રાજકોટ
રક્ષાબંધનનો તહેવાર નજીકમાં જ છે. સામાન્ય રીતે આ તહેવાર દરમિયાન ટ્રેનોમાં મુસાફરોની ભીડ અનેકગણી વધી જાય છે. હાલ ટ્રેનોમાં રિઝર્વેશન સીટો ભરાઈ ગઈ છે. પરંતુ રેલવે પણ મુસાફરોની સુવિધા માટે સતત પગલાં લઈ રહ્યું છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન મુસાફરોની માંગને પહોંચી વળવા 6 જેટલી સ્પેશિયલ ટ્રેનોની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે.
ટ્રેન નંબર 02200 બાંદ્રા ટર્મિનસ – વીરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 31 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 02199 વીરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 29 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 04126 બાંદ્રા ટર્મિનસ – સુબેદારગંજ વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 04125 સુબેદારગંજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષને 26 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 01 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ – અમદાવાદ ટ્રાઇ-વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલને 31 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 01906 અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 26 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ 29 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 28 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ 26 ઓગસ્ટ 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 25 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન કેવી રીતે બુક થશે? : ટ્રેન નંબર 02200, 04126, 01920, 01906, 04166 અને 04168ના વિસ્તૃત ભાડા માટે બુકિંગ 31 જુલાઈ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની વિઝિટ કરી શકો છો.