- બેડીપરામાં માતા-પુત્રએ યુવકને ધોકાથી ફટકારી છરીના ઘા ઝીંકાયા
- જૂના ઝઘડાનો ખાર રાખી કર્યો હુમલો, પોલીસે નોંધ્યો ગુનો
રાજકોટ શહેરના બેડીપરમાં જુના ઝઘડાનો ખાર રાખીને યુવકને માતા-પુત્રની જોડીએ ધોકા વડે ફટકારી છરીના ઘા ઝીંકી દેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ, ચુનારાવાડ શેરી નં. ૬માં રહેતો રાજ પરમેશ મકવાણા (ઉ. વ.૧૮) બેડીપરા ભુમિકા સ્કૂલ સામે ગીરનારી શેરીમાં આરોપી ધ્રુવના ઘર પાસે બેઠો હતો ત્યારે ધ્રુવે ‘આંબેડકર જયંતિના દિવસે તું કેમ બાઇકની રેસ લગાવતો હતો તેવું કહીને ગાળો દેતાં યુવકે તેને ગાળો બોલવાની ના પાડતાં ધ્રુવ ઘરમાંથી છરી લઈ આવી રાજને માથાના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. દરમિયાન ધ્રુવની માતા કિરણબેને પણ યુવકને ધોકો ફટકારી દીધો હતા.બાદમાં યુવકને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બી.ડિવિઝન પોલીસે બંને માતા પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.