માત્ર ગ્રીન કાર્ડ મેળવવા લગ્ન કરનારાને અમેરિકાની ચેતવણી
અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા લોકો કોન્ટ્રાક્ટ મેરેજનો રસ્તો અપનાવતા હોય છે. ગ્રીન કાર્ડ હાથમાં આવતા જ ડિવોર્સ લઈ લેતા હોય છે. અમેરિકાએ હવે આવો ફ્રોડ કરનારા લોકોને ચેતવણી આપી છે કે, તેમની ધરપકડ કરવામાં આવી શકે છે અને મોટો દંડ લેવામાં આવી શકે છે. એટલું જ નહીં ડિપોર્ટ કરવાનું પગલું પણ ભરવામાં આવી શકે છે.
USCIS દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં જણાવાયું છે કે ઈમિગ્રેશન બેનિફિટ્સ મેળવવા માટે જ મેરેજ કરવા ક્રાઈમ છે અને આવું કરનારાને અરેસ્ટ કરવામાં આવી શકે છે, તેને મોટો દંડ ભરવો પડે છે તેમજ તેને અમેરિકાની સરકાર ડિપોર્ટ પણ કરી શકે છે.
USCISએ આ પ્રકારના ફ્રોડ કરનારા લોકોની માહિતી આપવા માટે પણ લોકોને અપીલ કરી છે.