Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝ

AI ની જાસૂસી અને ‘સર્વેલન્સ પ્રાઈસિંગ’ નો ભયજનક ખેલ

Mon, August 3 2026

લગભગ બે સદીઓથી ‘ફિક્સ્ડ પ્રાઈસ’ એટલે કે બાંધેલા ભાવના ટેગે આપણને એવો ભરોસો આપ્યો હતો કે દરેક ગ્રાહક માટે વસ્તુની કિંમત સમાન રહેશે. પરંતુ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં હવે પ્રાઈસ ટેગ માત્ર કાગળનો ટુકડો નથી રહ્યો; તે જીવંત થઈ ગયો છે! હવે એલ્ગોરિધમ એ અભ્યાસ કરી રહ્યું છે કે તમે કોણ છો, તમારી જરૂરિયાત કેટલી તાત્કાલિક છે અને તમે કેટલો ભાવ ચુકી શકવાની ક્ષમતા ધરાવો છો—ત્યારબાદ જ તે નક્કી કરે છે કે તમારે કેટલા પૈસા ચૂકવવાના છે. ડિજિટલ માર્કેટ આપણને ફરીથી પ્રાચીન કાળના બજારોની સોદાબાજીમાં ધકેલી રહ્યું છે. MRP હવે ભૂતકાળ બની જશે – એ દિવસો દૂર નથી.

જૂના જમાનાના બજારો યાદ કરો. દુકાનદાર ગ્રાહકના કપડાં, તેનો ચહેરો, તેનો દરજ્જો અને તેની બોલવાની છટા જોઈને વસ્તુનો ભાવ બોલતો હતો. પછી ‘ફિક્સ્ડ પ્રાઈસ’ (બાંધેલો ભાવ) નો જમાનો આવ્યો, જેણે ધીમે ધીમે આ વ્યક્તિગત ભેદભાવ દૂર કર્યો. અમીર હોય કે ગરીબ, આત્મવિશ્વાસુ હોય કે ગભરાયેલો—છાપેલો ભાવ બધા માટે સરખો જ રહ્યો. ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની આ સૌથી મોટી લોકશાહી હતી. પણ હવે, ડિજિટલ કોમર્સ આપણને ફરીથી એ જૂની સોદાબાજી (Bargaining) ના યુગમાં પરત લઈ જઈ રહ્યું છે. ફેર માત્ર એટલો છે કે આ વખતે સોદાબાજીમાં ભયાનક અસંતુલન છે!

આ પણ વાંચો: ધરતીના ધણી મેહુલીયાએ એક જ માસમાં 32 તાલુકાને ધરવી દીધા: સિઝનનો 100 ટકા વરસાદ

અદ્રશ્ય અસંતુલન: વેપારી તમારા વિશે બધું જ જાણે છે!

પરંપરાગત બજારમાં ગ્રાહક અને વેપારી સામસામે રકઝક કરતા હતા. પણ આજના ડિજિટલ માર્કેટમાં ગ્રાહકને બિલકુલ ખબર નથી હોતી કે વેચનારનો સૌથી નીચો (પોસાય તેવો) ભાવ કયો છે.

બીજી તરફ, વેચનારનું AI એલ્ગોરિધમ તમારા વિશે બધું જ જાણે છે. તમારું લોકેશન કયું છે, તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી શું છે, અગાઉ તમે કઈ કઈ ખરીદી કરી છે, તમે કયો મોબાઈલ વાપરો છો, બ્રાન્ડ પ્રત્યે તમારી વફાદારી (Loyalty) કેટલી છે અને સૌથી અગત્યનું—તમારી ‘અર્જન્સી’ (તાકીદ) કેટલી છે! દાખલા તરીકે, જો તમે રાત્રે ૧૨ વાગ્યે કોઈ અજાણી જગ્યાએથી કેબ (Cab) બુક કરી રહ્યા છો અને તમારા ફોનની બેટરી માંડ ૫% છે, તો એપ સમજી જશે કે તમે અત્યારે લાચાર છો, અને તે સામાન્ય કરતા બમણો ભાવ દેખાડશે. આને અર્થશાસ્ત્રની ભાષામાં ‘સર્વેલન્સ પ્રાઈસિંગ’ (Surveillance Pricing – જાસૂસી આધારિત ભાવ) કહેવાય છે.

આનો એક અર્થ એ પણ થયો કે હવે પ્રાઇવસી જેવું કશું રહેશે નહીં. આપણી આખી કુંડળી એટલે કે આપણો બધો જ આર્થિક બાયોડેટા બધી મોટી કંપનીઓ પાસે હશે અને એ મુજબ તેઓ આપણને સતત ખંખેરતા રહેશે. આ ખરેખર ભયજનક છે.

એરલાઇન્સથી લઈને સુપરમાર્કેટ સુધી વિસ્તરતો ખતરો

આ માત્ર કોઈ સાયન્સ ફિક્શન નથી. આ વાસ્તવિકતા છે જે આપણી સાથે ઘટી રહી છે.  એરલાઇન્સની ટિકિટો અને ઉબેર/ઓલા જેવી રાઈડ-હેલિંગ એપ્સમાં તો આપણે આ ‘સર્જ પ્રાઈસિંગ’ વર્ષોથી ભોગવીએ છીએ. પણ હવે આ સિસ્ટમ ઓનલાઈન શોપિંગ અને ભૌતિક સુપરમાર્કેટ સુધી પહોંચી ગઈ છે. ઝોમેટો અને સ્વીગીમાં પણ આપણે અનુભવ્યુ છે કે એક જ ડિશ એક કરતાં વધુ વખત સર્ચ કરતા કે વરસાદની સીઝનમાં અચાનક ભાવ વધી જાય.

વિદેશોના સુપરમાર્કેટ્સમાં હવે કાગળના પ્રાઈસ ટેગની જગ્યાએ છાજલીઓ પર ‘ઈલેક્ટ્રોનિક લેબલ્સ’ (ESL) લગાવી દેવામાં આવ્યા છે. આ ડિજિટલ લેબલ્સ ગ્રાહકોની ભીડ, દિવસનો સમય અને માલની અછત જોઈને દિવસમાં અનેકવાર આપમેળે ભાવ બદલી શકે છે. જો બહાર વરસાદ પડતો હોય, તો અંદર છત્રીનો ભાવ ઓટોમેટિક વધી જાય! તમે એક વસ્તુ સવારે જે ભાવે જોઈ હોય, બપોરે તેનો ભાવ બદલાઈ ચૂક્યો હોય છે.

બેંક ઓફ ઈંગ્લેન્ડની ચેતવણી અને કાયદાકીય લડત

કોર્પોરેટ જગતની આ ખુલ્લી લૂંટ સામે હવે વૈશ્વિક સ્તરે લાલ બત્તી ધરવામાં આવી રહી છે. તાજેતરમાં ‘બેંક ઓફ ઈંગ્લેન્ડ’ એ સત્તાવાર રીતે ચેતવણી આપી છે કે ડેટા, ડિજિટલ પ્લેટફોર્મ્સ અને AI ના કારણે કિંમતો માત્ર ‘ડાયનેમિક’ (બદલાતી) નથી રહી, પરંતુ તે સતત ‘વ્યક્તિગત’ (Individual) બની રહી છે. એટલે કે એક જ સમયે, એક જ વસ્તુનો ભાવ બે અલગ અલગ વ્યક્તિઓ માટે અલગ અલગ હોઈ શકે છે.

અમેરિકાના કેટલાક રાજ્યોએ તો આ સિસ્ટમ સામે બાંયો ચડાવી છે. ખાસ કરીને ગ્રોસરી (કરિયાણું) અને જીવનજરૂરી ચીજવસ્તુઓમાં આ ‘સર્વેલન્સ પ્રાઈસિંગ’ વિરુદ્ધ કડક કાયદાઓ લાવવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે, જેથી સામાન્ય માણસની મજબૂરીનો વેપાર થતો અટકાવી શકાય.

અર્થશાસ્ત્રના આ નવા યુગનું સૌથી બિહામણું સત્ય એ છે કે, “બજાર પાછું ફર્યું છે—પરંતુ કોની સાથે સોદાબાજી થઈ રહી છે, તે જાણવાનો અધિકાર માત્ર વેચનારને જ છે!” જ્યારે પ્રાઈસ ટેગ તમારા ખિસ્સા અને તમારી મજબૂરી સામે જોઈને પોતાનો આંકડો બદલવા લાગે, ત્યારે સમજવું કે ડિજિટલ સુવિધાના નામે આપણે એક એવા ‘વર્ચ્યુઅલ પાંજરા’ માં કેદ થઈ ગયા છીએ, જ્યાં કિંમત પ્રોડક્ટની નહીં, પણ આપણી ‘ગરજ’ ની વસૂલવામાં આવી રહી છે.

આપણે ડગલે ને પગલે અન્યાયનો અને અસમાનતાનો સામનો કરવા તૈયાર રહેવાનું છે. આપણાંથી અમીર માણસને એક જ વસ્તુ આપણાં કરતા સસ્તી મળે એવું પણ બનશે. સોશ્યલ મીડિયા કંપનીઓ, એ-આઈ, આપણી સર્ચ હિસ્ટરી વગેરે ડેટા મોટી કોર્પોરેટ કંપનીઓને વેચવામાં આવી રહ્યો છે. આ બધા ડેટાને ભેગો કરીને કંપનીઓ આપણી 360-ડીગ્રી કુંડળી કાઢશે. પછી સોય લઈએ કે સોયાબીન કઠોળ કે સ્પેસ ટ્રાવેલ કરીએ બધે આપણને લૂંટી લેવા કોર્પોરેટ જાયન્ટસ તૈયાર બેઠા હશે. બહુ જ જોખમી ભવિષ્ય આપણી રાહ જોઇને બેઠું છે.

‘ડાયનેમિક પ્રાઈસિંગ‘ ની ડીપ-વેબ રિયાલિટી

એપલ યુઝર ટેક્સ (Apple User Tax): રિસર્ચ દર્શાવે છે કે ઘણી ટ્રાવેલ અને હોટેલ બુકિંગ વેબસાઇટ્સ જ્યારે જુએ છે કે યુઝર મોંઘા ‘આઈફોન’ (iPhone) કે ‘મેકબુક’ (MacBook) પરથી સર્ચ કરી રહ્યો છે, ત્યારે તેને એન્ડ્રોઇડ યુઝર કરતા વધુ કિંમતના રૂમ કે ટિકિટો બતાવવામાં આવે છે. એલ્ગોરિધમ માની લે છે કે આ ગ્રાહક વધુ પૈસા ખર્ચવા સક્ષમ છે.

કુકીઝની ચોરી (Cookie Tracking): તમે કોઈ ફ્લાઇટની ટિકિટ જોવા માટે વારંવાર એક જ પેજ રિફ્રેશ કરો છો, ત્યારે વેબસાઈટની ‘કુકીઝ’ સમજી જાય છે કે તમારે આ ટિકિટ લેવી જ છે. પરિણામે, દરેક રિફ્રેશ સાથે ટિકિટનો ભાવ વધતો જાય છે. આ માર્કેટની ભાષામાં તમારી ‘ડેસ્પરેશન’ (વ્યાકુળતા) ને કેશ કરવાની રીત છે.

વેન્ડીઝ (Wendy’s) નો પ્રયોગ: અમેરિકાની પ્રખ્યાત ફાસ્ટ-ફૂડ ચેઈન ‘વેન્ડીઝ’ એ તાજેતરમાં ઉબેર જેવું ‘સર્જ પ્રાઈસિંગ’ બર્ગર માટે લાવવાની જાહેરાત કરી હતી. એટલે કે બપોરે લંચ સમયે ભીડ હોય ત્યારે બર્ગર મોંઘું, અને સાંજે સસ્તું! જોકે, પબ્લિકના ભારે આક્રોશ અને વિરોધ બાદ કંપનીએ આ નિર્ણય રાતોરાત પાછો ખેંચવો પડ્યો હતો.

Share Article

Other Articles

Previous

હત્યાના પ્રયાસની ફરિયાદ પાછી ખેંચવાના મનદુ:ખમાં થઈ હત્યા

Next

ધરતીના ધણી મેહુલીયાએ એક જ માસમાં 32 તાલુકાને ધરવી દીધા: સિઝનનો 100 ટકા વરસાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતના કર્મચારીઓનો ‘ફિક્સ પે’ સામે સુપ્રીમમાં પોકાર: 14 વર્ષથી પડતર SLPનો ઝડપી નિકાલ માગ્યો
15 મિનિટutes પહેલા
ગુજરાતમાં 15.58 લાખ ‘નકલી ગરીબ’ પકડાયા: કાર-બંગલાવાળા પણ મફત અનાજ લેતા હતા
1 કલાક પહેલા
નર્મદા કોર્ટના 7 વર્ષની સજાના હુકમ સામે સ્ટે મેળવવા ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં કરી અરજી, 5 ઓગસ્ટે સુનાવણી
2 કલાક પહેલા
રાજકોટમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત: પરિવારે બાલાજી હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપ કર્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3383 Posts

Related Posts

જનસંખ્યા મુજબ નવા સીમાંકન મુદ્દે ભાજપ અને ટીડીપીમાં તડાં
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે એકનાથ શિદેએ કહ્યું, આવતીકાલની બેઠકમાં બધું નક્કી થઈ જશે, મારી ભૂમિકા સ્પષ્ટ છે, મેં સંપૂર્ણ રીતે ભાજપને ટેકો આપ્યો છે, અમારા ત્રણેય પક્ષો વચ્ચે સમન્વય છે
Breaking
2 વર્ષ પહેલા
રાજ્યમાં ગરમીથી આંશિક રાહત, બે દિવસ બાદ તાપમાનમાં ફરી કેટલા ડિગ્રીનો વધારો થશે..જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ગણિતઃ ભારતને ફાયદો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર