Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટસ્પોર્ટ્સ

દેશની સર્વશ્રેષ્ઠ પોલીસ હોકી ટીમ કઈ? રાજકોટમાં જામ્યો જંગ, DGPના હસ્તે ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો પ્રારંભ

Thu, December 4 2025

દેશની સર્વશ્રેેષ્ઠ પોલીસ હોકી ટીમનું બિરુદ મેળવવા માટે આજે ગુરૂવારથી 14 ડિસેમ્બર સુધી રાજકોટના બે ગ્રાઉન્ડ ઉપર 18 રાજ્યની 32 ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. સવારે 9 વાગ્યે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયના હસ્તે ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હોકીનો મુકાબલો શરૂ થયો હતો.

રાજકોટના રેસકોર્સ  સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિભિન્ન પ્રાંતમાંથી આવેલા પોલીસ જવાનો અને સુરક્ષા દળોના ખેલાડીઓની માર્ચ પાસ્ટ, પોલીસ બેન્ડની સુરાવલી, અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે આજથી તા. 14 ડિસેમ્બર સુધી 56 જેટલા મેચ રાજકોટ ખાતે યોજાશે.

DGPના હસ્તે ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો પ્રારંભ

આ તકે ડી.જી.પી. વિકાસ સહાયે તેમના ઉદબોધનમાં ભારતીય ખેલ હોકીની ગૌરવશાળી પરંપરાના ધરોહર  મેજર ધ્યાનચંદને યાદ કરી જણાવ્યું હતું કે, સુરક્ષા દળોના જવાનો, પોલીસકર્મીઓની કોર વેલ્યુઝ એવી સંકલન, ટીમ ભાવના, એકતા અને અનુસાશન તથા ગોલ કેન્દ્રિત ડેડિકેશનના ગુણો રમતમાં પણ તેમનું કૌશલ્ય ઉજાગર કરવામાં મદદરૂપ બને છે. પોલીસ જવાનો રમત-ગમત અને ખાસ કરીને હોકીમાં રાષ્ટ્રની પરંપરાને આગળ ધપાવી રહ્યા હોવાનું તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ વિભાગ હસ્તકના ઓલ ઇન્ડિયા પોલીસ કંટ્રોલ બોર્ડ રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાની રમતના આયોજન થકી જવાનોની ખેલ પ્રતિભાને બહાર લાવવાનું કાર્ય કરે છે, ત્યારે બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય પોલીસ હોકી ચેમ્પિયનશિપની યજમાની આપવા બદલ  સહાયે તેમનો આભાર માન્યો હતો. સાથોસાથ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ રમતગમતના શ્રેષ્ઠ આયોજન થકી આ લીગને પણ સફળતાપૂર્વક આગળ ધપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હોકી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે રાજકોટની જનતા પણ આ ચેમ્પિયનશિપને નિહાળી શકશે તેમ જણાવતાં  વિકાસ સહાયે રાજકોટ પોલીસને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.

300થી વધુ ખેલાડીઓ વચ્ચે 56 જેટલી હોકી સ્પર્ધાઓ યોજાશે

આ તકે ડી.જી.પી. (આર્મસ)  રાજુ ભાર્ગવે સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર સેવામાં હંમેશા તત્પર સુરક્ષા જવાનો ટીમ વર્ક, રણનીતિ, ગતિ, એકતા અને સન્માનની ભાવનાના ગુણ સાથે ખેલ પ્રતિભામાં પણ હંમેશા દેશનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે તેમણે તમામ ખેલાડીઓને હાર જીતથી ઉપર ઉઠી ખેલ ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અપીલ કરી હતી. આ લીગમાં આધુનિક સુવિધાઓ સાથેના આંતરરાષ્ટ્રીય સ્તરનું મેદાન ધરાવતા મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ, રેસકોર્સ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત હોકી ગ્રાઉન્ડ ખાતે 300થી વધુ ખેલાડીઓ વચ્ચે 56 જેટલી હોકી સ્પર્ધાઓ યોજાશે.

આ પણ વાંચો :દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સુર્યકુમારને સોંપાઈ કમાન,હાર્દિક-ગિલની વાપસી

ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભારતભરના વિવિધ રાજ્યના પોલીસ દળો, કેન્દ્ર સરકારના અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની કુલ 32 ટીમો ભાગ લેશે, જેમાં 24 પુરુષ ટીમો અને 08 મહિલા ટીમોનો સમાવેશ થાય છે. ભારતની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપતા દળોના ખેલાડીઓ માટે આ ટૂર્નામેન્ટ પ્રતિભા રજૂ કરવાનું એક મહત્વનું મંચ સાબિત થશે.

કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા એવા ઉત્તરપ્રદેશના હોકી ખેલાડી  લલિતકુમાર ઉપાધ્યાયનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓએ ખેલ અંગેના શપથ લીધા હતાં. કાર્યક્રમના અંતે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ ભારત દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા ખેલાડીઓ, કોચ તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. 

શુભારંભ પ્રસંગે ધારાસભ્ય  ડો. દર્શિતાબેન શાહ અને પૂર્વ ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ, એડિશનલ ડી.જી.પી.  પી.કે રોશન, પોલીસ કમિશનર  બ્રજેશકુમાર ઝા,  કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી  અનંદુ સુરેશ ગોવિંદ, રીજીનલ મ્યુનિસિપલ કમિશનર  મહેશ જાની, રેન્જ આઇ.જી  અશોકકુમાર યાદવ, ડી.સી.પી.  જગદીશ બંગરવા,  હેતલ પટેલ સહિત રાજકોટ પોલીસ વિભાગના અધિકારીઓ સહિત વિભિન્ન પ્રાંતમાંથી આવેલા કોચ, પોલીસ જવાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી મળી : અમદાવાદ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ,પોલીસની ટીમ એરપોર્ટ પહોંચી

Next

મારે પુતિનને મળવુ છે અને આ એક પરંપરા છે પણ મોદી મળવા દેતા નથી : રાહુલ ગાંધીનો આરોપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભાજપની પ્રદેશ કારોબારીમાં અનુભવી-જૂના આગેવાનોને સમાવાયા: રાજકોટનું મ્હેણુ ભાંગ્યું, કમલેશ મિરાણી, ભાનુબેન બાબરિયા સહિતનો સમાવેશ
14 મિનિટutes પહેલા
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતના ડંકા વાગ્યા: વૈશ્વિક વિકાસમાં ભારતનો 20% ફાળો, WEF પ્રમુખ બ્રેન્ડે ભારત પર ઓળઘોળ
42 મિનિટutes પહેલા
ભાજપમાં આજથી ‘નવીન’યુગનો પ્રારંભ: ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા, આજે નીતિન નવીનનું પદગ્રહણ
1 કલાક પહેલા
કર્ણાટક સરકારે ડીજીપી રામચંદ્ર રાવને મહિલા સાથે આપત્તિ જનક ફોટો અને વિડીયો પ્રકરણમાં કર્યા સસ્પેન્ડ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2800 Posts

Related Posts

લે બોલો !! આ રાજ્યમાં ત્રીજા બાળકના જન્મ પર મળશે ભેટ, છોકરો થશે તો ગાય-છોકરી થશે રૂ. 50 હજાર આપવાની વિચિત્ર જાહેરાત
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ચૂંટણીનું વર્ષ છે, ટાર્ગેટ પૂરો ન થાય તો થોડા હળવા રહેજો ! RMCની વેરા વસૂલાત શાખાને મૌખિક આદેશ છૂટ્યાનો ગણગણાટ
ગુજરાત
3 મહિના પહેલા
2024 બન્યું માનવ ઇતિહાસનું સૌથી વધુ ગરમ વર્ષ: તાપમાનમાં અસામાન્ય ઉછાળો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ મહાપાલિકા પાસેથી 23 લાખ પડાવી લેવાનો કોન્ટ્રાક્ટરોનો ‘ખેલ’ પકડાયો,જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર