ગૂગલ મેપ્સમાં આવી રહ્યું છે મોટું અપડેટ : હવે યુઝરની હિસ્ટ્રી નહિ થાય સ્ટોર
Google Mapsએ લોકોનું જીવન સરળ કરી દીધું છે. કોઈ પણ સ્થળ શોધવામાં કે કોઈ પણ રસ્તા શોધવામાં Google Maps અનેક રીતે ઉપયોગી થાય છે. આ સમયમાં ભાગ્યે જ કોઈ હશે જે Google Mapsનો ઉપયોગ નહિ કરતા હોય. અનેક યુઝર્સ ગુગલ મેપની હિસ્ટ્રીથી પરેશાન હોય છે ત્યારે જો તમે પણ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો અને તમારા મેપ હિસ્ટ્રીને લઈને ચિંતિત છો, તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સમયમાં ગૂગલ મેપ્સની પ્રાઈવસી વધુ સારી થવા જઈ રહી છે. ગૂગલ હવે લોકેશન ડેટાને લઈને નવા પ્લાન બનાવી રહ્યું છે.
એક નવા રિપોર્ટ અનુસાર, યુઝરનો ડેટા હવે ગૂગલ મેપ્સમાં સ્ટોર કરવામાં આવશે નહીં. પહેલા યુઝરની લોકેશન હિસ્ટ્રી ગૂગલ મેપ્સ સર્વર પર સ્ટોર કરવામાં આવતી હતી, પરંતુ હવે હિસ્ટ્રી ડેટા યુઝરના ડિવાઈસ એટલે કે ફોન પર જ સ્ટોર કરવામાં આવશે. ગૂગલ મેપ્સે લોકેશન હિસ્ટ્રીનું નામ પણ બદલીને ટાઈમલાઈન કરી દીધું છે. ગૂગલના આ ફીચરની રિલીઝની તારીખ 1 ડિસેમ્બર, 2024 નક્કી કરવામાં આવી છે.
ગૂગલ મેપ્સના નવા અપડેટના ફાયદા
ગૂગલ મેપ્સની આ સુવિધા પ્રાઈવસી માટે છે. જ્યારે ડેટા સર્વર પર સંગ્રહિત થાય છે ત્યારે ડેટા લીક થવાનું જોખમ રહેલું છે, પરંતુ તે ગુગલ મેપ્સમાં ઓન ડીવાઇસ સ્ટોર શરુ કર્યા બાદ આ જોખમ ઘટી જાય છે. ઘણી વખત, નબળા નેટવર્કને કારણે યુઝર્સ તેની લોકેશન હિસ્ટ્રી જોઈ શકતા નથી, પરંતુ તે ગુગલ મેપ્સમાં ઓન ડીવાઇસ સ્ટોર ઉપકરણમાં સંગ્રહિત થયા પછી, લોકેશન હિસ્ટ્રી જોવા માટે નેટવર્કની જરૂર રહેશે નહીં.
ગૂગલે મેપ્સ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પણ રજૂ કર્યું છે, જે વપરાશકર્તાઓના ડેટા માટે એક નવું સુરક્ષા સ્તર છે. હાલમાં આ ફીચર ફક્ત એપ માટે જ બહાર પાડવામાં આવી રહ્યું છે. તે વેબ વર્ઝન માટે રિલીઝ થશે કે નહીં તે અંગે હાલમાં કોઈ માહિતી નથી.