Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગાંધીનગરની નવી ઇ-બસ સેવા : એસી અને સીસીટીવીથી સજ્જ, સલામત અને આરામયદાયક મુસાફરી

Tue, July 14 2026

ગાંધીનગરની ઇ-બસમાં રોજ સરેરાશ દસ હજારથી વધુ નાગરિકો મુસાફરી કરે છે

ગ્રીન, ક્લીન અને સ્માર્ટ ગાંધીનગરના નિર્માણ તરફ મહાનગરપાલિકાની આગેકૂચ

ગાંધીનગર:  દુનિયાનાં કોઇપણ શહેરનાં વિકાસનો માપદંડ તેના સરળ અને મજબૂત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રહેલો હોય છે. હાલમાં જ ગાંધીનગરમાં નવી શરૂ થયેલી એ.સી. ઈ-બસ સેવા આ દિશામાં જ એક મહત્વનું પગલું સાબિત થઇ છે. આ ઇ-બસ સેવાને મુસાફરોનો અદભુત પ્રતિસાદ મળ્યો છે. ૧૪ દિવસ દરમિયાન કુલ ૧,૫૩,૫૦૯ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો. એટલે કે રોજ સરેરાશ ૧૦,૯૬૫ મુસાફરોએ આ બસોમાં મુસાફરી કરી છે.

આ આંકડાઓ કહી રહ્યા છે કે ગાંધીનગર મહાનગરપાલિકાએ શરૂ કરેલી નવી વાતાનુકુલિત ઇલેકટ્રીક બસ સેવા નાગરિકો માટે વરદાન સાબિત થઇ છે. રાજ્યનાં હરિયાળી રાજધાનીનાં સ્થાનિક નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે આ સરળ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝ ઓફ લીવીંગમાં સુધારો કરી રહ્યું છે. રોજબરોજ મુસાફરી કરતા લોકો માટે આ સેવા તેમની દૈનિક જિંદગીને વધુ સરળ, સુરક્ષિત અને તણાવમુક્ત બનાવતું એક સક્ષમ માધ્યમ બની છે. મહાનગરપાલિકાની આ પહેલ ગ્રીન, ક્લીન અને સ્માર્ટ ગાંધીનગરના નિર્માણ તરફની આગેકુચ છે. 

શરૂઆતમાં આ સુવિધા શરૂ કરવામાં આવી હતી ત્યારે તેને મોળો પ્રતિસાદ મળ્યો હતો. પહેલા દિવસે એટલે ૨૯ જૂન ૨૦૨૬ ના દિવસે સૌથી ઓછા ૬,૧૨૦ મુસાફરો નોંધાયા હતા. પરંતુ આ બસ સેવાની સુવિધા અને આરામદાયક મુસાફરીનો અનુભવ થતાં જ નાગરીકોનો ધસારો સતત વધતો રહ્યો. અને ૧૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ રેકોર્ડબ્રેક ૧૩,૬૧૫ મુસાફરોએ એક જ દિવસમાં સવારી કરીને કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી નવી બસ સેવા સ્થાનિક મુસાફરો અને અપ-ડાઉન કરતા નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ધમાસણાથી સરગાણ સુધી નિયમિત અપ-ડાઉન કરતા મુસાફર ત્રિવેદી નિયતીએ આ બસ સેવા અંગે પોતાનો સુખદ અનુભવ જણાવતા કહ્યું કે, GMC દ્વારા શરૂ કરાયેલી આ બસ મુસાફરો માટે ખૂબ જ સગવડભરી છે. ખાસ કરીને આ બસનું ભાડું ખૂબ જ રાહત દરે રાખવામાં આવ્યું હોવાથી સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ પડતો નથી. બસ સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ હોવાથી ઉનાળાની ગરમીમાં પણ મુસાફરી એકદમ આરામદાયક રહે છે. બસમાં CCTV કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે બસમાં મુસાફરી કરતી યુવતીઓ અને મહિલાઓ પોતાની જાતને સંપૂર્ણ સુરક્ષિત અનુભવે છે.

ગરમી અને પ્રદૂષણથી મુક્તિ, ઠંડક આપતી આરામદાયક મુસાફરી 

કાળઝાળ ગરમીમાં રોજીંદી મુસાફરી એક મોટો પડકાર હતો. પરંતુ હવે સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ ઈ-બસ સેવાને કારણે મુસાફરો અત્યંત આરામદાયક અને ઠંડકભરી સફરનો આનંદ માણી રહ્યા છે. હવે નાગરિકો ધૂળ, ધુમાડા અને ઘોંઘાટથી દૂર મુસાફરો શાંતિથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે.

મહિલાઓની સલામતિની ખાતરી સીસીટીવીથી સજ્જ બસ

મહિલાઓ માટે સુરક્ષા એ મુસાફરી દરમિયાન સૌથી મોટી મુંઝવણ હોય છે.  આ ઈ-બસોમાં આધુનિક CCTV કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. જેને કારણે નોકરી કરતી મહિલાઓ, શાળાઓ અને કોલેજોમાં જતી યુવતીઓ કોઈપણ ભય વિના, સંપૂર્ણપણે સુરક્ષિત વાતાવરણમાં પ્રવાસ કરી શકે છે. પરિવારજનો પણ હવે તેમની દીકરીઓને એકલી મોકલવામાં ચિંતામુક્ત બન્યા છે.

આર્થિક બોજમાંથી મોટી રાહત

ખાનગી વાહનો કે ઓટોરિક્ષામાં રોજિંદી મુસાફરી કરવી મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીઓ માટે ખૂબ ખર્ચાળ સાબિત થતી હતી. તેની સામે આ ઈ-બસોનું ભાડું ખૂબ જ રાહત દરે રાખવામાં આવ્યું છે. આ આર્થિક રાહતને કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પરનો ભાર ઓછો થયો છે અને તેઓ સરળતાથી બચત કરી શક્યા છે.

કનેક્ટિવિટીનું ઉત્તમ નેટવર્ક અને સમયની બચત

શહેરના સરગાસણ સર્કલ, પથિકાશ્રમ ટર્મિનલ અને સચિવાલય જેવા મહત્વના કેન્દ્રોથી લઈને આસપાસના ગ્રામ્ય, શૈક્ષણિક અને ઔદ્યોગિક વિસ્તારો જેવા કે કલોલ, કડી, દહેગામ, ચિલોડા અને ચાંદખેડા સુધી સીધી કનેક્ટિવિટી આ બસોથી આપવામાં આવી છે. આ ઉપરાંત IIT ગાંધીનગર અને PDEU જેવા અગ્રણી એજ્યુકેશન હબ સીધા જોડાતા વિદ્યાર્થીઓનો કિંમતી સમય બચે છે અને વારંવાર વાહનો બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.

નાગરિકોને પોતાની ખાનગી ગાડીઓ છોડીને જાહેર પરિવહનની આ અદભુત સુવિધાથી પરિચિત કરાવવા માટે 15 દિવસ નિ:શુલ્ક પ્રવાસ સેવા શરૂ કરાઈ હતી. હજારો લોકોએ પોતાના ખાનગી બાઇક કે કાર ઘરે મૂકીને આ આરામદાયક ઈ-બસનો પ્રવાસ પસંદ કર્યો છે. આ બદલાવથી નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે અને સાથે જ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પોતાનો મહત્વનો ફાળો આપ્યાનો ગર્વ અને સંતોષ પણ મળ્યો છે.

Tags:

ACBusesCCTVMonitoringCityOfGandhinagarComfortableCommuteEcoFriendlyTravelGandhinagarEBusGandhinagarNewsGreenCityInnovativeTransitPublicTransportSafeTravelSmartTransportSustainableMobilityTravelInStyleUrbanTransport

Share Article

Other Articles

Previous

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું

Next

અનિલ મેનનની ઉડાન અને ‘ગગનયાન’ ની તૈયારી વચ્ચે આકાર લેતું ભારતનું નવું સ્પેસ-વિઝન!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Nepal Buries Unidentified Flood Victims as DNA Preserves Hope of Future Identification
2 દિવસ પહેલા
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
2 દિવસ પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
2 દિવસ પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

RMCની ફૂડ શાખાને રેંકડીઓમાં જ રસ ? હોટેલોમાં જતાં ડર લાગે છે ?
રાજકોટ
2 વર્ષ પહેલા
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા જીવિત છે ? પોતાના નવા નિવેદનમાં એમણે ટેકો આપવા બદલ ઈરાકની જનતા અને ધાર્મિક નેતૃત્વનો આભાર માન્યો, ઈરાની મીડિયાનો અહેવાલ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
ધો.3નાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સર્વે: રાજકોટ સહિત રાજયની 490 સ્કૂલોમાં ‘પરખ’ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવશે
ગુજરાત
6 મહિના પહેલા
ઇંડા-નોનવેજના ગેરકાયદે દૂષણ દૂર કરવા દબાણ હટાવ શાખાને કોનું `દબાણ’?
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર