સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિશ્વરાજસિંહે વેપારી પાસેથી બેફામ વ્યાજ વસૂલ્યું: સ્કૂટર પણ પડાવ્યું,જાણો શું છે મામલો
ઈન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ મીડિયા એપ ઉપર લાખો ફોલોઅર્સ ધરાવતા ઈન્ફ્લુએન્સર વિશ્વરાજસિંહ ચુડાસમા સામે વ્યાજખોરીના એક બાદ એક ગુના દાખલ થઈ રહ્યા છે. અગાઉ એક વ્યક્તિને વ્યાજે નાણાં આપ્યા બાદ ખેતર પડાવી લીધાનો ગુનો નોંધાયા બાદ હવે ભાયાવદરના જ એક વેપારીએ વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ ચુડાસમા અને તેના ભાઈ જયરાજસિંહ સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી જેલમાં રહેલા વિશાલસિંહનો કબજો મેળવવા તજવીજ આદરી હતી.
આ અંગે ભાયાવદરની મયુરનગર સોસાયટીમાં રહેતા 27 વર્ષીય યુવક અભિષેક મયુરભાઈ ભાલોડિયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેણે 2017ના પાંચમા મહિનામાં વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા તેમજ તેના ભાઈ જયરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા પાસેથી ભાયાવદર ખાતે બસ સ્ટેન્ડ નજીક આવેલી નાઈન ફાયનાન્સ નામની ઓફિસેથી 22 લાખ રૂપિયા માસિક 10% વ્યાજે લીધા હતા. આ પછી 20 લાખ જેટલી વ્યાજ ચૂકવી દીધા છતાં બન્ને ભાઈઓ દ્વારા વધુ વ્યાજની ઉઘરાણી કરી ગાળો આપવા તેમજ પીસ્તલ બતાવી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો :એક બાજુ ‘ગીફ્ટ’માં છૂટછાટ આપો છો, બીજી બાજુ શહેર-જિલ્લાની પોલીસને દારૂ પાછળ દોડાવો છોઃ અધિકારીના આ શબ્દ ઘણું બધું કહી જાય છે !
અભિષેકે વ્યાજ તેમજ મુળ રકમ ચૂકવી દીધી હોવા છતાં તેની પાસેથી 1.80 લાખની કિંમતનું સ્કૂટર પડાવી લીધું હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે વિશ્વરાજસિંહ ચુડાસમા અને તેના ભાઈ જયરાજસિંહ સામે મની લેન્ડ, આર્મ્સ એક્ટ હેઠળ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિશ્વરાજસિંહ હાલ જેલમાં જ છે ત્યાંથી તેનો કબજો મેળવવામાં આવશે. પોલીસ દ્વારા ફરિયાદ સેન્સેટિવ રાખી દેવાઇહ હતી અને કેટલા લાખ વ્યાજે લીધા દીધા કેટલી રકમનો મામલો તે ચોક્કસ આંકડા બાબતે તેમજ કયું હથિયાર તંકાયુ તે બાબતે ભાયાવદર પોલીસ દ્વારા કોઇપણ કારણોસર મગનું નામ મરી પડાયું ન હતું. કદાચ ફરિયાદીની ના હોય અથવા તો સલામતિ કે આવા કોઇ કારણોને લઇને પોલીસે હિતકારી કાર્ય કર્યુ હોઇ શકે.
