તિ,આસ્થામાં સર્જનની

“નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ” ના શ્લોકને ટાંકીને પીએમએ જણાવ્યું કે સોમનાથનું ભૌતિક માળખું ભલે નાશ પામ્યું હોય, પરંતુ તેની ચેતના અમર રહી છે. આ જ અતૂટ વિશ્વાસને કારણે આજે ભારત પર વિશ્વની નજર છે. યોગ, આયુર્વેદ અને આપણી સંસ્કૃતિ આજે વૈશ્વિક પડકારોના ઉકેલ તરીકે ઉભરી રહ્યા છે. સોમનાથ આપણને શીખવે છે કે કટ્ટરતા પાસે વિનાશની શક્તિ હોઈ શકે છે, પણ આસ્થામાં સર્જનની અપાર શક્તિ છે.

પીએમ મોદીએ બ્લોગના અંતે આહવાન કર્યું છે કે જો 1000 વર્ષ પહેલા ખંડિત થયેલું સોમનાથ આજે પોતાના પૂર્ણ વૈભવ સાથે ફરી ઊભું રહી શકતું હોય, તો આપણે પણ 1000 વર્ષ પહેલાનું સમૃદ્ધ ભારત પુન બનાવી શકીએ છીએ. સોમનાથની લહેરો અને ગર્જના આપણને વિકસિત ભારતના નિર્માણ માટે નવા સંકલ્પ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.

Share Article

Other Articles

Previous

ચોખાના ઉત્પાદનમાં ભારત ચીનને પછાડી બન્યું નંબર-1: કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી જાહેરાત, કૃષિ વ્યવસ્થા અને ખેડૂતોની મહેનતનો પુરાવો

Next

રાજકોટમાં મૃત પતિની સંપત્તિ હડપવા મહિલાનું કૌભાંડ: પ્રથમ પત્નીના સંતાનને મિલકત ન મળે માટે બોગસ વસિયતનામું બનાવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
16 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
17 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
17 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
17 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

રામ મંદિરના પૂજારીપદ માટે કેટલી અરજીઓ આવી ? જુઓ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારત ઈચ્છે તે દેશ સાથે સબંધ રાખવા સ્વતંત્ર છે:વિદેશ મંત્રાલયનો સ્પષ્ટ જવાબ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ફેંગલ તોફાનની અસર : ચેન્નાઈમાં અતિ ભારે વરસાદ
નેશનલ
1 વર્ષ પહેલા
અમેરિકી પ્રમુખ બાયડન સપ્ટેમ્બરમાં ભારતની યાત્રા કરશે
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર