Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingટ્રેન્ડિંગબ્રેકિંગ ન્યૂઝરાજકોટ

ઉપલેટાનો વેણુ ડેમ-2 છલકાયો, 2 દરવાજા ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ

Fri, July 3 2026

ચોમાસાની સિઝનના પહેલા જ વરસાદે ઉપલેટામાં ધમાલ મચાવી દીધી છે. ગઢેથડ પાસે આવેલો વેણુ ડેમ-2 ઉપરવાસના ધોધમાર વરસાદથી 100 ટકા ભરાઈને ઓવરફ્લો થઈ ગયો છે. તંત્રે તાત્કાલિક 2 દરવાજા 1 ફૂટ ખોલીને નીચાણવાળા 5 ગામોને નદીના પટમાં ન જવાની સૂચના આપી છે.

પ્રથમ વરસાદે જ ડેમ છલોછલ 

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મેઘરાજાએ એન્ટ્રી સાથે જ તોફાન મચાવ્યું. ઉપલેટાના ગઢેથડ ગાયત્રી આશ્રમ નજીક આવેલા વેણુ ડેમ-2 માં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે રાતોરાત નવા નીરની આવક શરૂ થઈ ગઈ. પરિણામે સિઝનના પહેલા જ વરસાદે ડેમ પૂરી ક્ષમતાએ એટલે કે 100 ટકા ભરાઈને ઓવરફ્લો થઈ ગયો.

આ પણ વાંચો: સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો, માછીમારોને દરિયો ખેડવા પર બ્રેક

1722 ક્યુસેક આવક સામે 1428 ક્યુસેક જાવક 

ડેમમાં પાણીની સપાટી જોખમી સ્તરે પહોંચતા તંત્ર દ્વારા તાત્કાલિક વેણુ ડેમ-2ના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા. હાલ ડેમમાં 1722 ક્યુસેક પાણીની આવક સામે 1428 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. દરવાજા ખોલાતા જ વેણુ નદીમાં પાણીનું વહેણ વધ્યું છે.

5 ગામોને અવરજવર ન કરવા સૂચના 

વેણુ ડેમ-2 ઓવરફ્લો થતા તેની નીચે આવતા ગઢેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નીલખા ગામના લોકોને વેણુ નદીના પટમાં અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા માટે એલર્ટ જાહેર કરાયું છે.

172 તાલુકામાં વરસાદ, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં એટલો ધોધમાર વરસાદ ખાબક્યો કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને ચોમાસા પહેલાની કામગીરીની પોલ પણ ખુલી ગઈ. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 12.64 ઇંચ અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ વરસાદ નોંધાયો છે. પહેલા જ વરસાદે જનજીવન પ્રભાવિત થયું છે.

Tags:

CommunitySafetyDamOverflowDisasterPreparednessEmergencyAlertEnvironmentalImpactFloodAlertGatesOpenLocalNewsLowLyingVillagesMonsoonSeasonRiverFloodingUPLETAUpletaNewsVenuDamWaterManagement

Share Article

Other Articles

Previous

ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ

Next

સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો, માછીમારોને દરિયો ખેડવા પર બ્રેક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ
39 મિનિટutes પહેલા
ઉપલેટાનો વેણુ ડેમ-2 છલકાયો, 2 દરવાજા ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ
3 કલાક પહેલા
સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો, માછીમારોને દરિયો ખેડવા પર બ્રેક
3 કલાક પહેલા
16 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને 80 કિમીની ઝડપે તોફાની પવનનું એલર્ટ
4 કલાક પહેલા
Categories

નેશનલ

3204 Posts

Related Posts

રાજકોટમાં ફાયર બ્રિગેડનું માળખું વધુ સુદ્રઢ કરાશે 
રાજકોટ
2 વર્ષ પહેલા
મતદાન કાપલી ન હોય આ દસ્તાવેજમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને મત આપી શકો છો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સુરેન્દ્રનગર : થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 50 હજાર કિલો મગફળી બળીને ખાક ; કરોડોનું નુકસાન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સીજીએસટીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેકટરોની બદલીનો ઘાણવો કઢાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર