ગરમ જેકેટ તૈયાર થઈને આવી ગયા છે…!! રાજકોટમાં યુનિફોર્મનું જ સ્વેટર પહેરવા માટે દબાણ કરતી 4 સ્કૂલને નોટિસ
યુનિફોર્મનું સ્વેટર પહેરવા માટે દબાણ કરનાર રાજકોટની ચાર સ્કૂલને ડી.ઇ.ઓ એ અલ્ટીમેટમ આપી નોટિસ સરકારી છે જેમાં નિર્મલા કોન્વેન્ટ, આત્મીય, ક્રાઈસ્ટ અને ગોપાલને સૂચના આપવામાં આવી છે કે જો તેઓ વિદ્યાર્થીઓને હવે દબાણ કરશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. સરકારના પરિપત્ર બાદ પણ શહેરની અનેક ખાનગી શાળાઓ પોતાની મનમાની કરીને વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના સ્વેટર અને નક્કી કરાયેલી દુકાનેથી જ આ સ્વેટર ખરીદવાનો આગ્રહ રાખતો હોવાથી ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઊભી થઈ છે.
આ બાબતે કોંગ્રેસે હેલ્પલાઇન શરૂ કરી હતી જેમાં વિદ્યાર્થીઓ ના વાલીઓ એ ફરિયાદો કરી છે. રાજીના શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈપણ વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવા માટે દબાણ નહીં કરી શકાય તેવા પરિપત્ર આપવામાં આવ્યો છે તેમ છતાં નિયમોનો આ ઉલાળીયો કરી રહી છે.
બોક્સ 1 બજાર કિંમત કરતા બમણા ભાવ આ ‘ચોક્કસ સ્ટોર’માં હોય છે:પેરેન્ટ્સ
વાલીઓએ જણાવ્યું હતું કે આ શાળાઓ દ્વારા જે દુકાનોમાં સ્વેટર અને ગરમ કપડા તેમજ અન્ય ચીજ વસ્તુઓને ખરીદીનો આગ્રહ રાખવામાં આવે છે, તેના ભાવ બજારની કિંમત કરતા બમણા લેવામાં આવે છે. જે સ્વેટર 400 રૂપિયામાં મળે છે તેની આ ચોક્કસ દુકાનદારો દ્વારા 800 રૂપિયા વસૂલ કરવામાં આવે છે. અને આ ગરમ કપડાની ક્વોલિટી પણ ભંગાર હોય છે.
બોક્સ 2 ડી.ઇ.ઓ એ સરપ્રાઈઝ ચેકિંગ કરી નોટિસ નહીં પણ કાર્યવાહી જ કરવી જોઈએ:રોહિત રાજપૂત વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે આકરા મૂડમાં કહ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાનગી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરીને જે શાળાઓ દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેવી સ્કૂલો સામે નોટિસ નહીં પણ આકરી કાર્યવાહી કરવી જોઈએ.