ટાઇટેનિક બનાવનારી કંપની ડૂબી રહી છે !! નેતૃત્વમાં ગરબડ-નાણાકીય મુશ્કેલીઓ સર્જાઇ
ટાઇટેનિક સહિત બ્રિટનના કેટલાક સૌથી પ્રસિદ્ધ જહાજો બનાવનારી આઇકોનિક કંપની હાર્લેન્ડ એન્ડ વુલ્ફ કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. બુધવારે કંપનીએજાહેરાત કરી કે તેના ફાઇનાન્સ ચીફ અરુણ રમણે રાજીનામું આપ્યું છે. આ ઐતિહાસિક શિપબિલ્ડર
કંપનીને સંઘર્ષમાં વધુ એક ફટકો પડ્યો. 1861માં સ્થપાયેલી હાર્લેન્ડ એન્ડ વોલ્ફ કંપની સંભવતઃ વેચાઈ રહી છે કારણ કે તે કંપની આર્થિક રીતે ખલાસ થઇ ગઈ છે.
ટાઇટેનિકનો વારસો જોખમમાં
હારલેન્ડ એન્ડ વોલ્ફ જે એક સમયે દરિયાઈ જહાજોમાં આવિષ્કારોનો પર્યાય ગણાતો. આ કંપની એઈતિહાસના કેટલાક સૌથી નોંધપાત્ર જહાજોની રચના કરી હતી. ટાઇટેનિકની સાથે સાથે આકંપનીએ આરએમએસ ઓલિમ્પિક, એચએમએચએસ બ્રિટાનિક, એસએસ કેનબેરા અને યુકેનું પ્રથમ સુપરટેન્કર મિરિનાનું નિર્માણ કર્યું. આવો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતી કંપની તાજેતરમાં મુશ્કેલીમાંથી
પસાર થઇ રહી છે.
ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં અન્ય શિપયાર્ડ્સ સાથે, ઉત્તરી આયર્લૅન્ડના બેલફાસ્ટમાં મુખ્ય મથકધરાવતી આ કંપની હાર્લેન્ડ અને વુલ્ફ હાલમાં આશરે 1,500 લોકોને રોજગારી આપે છે. પરંતુ તાજેતરના મહિનાઓમાં નાણાકીય મુશ્કેલીઓને કારણે ઘણાને છુટા કરવા પડ્યા છે.
નેતૃત્વમાં ગરબડ અને નાણાકીય મુશ્કેલીઓ
2019 થી ફાઇનાન્સ ચીફ તરીકે ફરજ બજાવતા અરુણ રમણનું રાજીનામું મુકાયું. એની પહેલામાલ્કમ ગ્રોટ, સર જોનાથન બેન્ડ અને કાત્યા જોટોવા જેવા ઘણા લોકોએ રાજીનામું આપી દીધું.જુલાઈમાં કંપનીએ લંડન ઓલ્ટરનેટ સ્ટોક માર્કેટ પર તેના શેર સસ્પેન્ડ કર્યા હતા, જેનો અર્થ એ કે કંપની ફડચામાં છે. હાર્લેન્ડ એન્ડ વોલ્ફ તેના 2023 એકાઉન્ટ્સને ફાઈનલાઈઝ કરવામાં અસમર્થ
હતા. કામચલાઉ સ્થિરતા માટે યુએસ ધિરાણકર્તા પાસેથી 25 મિલિયન ડોલર ઉછીના લેવાની ફરજ પડી હતી.
CEO જ્હોન વૂડને જુલાઈમાં રજા પર મૂકવામાં આવ્યા હતા. વાટાઘાટો કરવા માટેના નિષ્ણાતરસેલ ડાઉન્સ વચગાળાના એક્ઝિક્યુટિવ પણ ચેરમેન તરીકે પદ ઉપરથી નીકળી ગયા હતા. કંપનીનાસંચાલકો રોથચાઈલ્ડ બેંકના નિષ્ણાતો સાથે સ્થિર નાણાકીય ભવિષ્યનું સર્જન થાય તે માટે કંપનીની વ્યૂહરચનાઓની સમીક્ષા કરી રહ્યા છે. કંપનીના સંભવિત વેચાણની શક્યતા વધી રહી છે.
સરકારી સહાય માટે સંઘર્ષ
Harland & Wolff યુકે સરકાર સાથે વાટાઘાટ કરી રહી છે. કંપનીના દેવાની ચુકવણી માટે 260મિલિયન ડોલરની લોનની વિનંતી કરી છે. જોકે કંપનીએ શરૂઆતમાં 100% લોન અન્ડરરાઈટિંગમેળવવાની અપેક્ષા રાખી હતી, પરંતુ પાછળથી તેણે 80% માટે પતાવટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ છૂટ અને કાનૂની ખાતરી હોવા છતાં કે બ્રિટનની સરકારને આ કંપનીને મદદ કરવાની કોઈ
ઈચ્છા હોય એવું લાગતું નથી. ફાયનાન્સિયલ ટાઈમ્સ દ્વારા ટાંકવામાં આવેલા એક અનામી સરકારી સ્ત્રોત અનુસાર, આવી લોનની બાંયધરી આપવી એ “અત્યંત બેજવાબદાર” પગલું લેખાશે.
હાર્લેન્ડ અને વોલ્ફનું ભવિષ્ય
હાર્લેન્ડ એન્ડ વોલ્ફ કંપનીનું ભવિષ્ય અનિશ્ચિત છે. વેચાણની શક્યતા દેખાતી હોવા છતાં તેનીનાણાકીય કટોકટીને કારણે તેની માર્કેટમાં બહુ વેલ્યુ રહી નથી, કંપની ઐતિહાસિક વારસો ધરાવતી હોવા છતાં. ટાઈટેનિક તો ડૂબી, બસ હવે આ કંપની ડૂબશે કે કેમ એ જોવાનું રહ્યું.