બેંગલુરુમાં ગેરકાયદે બ્લાસ્ટિંગે વન્યજીવોનો ભોગ લીધો : સગર્ભા માદા સહિત 4 દીપડાના કરુણ મોત
બેંગલુરૂ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં બનેલી એક અસાધારણ ઘટનામાં ચાર દીપડા મોતને ભેટ્યા હતા. યશવંતપુર વિધાનસભા વિસ્તારમાં મંચમન્ના બેલે નજીક ચિક્કાનાહલ્લી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રોક બ્લાસ્ટિંગ એટલે કે પથ્થરો ફોડવાનું કામ ચાલુ હતું ત્યારે આ દુર્ઘટના બની હતી.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દીપડાના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાથી રાજકીય અને વહીવટી પ્રતિક્રિયાઓ તીવ્ર બની છે. યશવંતપુરના ભાજપના ધારાસભ્ય એસ.ટી. સોમ. માશેખરે ભારે ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જેમાં વન વિભાગ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં વન્યજીવોના વારંવાર મૃત્યુ છતાં, વિભાગ કડક પગલાં લેવામાં નિષ્ફળ ગયો છે.
આ પણ વાંચો :રાજકોટનું હીરાસર એરપોર્ટ બન્યું સૌરાષ્ટ્રનું એવિએશન હબ : 2025માં 7190 ફ્લાઈટ ઓપરેશન, પેસેન્જર ટ્રાફિકમાં ઐતિહાસિક વધારો
માશેખરે આરોપ લગાવ્યો હતો કે આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર બ્લાસ્ટિંગ ચાલુ છે, અને સંબંધિત મંત્રી અને અધિકારીઓ ગંભીર ઉદાસીનતા દાખવી રહ્યા છે. ધારાસભ્ય સો. માશેખરે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે આ બાબતે વન મંત્રીનો સંપર્ક કરવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમના ફોનનો કોઈ જવાબ મળ્યો ન હતો.
