- બંગાળી કારીગરોની નોંધણી ન કરનાર 100 વેપારીઓ સામે ગુના નોંધાયા
- 6 દિવસ સુધી ટીમે સઘન ચેકિંગ હાથધરી જાહેરનામા ભંગના કેસો કર્યા
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરની સોની બજારમાંથી એક વર્ષ પૂર્વે કારીગરોના સ્વાગમાં આતકવાદી ઝડપાયા ત્યારે ખળભળાટ મચી ગયો હતો. એ પછી પોલીસ બજારમાં કામ કરતાં પરપ્રાતિય કારગીરો, કર્મચારીઓનું પોલીસના સીટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન રાખવાના જાહેરનામાની કડક અમલવારી વેપારીઓ તેમજ અન્ય ઔદ્યોગિક એકમોના સંચાલકો પાસે કરાવે છે. અને નિયમોનો ભંગ કરનારા સામે ગુનો પણ નોંધવામાં આવે છે. હાલમાં છેલ્લા છ દિવસથી શરૂ થયેલી ડ્રાઈવમાં એસઓજી સહિતની ટીમો દ્વારા ચેકીગ કરી પરપ્રાતિય કારીગરોની નોંધ પોલીસમાં નહિ કરાવવા અંગે ૧૦૦થી વધુ કેસ દાખલ કરવામાં છે.
વિગતો મુજબ ગઇકાલે એસઓજી પીઆઇ ડી.સી.સાકરીયા અને પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઇ બી.વી.ઝાલા અને તેમની ટીમો સોની બજારમાં પહોંચી સઘન ચેકીંગ ડ્રાઇવ યોજી હતી. છેલ્લા છ દિવસમાં જાહેરનામાં ભંગના અલગ અલગ કેસ દાખલ કરાયા છે. આ ઝુંબેશ ચાલુ હોવા છતાં વેપારીઓ, ઔદ્યોગિક એકમોના સંચાલકો જાગૃત ન થઇ પોતાને ત્યાં કામ કરતાં પરપ્રાતિયોની નોંધ પોલીસમાં કરાવી નહોતી તેવા 8 વેપારીઓ સામે આજે ગુના નોધવામાં આવ્યા છે.
વધુ માહિતી આપતા એસીપી ક્રાઇમ ભરત.બી.બસીયાએ જણાવ્યું હતુ કે,રાજકોટ ઓદ્યોગિક એકમોનું શહેર છે. અહિ અનેક પરપ્રાતિય મજૂર, કારીગરો કામ કરવા માટે આવે છે આવા પરપ્રાંતિય મજૂરોમાં અમુક મિલ્કત કે શરીર સબંધી ગુનાઓમાં અગાઉ પકડાયા છે.પરપ્રાંતિય મજુરો, કર્મચારીઓનું પોલીસના સીટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે અને તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
આમ છતાં અનેક ફેક્ટરી સંચાલકો, સોની બજારના વેપારીઓ જાહેરનામાનો ભંગ કરી પોતાને ત્યા કામ કરતાં કારીગરો, મજૂરો, કર્મચારીઓની નોંધ જે તે પોલીસ સ્ટેશનમાં કરાવતાં નથી આથી ડ્રાઈવ યોજી 100 વેપારીઓ સામે ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જેની નોંધણી કરાવવામાં આવી છે.તેઓના રહેણાંક ખાતે પણ એ- ડિવીઝન, બી-ડિવીઝન, એસઓજી અને પેરોલ ફર્લો સહિતની ટીમો સતત ચેકીગ કરતી રહેવાની છે.