વડાપ્રધાન મોદી કયા દેશની યાત્રા રદ કરી શકે છે ? વાંચો
વડાપ્રધાન મોદીનો કઝાકસ્તાનનો પ્રવાસ કદાચ ટળી શકે છે. સત્તાવાર સૂત્રોએ એવી માહિતી આપી હતી કે વડાપ્રધાન મોદી 3-4 જુલાઇએ કઝાખસ્તાનમાં આસતાના ખાતે આયોજિત એસસીઓ શિખર સંમેલનમાં હાજરી આપી શકશે નહીં. આ પહેલા તેઓ નિયમિત રૂપે આ સંમેલનમાં હાજરી આપતા રહ્યા છે.
જો કે આ વખતે ચુંટણીમાં જીત બાદ ત્રીજી ટર્મમાં પ્રથમ સંસદ સત્ર 3 જુલાઇ સુધી ચાલવાનું છે. આ કારણે જ વડાપ્રધાન આ વખતે સંમેલનમાં હાજરી આપી શકશે નહીં. તેઓ સંસદના બંને ગૃહોને સંબોધન પણ કરવાના છે. આજથી જ સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે.
આ સંમેલનમાં ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ મોદી પ્રથમ વાર રશિયાના પ્રમુખ તેમજ ચીનના પ્રમુખ સાથે પણ વાતચીત કરવાના હતા તેવો કાર્યક્રમ હતો પણ હવે મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત તહી શકશે નહીં. બંને વિદેશી નેતાઓ સાથે મોદી દ્વિપક્ષીય ચર્ચા કરવાના હતા.
આ ઉપરાંત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ મોદીને મળવા આતુર હતા. જો કે એમની સાથે બેઠકની કોઈ વાત હતી નહીં. જો કે એમ પણ માનવામાં આવે છે કે ચીન અને પાક સાથે અત્યારે સંબંધો બગડેલા છે માટે કદાચ મોદી બેઠકના પક્ષમાં હશે નહીં.
એસસીઓમાં પૂર્ણ સદસ્યતા હોવા છતાં ભારત અહીં અલગ જ પ્રભાવ ધરાવે છે. ભારતે આ પ્લેટફોર્મ પર હમેશા આતંકવાદ સામે સહિયારા જંગની વકીલાત કરી છે જે આ જુથના કેટલાક દેશોને ગમતું નથી. આમ છતાં વડાપ્રધાને આતંકવાદને નાબૂદ કરવા પર હમેશા ભાર મૂક્યો છે.