વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં કોઠારીયા રોડ તીરૂપતી સોસાયટીમાં પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. વિગતો અનુસાર, તીરૂપતી સોસાયટીમાં રહેતા મુળ ઉતરપ્રદેશના અવનીશકુમાર દેવેન્દ્રભાઇ ચૌહાણ (ઉ.વ.24)એ કારખાનામાં મજુરી કામ કરતો હતો. એક વર્ષથી અહીં રહેતો હતો. તેમના પરિવારમાંથી વધુમાં જાણવા મળ્યું હતું કે એક વર્ષ પહેલા પોતે યુવતી સાથે પ્રેમસંબંધ હોય પરિવાર એક નહીં થવા દે તેવું લાગતા બન્નેએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં યુવતીનું મોત નિપજયું હતું. આ મામલે પોલીસ ફરીયાદ થતા અવનીશ જેલ હવાલે થયો હતો. અને ત્યાંથી જામીન પર છુટતા તેમની કોર્ટમાં મુદત પડતી હોય અને તેનાથી પોતે કંટાળી ગયો હતો.બાદ રાજકોટ આવી ભાઇ અને બનેવી કારખાને ગયા હતા ત્યારે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.