પટનામાં પ્રશાંત કિશોરની પાર્ટી ઓફિસ પર આવકવેરાના દરોડા
પટના: પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરજની ઓફિસ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. જન સૂરજની ઓફિસ પટનાના વોર્ડ નંબર 25 માં આવેલી છે અને આવકવેરા અધિકારીઓએ ત્યાં સર્ચ કર્યું હતું. પ્રશાંત કિશોરના નજીકના સહયોગી રવિ નારાયણ સિંહની હોટલ પર પણ આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ, આવકવેરા વિભાગની ટીમ પાર્ટી ઓફિસની અંદર દસ્તાવેજો અને અન્ય રેકોર્ડની તપાસ થઇ છે. આ કાર્યવાહી દરમિયાન ઓફિસમાં હાજર લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ન્યૂયોર્કથી લંડન અને યુરોપમાં ભારતીય દૂતાવાસો સામે જોરદાર વિરોધ પ્રદર્શન
પ્રશાંત કિશોરના નજીકના સહયોગીની હોટલ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ હોટલ પરિસરમાં નાણાકીય વ્યવહારો સંબંધિત દસ્તાવેજો અને રેકોર્ડની પણ તપાસ કરી રહ્યા છે.
બાંકીપુર પેટાચૂંટણી પહેલા, આવકવેરા વિભાગ દ્વારા જન સૂરજ પાર્ટી ઓફિસ અને પ્રશાંત કિશોર સાથે સંકળાયેલી હોટલ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હોવાથી આ અંગે વિવાદ થવાની શક્યતા છે.
