Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ઉકાઈ-કાકરાપાર યોજના: સિંચાઈથી વીજ ઉત્પાદન સુધી દક્ષિણ ગુજરાતની જીવાદોરી

Mon, August 10 2026

ઉકાઈ બહુહેતુક યોજના માત્ર સિંચાઈ જ નહીં,પરંતુ રાજ્યના વીજ પુરવઠા-પીવાના પાણીની જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ

૬૦૦ ચો.કિ.મી.વિસ્તારમાં પથરાયેલ આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ ૭૪૯૭ મિ.ઘ.મી જેનાથી ૩.૩૧ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ગામે સ્થિત ઉકાઈ-કાકરાપાર યોજના સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે.

આ ભારતની મોટી બહુહેતુક

યોજનાઓમાંથી એક છે.તાપી નદી પર નિર્મિત આ યોજના બે તબક્કામાં પૂર્ણ થઈ હતી. પ્રથમ તબક્કામાં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪ દરમિયાન ૬૩૩.૫૦ મીટર લંબાઈ ધરાવતો કાકરાપાર વીયર બનાવવામાં આવ્યો. જ્યારે બીજા તબક્કામાં ઓગષ્ટ-૧૯૬૧માં પ્લાનિંગ કમિશન અને ફેબ્રુઆરી-૧૯૬૨માં રાજ્ય સરકારની મંજૂરી બાદ ૧૯૬૪માં કામ શરૂ કરી સને ૧૯૭૨માં ઉકાઈ બંધનું નિર્માણ પૂર્ણ કરાયું હતું. આ જળાશય સૌ પ્રથમવાર વર્ષ ૧૯૭૩માં એટલે કે ૫૩ વર્ષ પહેલા પાણી ભરવામાં આવ્યું હતું.

 જળ સંગ્રહ શક્તિ -સિંચાઈ વિસ્તાર

અંદાજે ૬૦૦ ચો.કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલ આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ ૭,૪૯૭ મિલિયન ઘન મીટર અને જીવંત સંગ્રહ શક્તિ ૬૬૧૫ મિ.ઘ.મી. છે. બંધથી ઉપરવાસમાં લંબાઇ ૧૧૨ કિ.મી. છે તેમજ સરેરાશ પહોળાઇ ૫.૫ કિ.મી. જેટલી છે.જળાશયમાં પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઇ ૫૨૫ કિ.મી. જેટલી થાય છે. આ યોજના હેઠળ ૩,૩૧,૫૫૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. તેનાથી ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની ખેતીને સમૃદ્ધિ મળી છે. તે સિવાય ઉકાઈ-પૂર્ણા ઉચ્ચતળ નહેર, સોનગઢ ઉચ્છલ નિઝર, કાકરાપાર-ગોરધા-વડ અને તાપી-કરજણ જેવી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા હજારો હેક્ટર જમીન અને ગ્રામીણ વિસ્તારોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કુલ ૨૯૮ ગામોનો સમાવેશ થાય છે. ઉકાઈ પૂર્ણા ઉચ્ચતળ નહેરની લંબાઇ ૫૧,૧૧૦ મીટર છે. આ નહેરની વહન ક્ષમતા ૪૮૦ ક્યુસેક છે.

આ પણ વાંચો: સોના-ચાંદીમાં ભડકો: સોનું 1.52 લાખને પાર તો ચાંદી 2.34 લાખની નજીક

 હરિત ઊર્જા ઉત્પાદન અને જળ વ્યવસ્થાપનનો અજોડ સંગમ:

ઉકાઈ બહુહેતુક યોજના માત્ર સિંચાઈ જ નહીં, પરંતુ રાજ્યના વીજ પુરવઠા અને પીવાના પાણીની જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉકાઈ યોજનાથી ઉકાઇ થર્મલ પાવર પ્લાન્ટના ૧૧૧૦ મેગાવોટ, હાઇડ્રો પાવર પ્લાન્ટના ૩૦૫ મેગાવોટ, કાકરાપાર અણુ મથકના ૧૮૪૦ મેગાવોટ જેવા પ્લાન્ટમાં પાવર જનરેશન માટે પાણી આપવામાં આવે છે.

આ ઉપરાંત, કમાન્ડ વિસ્તારમાં આવતી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પાણી પુરવઠા યોજનાઓ મારફતે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના શહેરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ સાથે જ GIDC, જે.કે. પેપર મિલ જેવા ઔદ્યોગિક એકમો અને સુગર ફેક્ટરીઓને પણ આ યોજનાથી જળ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

તાપી નદીનું કુદરતી વહન અને જળાશયની વિશેષતાઓ

મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈમાંથી નીકળતી તાપી નદી ૭૨૪ કિ.મી. લંબાઈ ધરાવે છે, જેમાંથી ૨૧૪ કિ.મી. ગુજરાતમાં વહે છે. તાપી નદી ગુજરાતની પશ્ચિમ તરફ વહેતી બીજા નંબરની મોટી નદી છે. ઉકાઈ જળાશય આગળ તેનો સ્ત્રાવ વિસ્તાર ૬૨,૨૨૫ ચો.કિ.મી. છે. પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઈ ૫૨૫ કિ.મી. છે.મેન્યુઅલ મુજબ ચોમાસા દરમિયાન નિયમનકારી પાણી ભરવાના લેવલ નક્કી કરાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન તેમજ જળ સંપત્તિ-પાણી પુરવઠા મંત્રી  ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં આ બહુહેતુક યોજના રાજ્યમાં પૂર નિયંત્રણ, સિંચાઈ, પીવાનું પાણી, હરિત ઊર્જા સક્ષમતા અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહી છે.

Tags:

AgricultureCommunityDevelopmentEnergyEfficiencyEnvironmentalImpactGujaratProjectsHydroelectricPowerInfrastructureDevelopmentIrrigationPowerGenerationRenewableEnergySouthGujaratSustainableEnergyUkaiKakraparWaterConservationWaterManagement

Share Article

Other Articles

Previous

શિવોહમ….શિવોહમ…: શિવ અને જીવના એકત્વનો આધ્યાત્મિક અનુભવ

Next

સોના-ચાંદીમાં ભડકો: સોનું 1.52 લાખને પાર તો ચાંદી 2.34 લાખની નજીક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શિવોહમ….શિવોહમ…: શિવ અને જીવના એકત્વનો આધ્યાત્મિક અનુભવ
36 મિનિટutes પહેલા
ઉકાઈ-કાકરાપાર યોજના: સિંચાઈથી વીજ ઉત્પાદન સુધી દક્ષિણ ગુજરાતની જીવાદોરી
55 મિનિટutes પહેલા
સોના-ચાંદીમાં ભડકો: સોનું 1.52 લાખને પાર તો ચાંદી 2.34 લાખની નજીક
1 કલાક પહેલા
ઉત્પાદન ખર્ચ ઊંચો રહેવાથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દરરોજ વપરાશમાં આવતી અનેક ચીજોના ભાવ ફરી આકાશે જશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3416 Posts

Related Posts

ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાપાલિકાના વધુ બે અધિકારી ACBના રડારમાં !! વાંચો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મમતા બેનર્જીની ભાજપને આપી ધમકી વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટમાં છોટુનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર નજીક ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
બિહારના કયા માફિયાઓને પડી આજીવન કેદની સજા ? શું હતો મામલો ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર