નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ક્વાડ નેતાઓના ચોથા શિખર સંમેલનમાં હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી વાર અમેરિકાની મુલાકાત લઈ રહ્યા છે. આ પહેલા જવાહરલાલ નહેરુથી લઈને મનમોહનસિંહ અને અટલ બિહારી વાજપેયી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા, મોરારજી દેસાઈ સહિત આરકે ગુજરાલ પણ અમેરિકાનો પ્રવાસ કરી ચુક્યા છે.
નરેન્દ્ર મોદી આજે શનિવારને 21 સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનના હોમટાઉન ડેલાવેરમાં ક્વાડ સંસ્થાની બેઠકમાં ભાગ લેશે. 22 સપ્ટેમ્બરે પીએમ મોદીના મેગા ઈવેન્ટમાં ભારતીય સમુદાયના 24,000થી વધુ લોકો હાજરી આપશે. આ ઈવેન્ટનું નામ ‘મોદી અને યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ હશે. પીએમ મોદી તેમના પ્રવાસના અંતિમ દિવસે 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની ‘સમિટ ઓફ ધ ફ્યુચર’માં પણ ભાગ લેશે.