ઇન્કમ ટેક્સ એક્ટ અંગે સરકારે કઈ કવાયત શરૂ કરી ? જુઓ
ઈન્કમ ટેક્સ એક એવો કાયદો છે, જેના હેઠળ માત્ર 6 થી 7 કરોડ લોકોને આવરી લેવામાં આવે છે, પરંતુ તેની અસર સમગ્ર દેશના લોકો પર પડે છે. સરકારે આ કાયદામાં મોટા ફેરફારોની વાત કરી છે અને 60 વર્ષ જૂના ઈન્કમ ટેક્સ એક્ટના કેટલાક પાના ભવિષ્યમાં ઈતિહાસ બની જશે. તેમાં મોટા પાયે ફેરફારની કવાયત શરૂ થઈ છે અને 13 મી ઓક્ટોબરથી લોકો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ પણ આ ફેરફાર માટે સામાન્ય માણસ પાસેથી સૂચનો માંગ્યા છે. તેમનું કહેવું છે કે અમારો પહેલો ધ્યેય ટેક્સને લગતી અધિકારશાહીને દૂર કરવાનો અને સામાન્ય માણસ માટે પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
સીબીડીટી દ્વારાઅપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે આવકવેરા કાયદાની સમીક્ષા કરવા માટે આંતરિક સમિતિની રચના કરી છે. આ કમિટી 4 રીતે તેની તપાસ કરશે અને જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવશે
ભાષા સરળ બનશે
આમાં આવકવેરાની ભાષાને સરળ બનાવવામાં આવશે, વિવાદો ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે, અનુપાલન પણ ઘટાડવામાં આવશે અને સામાન્ય માણસ પર ટેક્સ કાયદાનો વાસ્તવિક રીતે અમલ કરવામાં આવશે. આ ચાર પરિમાણો પરના વર્તમાન કાયદાની સમીક્ષા કર્યા પછી, સરકાર તેમાં યોગ્ય ફેરફારો કરશે.
તમે પણ સૂચનો મોકલી શકો છો
સીબીડીટીએ કહ્યું છે કે સામાન્ય માણસ પણ ઈન્કમ ટેક્સ પોર્ટલ દ્વારા પોતાના સૂચનો મોકલી શકે છે. આ માટે, 13 ઓક્ટોબરથી સૂચનો મંગાવવામાં આવ્યા છે અને લોકો તેમના સૂચનો મોકલી શકે છે અને ઓટીપી દ્વારા તેની ચકાસણી કરી શકે છે.