Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વર્ષા v/s ભદ્રેશ :  લંડનમાં  ગુજરાતી કપલના  23 વર્ષે છૂટાછેડા, પત્નીને મળશે ૮૫ કરોડ

Fri, June 5 2026

પતિની કમાણીમાં પતિનો હક્ક હોવાની દલીલ લંડનની સુપ્રિમ કોર્ટે સ્વીકારી

પતિએ ગુનાહિત પ્રવૃત્તિથી કમાયેલી આવક છુપાવી હતી

બ્રિટનમાં હાલમાં એક ગુજરાતી કપલના છૂટાછેડાના સમાચાર ભારે ચર્ચામાં છે. આમ તો વેસ્ટર્ન દેશોમાં છૂટાછેડા સાવ સરળતાથી મળી જતા હોય છે પરંતુ નોર્થ લંડનમાં રહેતા વર્ષા ગોહિલ અને તેમના એક્સ પતિ ભદ્રેશ ગોહિલનો ડિવોર્સ કેસ પૂરા 23 વર્ષ સુધી ચાલ્યો હતો.ભારતીય મૂળનાં 61 વર્ષીય વર્ષા ગોહિલે બ્રિટિશ હાઈકોર્ટમાં લાંબી કાનૂની લડાઈ લડીને તેમના પૂર્વ પતિ ભદ્રેશ ગોહિલ સામે ઐતિહાસિક જીત મેળવી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે છેતરપિંડી કરનાર પૂર્વ પતિએ વર્ષા ગોહિલને 6.6 મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે 85 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. આ સમગ્ર મામલો વર્ષા ગોહિલ ડિવોર્સ કેસ તરીકે બ્રિટનના કાનૂની ઇતિહાસમાં સૌથી મોટી જીતમાંથી એક માનવામાં આવે છે. યુકે જેવા દેશમાં માંડ એકાદ-બે વર્ષમાં જ ડિવોર્સના કેસ પૂરા થઈ જતા હોય છે જ્યારે ભદ્રેશ અને વર્ષા 23 વર્ષ સુધી કોર્ટમાં કાયદાકીય લડાઈ લડ્યા હતા.

વર્ષા અને ભદ્રેશ ગોહિલનો ડિવોર્સ કેસ આખા 23 વર્ષ સુધી ચાલ્યો. શરૂઆતમાં માત્ર £2.7 લાખમાં સમાધાન કરનાર વર્ષાને બાદમાં ખબર પડી કે તેમના પતિએ કરોડો પાઉન્ડની મિલકતો છુપાવી હતી. લાંબી કાનૂની લડાઈ, મની લોન્ડરિંગ કેસ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા વિવાદ બાદ કોર્ટે વર્ષાના પક્ષમાં ચુકાદો આપતાં તેમને £6.6 મિલિયન ચૂકવવાનો આદેશ કર્યો હતો.

 ત્રણ સંતાનોનાં માતા વર્ષા ગોહિલે 2002માં જ ભદ્રેશથી અલગ થવા માટે કેસ ફાઈલ કર્યો હતો.તેમનો દાવો હતો કે ભદ્રેશ લફડાબાજ માણસ છે તેમજ તેનું વર્તન પણ વિચિત્ર છે. ડિવોર્સ કેસ ફાઈલ થયો ત્યારબાદ વર્ષા ગોહિલે 37 વર્ષની ઉંમરે 2.70 લાખ પાઉન્ડમાં સમાધાન પણ કરી લીધું હતું. જોકે, કેસ પૂરો થયા બાદ તેમને ખબર પડી હતી કે સેટલમેન્ટ માટે ઓછી રકમ ચૂકવવી પડે તેના માટે પતિ ભદ્રેશે પોતાની ઘણી મિલકતોની માહિતી છૂપાવી હતી.

આ પણ વાંચો: “ભારત કેમ ” વિશ્વગુરુ ” નથી બની શક્યું?”,RSS વડા મોહન ભાગવતે કારણ જણાવ્યા

યુકેના કાયદા અનુસાર ડિવોર્સના કેસમાં પતિ-પત્ની બંનેએ પોતાની પાસે રહેલી તમામ મિલકતની માહિતી કોર્ટને આપવી પડે છે. ખાસ તો ફાઈનાન્શિયલ સેટલમેન્ટની રકમ નક્કી થાય ત્યારે તમામ પ્રકારની આવક અને અસેટ્સની વિગતો રજૂ કરવી પડે છે. 2007માં વર્ષા ગોહિલે ફરી કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેમની દલીલ હતી કે ભદ્રશે પોતાની મિલકતો વિશે છૂપાવી રાખેલી માહિતી પોતાના હાથમાં આવી ગઈ છે અને તેના આધારે સેટલમેન્ટની નવી રકમ નક્કી કરવા માટે કેસને ફરી ખોલવામા આવે.

જોકે, 2011માં આ કેસમાં એક નાટકિય વળાંક આવ્યો હતો. તે વર્ષમાં ભદ્રેશને મની લોન્ડરિંગ અને ફોર્જરીના ગુનામાં કસૂરવાર ઠેરવીને દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, તે પોતે પણ વ્યવસાયે વકીલ હતો અને તેની સામેની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ભદ્રેશ ગોહિલ પાસે 28 મિલિયન ડોલરની અસેટ્સ હતી જે આખીય દુનિયાના અલગ-અલગ દેશોમાં ફેલાયેલી હતી. ક્રાઉન પ્રોસિક્યુશને ભદ્રેશની લાખો પાઉન્ડની મિલકતો ફ્રીઝ કરી લીધી હતી, ભદ્રેશની આ બેનંબરી મિલકતો પર તેની પત્નીનો પણ હક્ક ગણાય કે નહીં તે બાબતે પણ કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

આખરે આ મામલો યુકે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને તેના જજે અગાઉ થયેલા ફાઈનાન્શિયલ સેટલમેન્ટનો કેસ રિઓપન કરવાની સાથે નવો દાવો રજૂ કરવાની પણ તક આપી હતી.

વર્ષાના પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે ભદ્રેશે આ તમામ મિલકતો તેમના લગ્નજીવન દરમિયાન ભેગી કરી હોવાથી તેના પર પોતાનો બરાબરનો હક્ક છે. તો બીજી તરફ, ધી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે ત્રીજો મોરચો ખોલતા કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે ભદ્રેશની બેનંબરી મિલકતો ક્રિમિનલ એક્ટિવિટી દ્વારા એકત્ર કરવામાં આવી છે, આ મિલકતોનો ઉપયોગ ક્રિમિનલ રિકવરી પ્રોસિડિંગ્સ માટે થવો જોઈએ અને ફેમિલી કોર્ટના માધ્યમથી તેની કોઈ પણ પ્રકારે વહેંચણી ના કરી શકાય.

ત્રણેય પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિલિયમ્સે એવો ચુકાદો આપ્યો હતો કે ભદ્રેશે તમામ 28 મિલિયન પાઉન્ડની મિલકત ક્રિમિનલ એક્ટિવિટી દ્વારા એકત્ર કરી છે તે સાબિત કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યું છે. કોર્ટે વર્ષાને 6.6 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરવા માટે આદેશ કરતા તેના પતિને તદ્દન અપ્રામાણિક માણસ ગણાવ્યો હતો.

જસ્ટિસ વિલિયમ્સે પોતાના ચુકાદામાં એમ પણ જણાવ્યું હતું કે ભદ્રેશે પોતે ખૂબ જ મહેનતુ ફેમિલી મેન હોવાનું જણાવી પોતાની સાથે અયોગ્ય વ્યવહાર થયો હોવાના દાવા કર્યા છે પરંતુ તેની આ રજૂઆતો સત્યથી તદ્દન વેગળી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની સાથે જ બ્રિટનમાં સૌથી લાંબા ચાલેલા ડિવોર્સ કેસનો પણ અંત આવ્યો છે.

Tags:

23YearsTogetherCoupleGoalsdivorceDivorceAttorneyDivorceSettlementDualCultureEmotionalJourneyFamilyLawGujaratiCoupleGujaratiNewsLegalBattleLifeAfterDivorceLondonLifeMarriageBreakdownRelationshipDramaRs85CroresUKGujaratiVarshaVBhadreshWealthDistribution

Share Article

Other Articles

Previous

“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Next

“ભારત કેમ ” વિશ્વગુરુ ” નથી બની શક્યું?”,RSS વડા મોહન ભાગવતે કારણ જણાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘એક સમયે પ્લેગથી પીડાતું સુરત આજે દેશમાં સ્વચ્છતાની મિસાલ બન્યું’ :PM
16 મિનિટutes પહેલા
ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
38 મિનિટutes પહેલા
મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા
44 મિનિટutes પહેલા
“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3048 Posts

Related Posts

છત્તીસગઢમાં ધડાકો, 1 જવાન ઘાયલ, અફરાતફરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દ્વારકા, ચોટીલા, તરણેતર સહિતના મંદિરોએ હથિયારધારી જાપ્તો રહેશે : સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં જન્માષ્ટમી પર્વને લઇને સુરક્ષા સંગીન કરાઈ
ક્રાઇમ
10 મહિના પહેલા
નીરજ ચોપરા ગોલ્ડ જીતવાથી માત્ર એક ડગલું દૂર : જેવલિન થ્રોમાં પ્રથમ પ્રયાસમાં ફાઈનલ માટે કર્યું ક્વોલિફાય
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટમાં 6 વર્ષથી ધમધમતી નકલી શાળા પકડાઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર